આ મહિલાએ ઘર વેચીને શરૂ કર્યો બિઝનેસ, દર મહિને રૂ. 1 કરોડની કરે છે કમાણી

News18 Gujarati
Updated: May 16, 2019, 10:49 AM IST
આ મહિલાએ ઘર વેચીને શરૂ કર્યો બિઝનેસ, દર મહિને રૂ. 1 કરોડની કરે છે કમાણી
શુભ્રા ચઢ્ઢા

શુભ્રાએ માર્ચ, 2010માં બેંગલુરુમાં પોતાનો પ્રથમ સ્ટોર ખોલ્યો હતો. આ સ્ટોર તેણે પોતાના પતિ વિવેક પ્રભાકર સાથે મળીને ખોલ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  ચુંબકની સહ-સ્પાપક શુભ્રા ચઢ્ઢાએ બિઝનેસ શરૂ કરવા વિશે ક્યારેય વિચાર પણ કર્યો ન હતો. બિઝનેસ શરૂ કરવા માટે તેના દિમાગમાં સારો આઇડિયા હતો, પરંતુ સારા પગારની કોર્પોરેટ કંપનીની નોકરી છોડવાની તેનામાં હિંમત ન હતી. વર્ષ 2008માં દીકરીના જન્મ બાદ તેણીએ પોતાની નોકરીમાંથી વિરામ લીધો હતો. આ સમયમાં તેણીએ બિઝનેસ શરૂ કરવા વિશે વિચાર કરવાનું શરૂ કર્યું હતું. બિઝનેસ શરૂ કર્યાના છ મહિનામાં જ તેનો બિઝનેસ પતનની કગારે પહોંચી ગયો હતો. આ સમયમાં તેણીના પતિએ તેને સાથ આપ્યો હતો. હવે ચુંબક બ્રાન્ડ દેશમાં 17 સ્ટોર ખોલી ચુકી છે, તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર હાજર છે. ચુંબક બ્રાન્ડ્સ રેડીમેડ ગારમેન્ટ્સ, બેગ્સ, જ્વેલરી, હોમ ડેકોર જેવી પ્રોડક્ટ્સ વેચે છે.

આ રીતે શરૂ કરી કંપની

શુભ્રાની પ્રથમ પસંદગી એવા ગ્રાહકો હતા જેઓ સતત સારી ગિફ્ટ્સ શોધતા રહે છે. જે લોકો કંઈક હટકે વસ્તુ ખરીદવા માંગતા હોય તેના માટે શુભ્રા પ્રોડક્ટ્સ બનાવવા માંગતી હતી. તેણીએ શરૂઆતમાં ગિફ્ટ બિઝનેસ વિશે વિચાર્યું. તેણીએ એવા વિકલ્પ પસંદ કર્યા જે સરળતાથી મળતા ન હોય. એક વર્ષ સુધી કોન્સેપ્ટ, ડિઝાઇન, સપ્લાયર, કિંમત, રણનીતિ પર કામ કર્યા બાદ ચુંબકની શરૂઆત કરી હતી.

શુભ્રા ચઢ્ઢા અને તેના પતિએ રૂ. 40 લાખનું પોતાનું ઘર વેચીને બિઝનેસની શરૂઆત કરી હતી. એક રીતે જોઈએ તો બંનેએ જુગાર રમ્યો હતો પરંતુ બાજી તેમના પક્ષમાં રહી હતી. જોકે, બિઝનેસ શરૂ થયાના છ મહિનામાં તેમણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેમની કંપની ડૂબવાના આરે આવી ગઈ હતી.આજે કરે છે એક કરોડની કમાણી
Loading...

શુભ્રાએ માર્ચ, 2010માં બેંગલુરુમાં પોતાનો પ્રથમ સ્ટોર ખોલ્યો હતો. આ સ્ટોર તેણે પોતાના પતિ વિવેક પ્રભાકર સાથે મળીને ખોલ્યો હતો. તેઓ સન માઇક્રોસિસ્ટમમાં ફૂલ ટાઇમ નોકરી કરતા હતા. તેમની શરૂઆતની પ્રોડક્ટ્સમાં મેગ્નેટ્સ, કી-ચેન અને કુશન કવર હતા. હવે તેમની પ્રોડક્ટ્સમાં 100થી વધારે આઇટમ્સ સામેલ છે. શુભા તેની પ્રોડક્ટ્સ ઓનલાઇન અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ વેચે છે. આજે દેશમાં તેને 17 આઉટલેટ્સ છે. વર્ષે તેણીની કમાણી આશરે રૂ. 10 કરોડ છે.બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રીત કર્યું

શુભ્રાના જણાવ્યા પ્રમાણે તેણી પાસે બે વિકલ્પ હતા. પ્રથમ, બીજાના સ્ટોરમાં માલ પુરો પાડતો રહેવાનો અને જે કંઈ પણ નફો મળે તેનાથી ખુશ થવું. બીજો, બ્રાન્ડમાં રોકાણ કરવું અને પોતાનો સ્ટોર ખોલવો અને લાંબા ગાળાના નફા પર ધ્યાન કેન્દ્રીત કરવું. શુભ્રાએ એક જ વર્ષમાં ચુંબકના 44 કિઓસ્ક શરૂ કર્યા. વધારે ભીડ હોય તેવા માર્કેટમાં કિઓસ્ક ખોલવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. જે બાદમાં તેણીએ 2000 વર્ગ ફૂટ વાળા સ્ટોર ખોલવાના શરૂ કર્યા અને કિઓસ્ક પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું.
First published: May 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com