1947માં 88 રૂપિયા હતો સોનાનો ભાવ, આઝાદીથી અત્યાર સુધી Goldએ આપ્યું 52,000% રિટર્ન, વાંચી 1947થી 2021 સુધીની સફર

વર્ષ 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સોના અને ચાંદીના ભાવ (Gold Silver Price) શું હતા?

Journey of Gold-Silver: 1947માં ચાંદીનો ભાવ લગભગ 107 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને આઝાદીથી અત્યાર સુધી સિલ્વરે 58,700 ટકાનું રિટર્ન આપ્યું છે

 • Share this:
  Journey of Gold-Silver: સોનાની સાથે દરેક ભારતીય (Indian)નો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખરાબ સમયમાં પૈસાની તાણ (Financial Crisis) સર્જાય તેવી સ્થિતિનો સામનો કરવા માટે ભારતીયોમાં ગોલ્ડ (Gold)ને સંભાળીને રાખવાની પરંપરા રહી છે. આજ કારણ છે કે દરેક ભારતીયના ઘરમાં ઓછી કે વધારે માત્રામાં સોનું જરુર પડેલું છે. વર્ષ 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સોના અને ચાંદીના ભાવ (Gold Silver Price) શું હતા? અને આઝાદીના 74 વર્ષ (75th Independence Day) બાદ સોના અને ચાંદીએ કેટલું રિટર્ન આપ્યું છે? આવો જાણીએ આઝાદીથી લઈને અત્યાર સુધી કેવું રહ્યા ગોલ્ડના 74 વર્ષ...

  1947થી અત્યાર સુધી સોનામાં રિટર્ન

  આઝાદીથી અત્યાર સુધી ગોલ્ડમાં લગભગ 52,000 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. 1947કમાં સોનાનો ભાવ લગભગ 88 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 1959માં પહેલી વાર સોનું 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર ગયું હતું. બીજી તરફ, વર્ષ 1974માં 500 રૂપિયાન લેવલને પાર કરવામાં સફળ રહ્યું, જ્યારે 2007માં સોનાનો ભાવ 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ ઉપરાંત 2011માં ગોલ્ડનો ભાવ 26,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો હતો. નોંધનીય છે કે, ઓગસ્ટ 2020માં સોનું 56,191ના રેકોર્ડ હાઇ પર પહોંચી ગયું હતું. હાલમાં સોનાનો ભાવ પોતાના રેકોર્ડ હાઇથી લગભગ 10,000 રુપિયા પ્રતિ ગ્રામ નીચે ચાલી રહ્યો છે.

  1947થી અત્યાર સુધી ચાંદીમાં રિટર્ન

  આઝાદીથી અત્યાર સુધી ચાંદીના રિટર્ન પર નજર કરીએ તો 1947માં ચાંદીનો ભાવ લગભગ 107 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને આઝાદીથી અત્યાર સુધી 58,700 ટકાનું રિટર્ન આપ્યું છે. આઝાદીના 27 વર્ષ બાદ 1974માં સિલ્વરની કિંમત 1000 રૂપિયાને પાર ગઈ હતી અને 1987માં પહેલીવાર ભાવ 5000 રૂપિયાના સ્તરને પાર થયો હતો. વર્ષ 2008માં ચાંદી 25,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર થઈ હતી. વર્ષ 2020માં ચાંદી 77,949 રૂપિયાની રેકોર્ડ હાઇ પહોંચી હતી અને હાલમાં રેકોર્ડ હાઇથી તેનો ભાવ લગભગ 15000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નીચો છે.

  સોના અને ચાંદીમાં રોકાણ

  જાણકારોનું કહેવું છે કે જ્વેલરી ઉપરાંત ડિજિટલ ગોલ્ડમાં રોકાણ વધારી શકાય. ગોલ્ડ ઇટીએફ (Gold ETF), ગોલ્ડ બોન્ડ (Gold Bond), ગોલ્ડ એમએફ (Gold MF)માં રોકાણ કરો. પોર્ટફોલિયોમાં 10થી 15 ટકા સોનામાં રોકાણ કરો કારણ કે અનિશ્ચિતતાના માહોલમાં સોનું સારું રિટર્ન આપે છે.

  આ પણ વાંચો, Petrol Diesel Price Today: અહીં 3 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ, ચેક કરો આપના શહેરનો ભાવ

  સોનામાં રોકાણના વિકલ્પ

  સોનામાં રોકાણના ઓપ્શન પર નજર કરીએ તો રોકાણકારો ઘરેણાં, Gold Coin & Buscuit, ETG Gold, સોવરેન ગોલ્ડ બોન્ડ, ડિજિટલ ગોલ્ડ અને Gold Derivativesમાં રોકાણ કરી શકો છો.
  Published by:Mrunal Bhojak
  First published: