માલ્યાના પ્રત્યર્પણ કેસમાં આજે આવી શકે છે ચુકાદો, લંડન રવાના થયા CBIના જોઇન્ટ ડાયરેક્ટર

વિજય માલ્યા (ફાઇલ ફોટો)

સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટર એ સાઈં મનોહરના નેતૃત્વમાં તપાસ એજન્સીઓની આ ટીમ રવાના થઈ છે, લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી બાદ લંડની વેસ્ટમિંસ્ટર કોર્ટ સોમવારે માલ્યાના ભારત પ્રત્યર્પણ પર પોતાનો ચુકાદો સંભળાવી શકે છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભારતની બેંકો પાસેથી હજારો કરોડોની લોન લઈને ફરાર વિજય માલ્યા મામલામાં લંડનની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં સામેલ થવા માટે સીબીઆઈ અને ઇડીની ટીમ બ્રિટેન જવા રવાના થઈ છે. સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટર એ સાઈં મનોહરના નેતૃત્વમાં તપાસ એજન્સીઓની આ ટીમ રવાના થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી બાદ વેસ્ટમિંસ્ટર કોર્ટ સોમવારે તેની પર સોમવારે ચુકાદો સંભળાવી શકે છે.

  ઠપ પડેલી કિંગફિશર એરલાઇન્સા પ્રમુખ રહેલા 62 વર્ષીય માલ્યા પર લગભગ 9,000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. ગયા વર્ષે એપ્રિલમાં પ્રત્યર્પણ વોરન્ટ બાદથી માલ્યા જામીન પર છે.

  માલ્યાએ પોતાની વિરુદ્ધ મામલાને રાજકારણ પ્રેરિત ગણાવ્યું છે. માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું કે, મેં એક પણ પૈસાની લોન નથી લીધી. લોન કિંગફિશર એરલાઇન્સે લીધી. બિઝનેસમાં નિષ્ફળતાના કારણે આ પૈસા ડૂબી ગયા, ગેરન્ટ આપવાનો અર્થ એવો નથી કે મને વિશ્વાસઘાતી કહેવામાં આવે.

  માલ્યાએ કહ્યું કે, મેં મૂળ રકમને 100 ટકા પરત કરવાની રજૂઆત કરી છે. તેનો સ્વીકાર કરવામાં આવે. માલ્યાની વિરુદ્ધ પ્રત્યર્પણનો મામલો મેજિસ્ટ્રેટની કોર્ટમાં 4 ડિસેમ્બરથી શરૂ થયો હતો.

  થોડાક દિવસો પહેલા લિકરકિંગ વિજય માલ્યાએ પોતાના નામ સાથે ભાગેડું શબ્દ હટાવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. એવી અહેવાલ આવી રહ્યા હતા કે માલ્યાએ ટ્વીટ પર કહ્યું હતું કે, જ્યાં પણ હું ફિજિલી ઉપસ્થિત છું, મારી અપીલ છે મહેરબાની કરી પૈસા લઈ લો. આ વાતને ખતમ કરવા માંગું છું કે મેં પૈસા ચોર્યા છે.

  ઉલ્લેખનીય છે કે, ઇડીએ માલ્યાને ભાગેડુ જાહેર કર્યો છે. વિજય માલ્યા છેલ્લા થોડાક વર્ષોથી બ્રિટેનમાં રહી રહ્યો છે અને હાલ જામીન પર બહાર છે.
  Published by:Mrunal Bhojak
  First published: