જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરમાં કેન્સરના તત્વો, પરત મંગાવી 33 હજાર બોટલો

તમે જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડર વાપરો છો, તો જાણી લો આ સમાચાર

News18 Gujarati
Updated: October 19, 2019, 2:23 PM IST
જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરમાં કેન્સરના તત્વો, પરત મંગાવી 33 હજાર બોટલો
જ્હોન્સન એન્ડ જ્હોન્સનને પહેલી વખત પાછી મંગાવી બોટલ
News18 Gujarati
Updated: October 19, 2019, 2:23 PM IST
યુ.એસ.એફ.ડી.એ ફાર્માસ્યુટિકલ કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન સામે મોટી કાર્યવાહી કરી છે. યુએસએફડીએને કંપનીના બેબી પાવડરમાં કેન્સર જેવા રોગ ઉત્પન કરનારા એસ્બેસ્ટસના પૂરાવા મળ્યા છે. ત્યારબાદ કંપનીએ 33 હજાર બોટલ પાછી મંગાવી છે. શુક્રવારે કંપનીએ આ માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની સતત પાવડરમાં કેન્સર જેવા રોગ માટે જવાબદાર તત્વની હાજરીને નકારી રહી હતી. પરંતુ હવે કંપનીએ કહ્યું છે કે ઑનલાઇન રિટેલર પાસેથી ખરીદેલા બેબી પાવડર નમૂનામાં ક્રાયસોટાઇલ એસ્બેસ્ટસ મળ્યા છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

જ્હોન્સન એન્ડ જ્હોન્સનને પહેલી વખત પાછી મંગાવી બોટલ- જ્હોન્સન એન્ડ જ્હોન્સન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, એક રિટેલરને 33000 બોટલો વેચી છે તેને પરત મંગાવી છે.આ પણ વાંચો: ધનતેરસ પર ખરીદો 2.50 લાખમાં Swift અને 1.75 લાખમાં WagonR

પહેલા પણ અનેક વખત કરવામાં આવી તપાસ - કંપનીએ કહ્યું છે કે તેણે અમેરિકામાં ઉત્પાદન પરત કરવાનું પગલું ભર્યું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા 40 વર્ષોમાં, હજારો પરીક્ષણોએ વારંવાર પુષ્ટિ આપી છે કે અમારા પાવડરમાં એસ્બેસ્ટસ નથી.

આ પણ વાંચો: દિવાળી પહેલા પતાવી લેજો બૅન્કના કામ, આ દિવસે છે હડતાળ
Loading...

>> કંપનીએ એમ પણ કહ્યું છે કે તેની તપાસમાં વધુ 30 દિવસનો સમય લાગી શકે છે. પહેલેથી જ આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેના પાવડરમાં કેન્સરકારક તત્વો છે.

>> હજારો લોકોએ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે કે તેમને બેબી પાવડરને કારણે મેસોથેલિઓમા થયો છે, જે આક્રમક કેન્સર છે. એસ્બેસ્ટસ આ માટે જવાબદાર હોવાનું કહેવાય છે.
First published: October 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...