Home /News /business /મોટી જાહેરાત: Railwayમાં નીકળશે 2 લાખથી વધારે Jobs

મોટી જાહેરાત: Railwayમાં નીકળશે 2 લાખથી વધારે Jobs

railway free tickets

સરકાર પહેલી વખત કાસ્ટના આર્થિક રૂપથી પછાત વર્ગ માટે 10 ટકા કોટા લાગુ કરશે, જેમને કોઈ અન્ય આરક્ષણ નથી મળતું.

કેન્દ્રીય નાણામંત્રી પીયુષ ગોયલે રેલવેમાં લાખો નોકરીઓ લાવવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાણામંત્રીનું કહેવું છે કે, ભારતીય રેલવેમાં કેટલાક પદોને ભરવા માટે ટુંક સમયમાં 2.2 લાખ લોકોની નિયુક્તિ કરવામાં આવશે.

ગત દિવસોમાં એનએસએસઓના લીક રિપોર્ટ બાદ કેન્દ્ર સરકાર પર રોજગાર પેદા કરવાને લઈ પ્રશ્ન ઉઠી રહ્યા છે, અને આ બધા વચ્ચે નાણામંત્રીએ રેલવેમાં લાખો નોકરીઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી પીયુષ ગોયલે ટાઈમ્સ નાઉ પર એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારતીય રેલવેમાં 2.2 લાખ કર્મીઓની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારતીય રેલવેમાં પહેલાથી જ 1.5 લાખ કર્મીઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલી રહી છે, જે અગામી 8-9 મહિનામાં પૂરી થઈ જશે.

એક પ્રશ્નના જવાબમાં રોજગાર પર પીયૂષ ગોયલે કહ્યું કે, 10 દિવસ પહેલા મે રેલવેમાં 2.20 લાખ નોકરીઓની એક જાહેરાત કરી છે. આમાં એવા પદ સામેલ છે, જે બે વર્ષમાં ખાલી થઈ જશે અને નિયુક્તિની પ્રક્રિયા ખુબ ઝડપી શરૂ થશે. ગોયલે કહ્યું કે, નિયુક્તિના અગામી ચરણમાં, સરકાર પહેલી વખત કાસ્ટના આર્થિક રૂપથી પછાત વર્ગ માટે 10 ટકા કોટા લાગુ કરશે, જેમને કોઈ અન્ય આરક્ષણ નથી મળતું.

આવી રીતે કરવામાં આવશે રિઝર્વ સીટ
તમે જાણતા હસો કે, ગત મહિને સંસદમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત વર્ગને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા આરક્ષણ આપવા માટે એક વિધેયક પાસ કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ તરફથી પણ તેને મંજૂરી મળી ગઈ છે. મંત્રીએ આ વાત પર પ્રકાશ નાખતા જણાવ્યું કે, સરકાર રેલવે કર્મીઓની નિયુક્તિમાં પણ પૂરી રીતે કમ્પ્યૂટરીકૃત પ્રક્રિયાનું પાલન કરી રહી છે, જે પ્રણાલીમાં પારદર્શીતી સુનિશ્ચિત કરે છે.

નાણામંત્રીએ કહ્યું કે, તમામ પરિણામ પૂરી રીતે કમ્પ્યૂટર આધારીત હોય છે અને પૂરી પરિક્ષાની વીડિયોગ્રાફી કરવામાં આવે છે. જોકે, તેમણે કહ્યું કે, સરકારી નોકરીઓને લઈ યુવાનોનું આકર્ષણ ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે, કેમ કે લોકો જાતે કઈંક શરૂ કરવા માંગે છે. તેમણે કહ્યું કે, દેશમાં 15 કરોડ મુદ્દા લોન જાહેર કરવામાં આવી છે, જેના દ્વારા લોકો પોતે ધંધો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ એવા લોકો છે, જે નવો વ્યાપાર શરૂ કરવા માંગે છે, જે નવા વિચારો સાથે પ્રયોગ કરવા માંગે છે.
First published:

Tags: Indian railways, Jobs, People, PIyush Goyal, Said, અધિક