મોબાઈલ ફોનની જેમ અપગ્રેડ થાય છે નોકરી, અપ-ટૂ-ડેટ રહેવા જાણો આ મંત્ર

મોબાઈલ ફોનની જેમ અપગ્રેડ થાય છે નોકરી, અપ-ટૂ-ડેટ રહેવા જાણો આ મંત્ર
પ્રતિકાત્મક તસવીર

ન્યૂઝ 18 તેના યુવાન વાચકો માટે દેશના ટોપ HR લીડર સાથે એક ખાસ સિરીઝ "નોકરીની વાત" ની શરૂઆત કરી રહ્યું છે. દેશના બીજા નંબરના સૌથી વધુ રોજગાર પેદા કરનારા રિયલ એસ્ટેટ સેક્ટર (Real Estate Sector) ક્ષેત્રે પણ સુધારણાના સંકેતો મળી રહ્યા છે.

  • Share this:
    કોરોના વાયરસને કારણે આરોગ્ય બાદ રોજગાર પ તેની સૌથી વધુ અસર થઈ છે. લોકડાઉનને કારણે ઘણા લોકોની નોકરીઓ જતી રહી અથવા નવી તકો બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે અર્થવ્યવસ્થા પાટા પર આવી ગઈ છે. માર્કેટમાં પણ જોરમાં છે. તેથી ફરી એકવાર ઉદ્યોગોમાં રોજગારની તકો ખુલી રહી છે. જેને જોતાં ન્યૂઝ 18 તેના યુવાન વાચકો માટે દેશના ટોપ HR લીડર સાથે એક ખાસ સિરીઝ "નોકરીની વાત" ની શરૂઆત કરી રહ્યું છે. દેશના બીજા નંબરના સૌથી વધુ રોજગાર પેદા કરનારા રિયલ એસ્ટેટ સેક્ટર (Real Estate Sector) ક્ષેત્રે પણ સુધારણાના સંકેતો મળી રહ્યા છે. આ વખતે દેશની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની હિરાનંદાની ગ્રુપના એમડી અને રિયલ એસ્ટેટ કંપની ડેવલોપર્સ સંગઠન નારેડકો (Naredco)ના અધ્યક્ષ ડૉ. નિરંજન હિરાનંદાની પાસેથી જાણો રિયલ એસ્ટેટ સેક્ટર અને તેમની કંપનીમાં નોકરીઓના અવસર તેમજ તેની તૈયારીઓ વિશે..

    સવાલ: રોગચાળા દરમિયાન જે લોકોએ નોકરી ગુમાવી, તેમણે શું કરવું જોઈએ?



    જવાબ: પહેલી વાત કે કોરોનાની અસર આખી દુનિયા પાર પડી છે, જેથી નોકરી ગુમાવી હોય તો નિરાશ ન થશો અને એમ ન માનો કે ખરાબ થયું છે. હવે આપણે પ્રયાસ કરવો જોઇએ કે રોજગાર માટેની આપણી કુશળતા કેવી રીતે વધારવી? એ પણ વિચારવું જોઈએ કે શું સ્વરોજગાર તરફ આગળ વધવું અને આ માટે કુશળતા અને નોલેજનો વિકાસ કરવો તે આપણા માટે વિકલ્પ નથી!

    સવાલ: આપણે કુશળતા (Skill Development) કેવી રીતે વધારી શકીએ?

    જવાબ: રી-સ્કિલિંગ એન્ડ અપ-સ્કિલિંગ (Reskilling and Upskilling), આ મંત્રને અનુસરો. આ માટે ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પો છે. ફક્ત કયા વિકલ્પ અનુકૂળ છે, તે શોધવાની જરૂર છે.

    સવાલ: રોગચાળા પછી ઘણા ઓનલાઇન અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. શું યુવાનોએ આ પ્રકારના અભ્યાસક્રમોની પસંદગી કરવી જોઈએ? જો કોઈ આ અભ્યાસક્રમો પૂર્ણ કરે છે, તો કંપનીઓ તેના પર વિચાર કરે છે?

    જવાબ: તમે જે પણ કોર્સ કરી રહ્યાં છો, તેમાં એ જુઓ કે તે તેના સ્કીલ સેટમાં કેટલો વધારો કરે છે. ઉપરાંત, અભ્યાસક્રમની રોજગાર મેળવવાની ક્ષમતા પણ જોવી જોઈએ. ખાસ કરીને સ્વરોજગારના સંદર્ભમાં. સ્કિલ સાથે તમારી નોકરીની યોગ્યતા વધારવી જોઈએ. દેખીતું છે કે લાયકાત વધવાથી વ્યક્તિની રોજગારી વધશે. જોકે, પ્રશ્ન એ છે કે શું નવી સ્કિલ રોજગાર આપનાર સંગઠનો કે માલિકોમાં માંગ ધરાવે છે? તેથી, આ પાસા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

    સવાલ: માર્કેટ ધીમે-ધીમે ખુલી રહ્યું છે? યુવાનો ક્યાં અને કેવી રીતે નોકરી શોધી શકે?

    જવાબ: મહામારીમાં લગાવાયેલ લોકડાઉનથી ઘણી વસ્તુઓ મજબૂત થઈ છે. જેમાંથી એક ડિજિટલ અને ઓનલાઇન વિકલ્પ છે. જો કોઈ સંસ્થા તરફથી ઓફલાઇન કોર્સ કરી રહ્યા છો, તો જુઓ કે કેમ્પસ સિલેક્શનની શું વ્યવસ્થા છે.

    સવાલ: શું મહામારી ભરતી પ્રક્રિયા બદલાશે?

    જવાબ: તે નોકરીની આવશ્યકતાઓ અને સંભવિત કર્મચારીની જોબ પ્રોફાઇલ પર આધારિત છે. સૌથી મોટો ફેરફાર એ ડિજિટલ સ્કિલ અને કાર્યસ્થળને બદલે અન્ય સ્થળેથી કાર્ય કરવાની પણ ક્ષમતા હોવી જોઈએ. વ્હાઇટ કોલર જોબ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્લુ-કોલર જોબ્સમાં પ્રોફાઇલ્સને બદલવાની ક્ષમતાની સાથે મલ્ટી-ટાસ્કિંગની માંગ પણ છે.

    સવાલ: તમારા મુજબ આ મુશ્કેલ સમય અને નવી ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે તૈયારી કરવી

    જવાબ: ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરવી એ ફક્ત ક્ષમતાઓ બતાવવા અને એ બતાવવા વિશે છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે પ્રોફાઇલમાં બંધ બેસે? તેથી જ મહામારી બાદ પણ મને આ પાસામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી.

    સવાલ: હાલના માહોલમાં કઇ પ્રકારની નવી નોકરીઓ સર્જાશે?

    જવાબ: નોકરીઓ કોઈપણ કંપનીના વ્યવસાયને આગળ વધારવા માટે જરૂરી છે. જરૂરિયાત એ છે કે યુવાઓ સંબંધિત કંપનીના વર્ક કલ્ચરમાં બંધબેસતા હોવા જોઈએ. જોકે, કંપનીઓએ પણ તે અર્થતંત્રમાં સંબંધિત હોવું જોઈએ જેમાં તેઓ કામ કરે છે. આ ફેરફારને મોબાઇલ ફોનના સરળ ઉદાહરણથી સમજી શકાય છે. આ અસરકારક રીતે રેડિયો, મશાલ, ઘડિયાળની જગ્યા લઇ ચૂક્યું છે. ટેકનોલોજી 2Gથી 3 અને 4માં સ્થાનાંતરિત થઈ. હવે 5G આવી રહ્યું છે. જેનાથી અદ્યતન નેટવર્ક્સ સાથે હેન્ડસેટ્સમાં ઘણો ફરક પડશે. નોકરી પણ તેના જેવી જ છે. બીજું એક ઉદાહરણ છે કે કોડક ફોટો ફિલ્મ કેમેરાની લીડર હતી. આજે ડિજિટલ કેમેરાએ ફિલ્મની જરૂરિયાતને ખતમ કરી નાંખી છે. આ પ્રકારના ફેરફારો નોકરીઓને અસર કરે છે. નોકરી શોધનારને આ પાસાઓ વિશે જાણવું જોઈએ.

    સવાલ: રિયલ એસ્ટેટમાં નોકરીની કેટલી સંભાવના છે?

    જવાબ: રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ભારત સહિત વૈશ્વિક સ્તરે સૌથી મોટા રોજગારદાતાઓમાંનું એક છે. તેમાં અકુશળ, અર્ધ કુશળ અને તકનીકી વગેરે જેવા દરેક સ્તરે નોકરીઓ છે. પ્રાથમિક નોકરીમાં સાઇટ મજૂરથી લઈને ચણતર કરનાર, સુથાર, ઇલેક્ટ્રિશિયન વગેરેની આવશ્યકતા છે. તે આર્કિટેક્ટ્સ, ઇજનેરો, એકાઉન્ટન્ટ્સ, કાનૂની નિષ્ણાતો વગેરે જેવા વ્યવસાયિકો માટે તકો ઉભી કરે છે, તેમજ માર્કેટિંગ અને સેલ્સમાં પણ તકો પ્રદાન કરે છે.

    સવાલ: શું તમે અમને કહી શકો કે આ ક્ષેત્ર માટે યોગ્યતા અને સ્કિલ શું છે?

    જવાબ: નોકરીની પ્રકૃતિ પ્રમાણે જુદી-જુદી સ્કિલ્સ અને ક્ષમતાઓ છે. દા.ત, જેમ સુથાર માટે તેની આવડત જરૂરી છે, આર્કિટેક્ટ માટે સંબંધિત ડિગ્રી. પરંતુ મહત્વની વાત એ છે કે જોબ પ્રોફાઇલ મુજબ કેટલું કામ આવડે છે. શૈક્ષણિક દૃષ્ટિકોણથી લાયક બનવું હંમેશાં એક ફાયદો છે.

    સવાલ: યુવાઓએ સ્પર્ધાત્મક રહેવા માટે શું કરવું જોઈએ?

    જવાબ: તમારે સતત રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ ચાલુ રાખવું જોઈએ.

    સવાલ: અમને તમારી કંપનીની ભરતી પ્રક્રિયા અંગે જણાવો અને નોકરી શોધનારા તમારી કંપનીમાં કેવી રીતે પહોંચી શકે તે વિશે અમને કહો.

    જવાબ: માર્કેટ લીડર હોય તેવા કોઈપણ કોર્પોરેટ લીડરની જેમ અમે પણ ભરતીમાં વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પ્રથાને અનુસરીએ છીએ. કામ પાર રાખવાની પ્રક્રિયા પારદર્શક અને વૈજ્ઞાનિક રૂપે નિશ્ચિત છે, જેથી અમે શ્રેષ્ઠ દિમાગ અને શક્ય વિકલ્પોમાં શ્રેષ્ઠ પ્રતિભાને આકર્ષિત કરી શકીએ.

    સવાલ: તમે કયા પ્રકારની સ્કિલની નોકરી ઈચ્છો છો અને તમે તેનું મૂલ્યાંકન કેવી રીતે કરો છો?

    જવાબ: તે જોબ પ્રોફાઇલ પર આધારિત છે. અમે ફક્ત શૈક્ષણિક લાયકાતો પર જ ભાર નથી આપતા, પરંતુ સંભવિત ટીમના સભ્યોનું વિવિધ દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન પણ કરીએ છીએ.

    સવાલ: તમારી કંપની અને આ ક્ષેત્રમાં વિકાસની સંભાવનાઓ શું છે?

    જવાબ: ઘરની મૂળભૂત જરૂરિયાત છે. તેથી, આ ક્ષેત્રમાં હંમેશા માંગ રહે છે. ભવિષ્યમાં પણ જબરદસ્ત વિકાસ થવાની સંભાવના છે.

    સવાલ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટાને કારણે ભવિષ્યમાં અને ખાસ કરીને કોવિડ-19 પછી કયા ફેરફારો શક્ય છે?

    જવાબ: મહામારીએ કાર્યસ્થળ પર ટેક્નોલોજીના ઉપયોગ વધુ જરૂરી બનાવ્યો છે. પહેલાં ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયાને બદલી નાંખી. હવે ડિજિટલાઇઝેશન ફેરફાર કરી રહ્યું છે. એવા ઘણાં પાસાં છે, જે કોવિડ-19 પછી વિશ્વનો અભિન્ન ભાગ બની જશે. જરૂરિયાત એ છે કે નજીકના ભવિષ્યમાં રોજગાર સુનિશ્ચિત કરવા માટે માનવ સંસાધનોને સતત મજબૂત બનાવવા જોઈએ. નોકરી મેળવવી એ લક્ષ્ય નથી, પરંતુ સતત પુનરુત્થાન અને પુનર્જીવનની આજીવન યાત્રાની શરૂઆત છે.
    Published by:Jay Mishra
    First published:February 09, 2021, 15:57 pm

    ટૉપ ન્યૂઝ