સોમવારે સંસદીય દળની બેઠકમાં કોવિડ 19 (Covid 19) સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાને લઇને ચર્ચા કરવામાં આવી. પેનલમાં કહેવામાં આવ્યું કે કોરોના વાયરસ મહામારીના કારણે 10 કરોડથી પણ વધુ નોકરીઓ ખતરામાં પડી છે. આ બેઠકમાં અનેક વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બિઝનેસ વર્લ્ડમાં છપાયેલી એક ખબર મુજબ પેનલના સદસ્યોએ આ બેઠકમાં Covid 19ના કારણે નોકરીમાં નુક્સાન અને સ્ટાર્ટઅપને વધારો આપવાની આવશ્કયતા જેવા મુદ્દા પર જોર આપવાનું કહ્યું. તેમણે કહ્યું કે આ પડકારરૂપ સમયમાં ઉદ્યોગ અને આંતરિક વેપારને વધારો આપવાની જરૂર છે.
પેનલે કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ ઉદ્યોગો માટે મોટી રાહત સમાન છે સાથે જ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો માર્ગ પણ મોકળો થશે. સુત્રોએ કહ્યું કે બેઠકમાં પેનલના કેટલાક સદસ્યોએ કોવિડ 19ના કારણે લોકોની નોકરીને થયેલા નુક્શાન મામલે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ કે નોકરી કોઇ પણ ગૈર વ્યવસાયિક પરિવાર માટે એક મોટી આશા હોય છે.
વધુ વાંચો :
India-China Faceoff : લદાખમાં ઠંડીના કારણે આવતા મહિનાથી બદલાઇ શકે છે સ્થિત
સુત્રોએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીએ 10 કરોડથી વધુ નોકરીને ખતરામાં મૂક્યું છે. નોકરીઓ જવાથી બેરોજગારી વધશે અને અપરાધમાં પણ વુદ્ધિ થશે. તેવામાં સરકારે રોજગારી આપવા માટે નવી નવા પ્રયાસોને હાથ ધરવા પડશે.
સંક્રમણને દેખતા સંસદીય પેનલની આ બેઠકમાં 31માંથી 13 સદસ્યોએ ભાગ લીધો હતો. કેટલાક સદસ્યોએ ભારત ચીન વચ્ચેના સંબંધોમાં તણાવને જોતો ચીન ઉત્પાદનો પર નિર્ભર કંપનીઓ માટે ચીની ઉત્પાદનો અને વૈકલ્પિક સ્ત્રોત પર પ્રતિબંધની સંભાવના પર પણ સવાલ કર્યા હતા.
Published by:Chaitali Shukla
First published:July 28, 2020, 14:53 pm