એપલના સહ સ્થાપક સ્ટીવ જોબ્સની હાથથી લખેલી જોબ એપ્લિકેશનની થશે હરાજી, કઈ પોસ્ટ માટે કરી હતી અરજી?

એપલના સહ સ્થાપક સ્ટીવ જોબ્સની હાથથી લખેલી જોબ એપ્લિકેશનની થશે હરાજી, કઈ પોસ્ટ માટે કરી હતી અરજી?
ફાઈલ તસવીર

2018માં પણ તેની હરાજી દ્વારા 1,75,000 ડોલરની રકમ એકત્ર કરવામાં આવી હતી. આજના સમયમાં ભારતીય રૂપિયા મુજબ તે આશરે 1.27 કરોડ રૂપિયા થશે.

 • Share this:
  નવી દિલ્હીઃ એપલ કંપનીના (Apple company co fuounder) સહ-સ્થાપક સ્ટીવ જોબ્સે (steve jobs) તેમની પ્રથમ નોકરી માટે 1973માં તેમણે હાથથી લખેલી એપ્લિકેશન (Handwritten application) દ્વારા અરજી કરી હતી. હવે તેમની આ જોબ એપ્લિકેશનની હરાજી (Auction of the application) થવા જઇ રહી છે. આ એક પેજની જોબ એપ્લિકેશનમાં તેમણે કઈ પોસ્ટ અથવા કઈ કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી.

  તે વિશેની માહિતી શામેલ નથી. 2018માં પણ તેની હરાજી દ્વારા 1,75,000 ડોલરની રકમ એકત્ર કરવામાં આવી હતી. આજના સમયમાં ભારતીય રૂપિયા મુજબ તે આશરે 1.27 કરોડ રૂપિયા થશે. ચાર્ટરફિલ્ડ 24 ફેબ્રુઆરીથી 24 માર્ચ દરમિયાન એક મહિનાની હરાજી માટે તેને લિસ્ટ કરશે. ચાર્ટર ફીલ્ડ્સ દ્વારા હરાજી માટે મૂકવામાં આવનાર આ એપ્લિકેશનમાં લખ્યું છે કે સ્ટીવ જોબ્સે રીડ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો છે.  આ એપ્લિકેશનમાં સ્ટીવ જોબ્સે તેની કુશળતા તરીકે 'કમ્પ્યુટર' અને 'કેલ્ક્યુલેટર'નો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય 'ડિઝાઇન' અને 'ટેકનોલોજી'નો પણ ઉલ્લેખ છે. તેમણે પોતાની વિશેષ આવડત તરીકે 'ઇલેક્ટ્રોનિક્સ' અને ડિજિટલ 'ટેક અને ડિઝાઇન ઇજનેર'માં રસ દાખવવા લખ્યું છે.

  આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

  હાથથી લખેલી અરજી


  હરાજી પહેલા અરજી અંગે કઈ માહિતી આપવામાં આવે છે?
  ચાર્ટરફિલ્ડ્સની વેબસાઇટ પર સ્ટીવ જોબ્સની જોબ એપ્લિકેશન અંગે લખ્યું છે કે, '1973માં નોકરી માટે એક પેજની અરજીને હરાજી માટે મૂકવામાં આવી છે. આ એપ્લિકેશનમાં સ્ટીવ જોબ્સે કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર સાથેના તેના અનુભવ વિશે જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક અને ડિઝાઇન ઇજનેર ડિજિટલમાં તેમની વિશેષ ક્ષમતાઓ છે.

  આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

  તેમાં લખ્યું છે કે, 'એવું માનવામાં આવે છે કે જ્યારે તેમણે ઓરેગોનના પોર્ટલેન્ડની રીડ કોલેજમાંથી તેણે અભ્યાસ છોડી દીધો, ત્યારે આ એપ્લિકેશન કરવામાં આવી છે. એક વર્ષ પછી તેમણે અટારીમાં ટેકનિશિયન તરીકે જોડાયા. જ્યાં તેમણે સ્ટીવ વોઝનીઆક સાથે કામ કર્યું. 1976માં બંનેએ સાથે મળીને એપલની રચના કરી.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

  સ્ટીવ જોબ્સની આ એપ્લિકેશન કઈ સ્થિતિમાં છે?
  આ વેબસાઇટ પર હરાજી પહેલાં કહેવામાં આવ્યું હતું કે, થોડી કરચલી અને હળવા રંગ સિવાય, આ એપ્લિકેશન હજી સારી સ્થિતિમાં છે. તે ક્યાંય કપાઈ નથી. આ એપ્લિકેશન સાથે અધિકૃતતા પત્ર અને પ્રમાણપત્ર પણ શામેલ છે. 2018ની શરૂઆતમાં તે હરાજીમાં 1,75,000 ડોલરમાં વેચાઇ હતી.  આ એપ્લિકેશન એવી માહિતી પ્રદાન કરતી નથી, જે જોબ્સે પોસ્ટ માટે અરજી કરી હતી. તેની પ્રથમ નોકરી માટે તેણે કઈ કંપનીમાં અરજી કરી તે પણ જાણી શકાયું નથી. જોકે, તેનો સ્પેકલ વિભાગ સૂચવે છે કે તે એક કમ્પ્યુટિંગ કંપની હશે. આ એપ્લિકેશન એક મહિના માટે ઓનલાઇન હરાજી માટે રાખવામાં આવશે.
  Published by:ankit patel
  First published:February 19, 2021, 15:19 pm