Home /News /business /જિયોફોનની દિવાળી 2019 ગિફ્ટ: જિયોફોન મેળવો ફક્ત રૂ. 699માં!

જિયોફોનની દિવાળી 2019 ગિફ્ટ: જિયોફોન મેળવો ફક્ત રૂ. 699માં!

પ્રતિકાત્મક તસવીર

દિવાળી 2019 ઓફર દ્વારા જિયોફોનમાં સામેલ થયેલા ગ્રાહકો માટે જિયો રૂ. 700ની કિંમતે ડેટા બેનિફિટ ઓફર કરશે. પ્રથમ 7 રિચાર્જ પર જિયો રૂ. 99નો વધારાનો ડેટા ઉમેરશે.

મુંબઈ: ભારતના ડિજિટલ સોસાયટીમાં પરિવર્તિત થવાનો ખરા અર્થમાં પ્રારંભ થઈ ગયો છે. આ પરિવર્તન દુનિયામાં સ્કેલ અને સબસ્ટન્સ એમ બંને દ્રષ્ટિએ વિશિષ્ટ છે. એની સંપૂર્ણ સફળતા માટે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે, કોઈ પણ ભારતીય ડિજિટલ ક્રાંતિનાં ફળથી બાકાત ન રહે.

આજની એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં વાજબી ઇન્ટરનેટ માનવની મૂળભૂત જરૂરિયાત છે અને રોટી, કપડાં અને મકાનની જેમ મનુષ્યનો મૂળભૂત અધિકાર પણ છે. આ કારણે ભારતમાં વોઇસ કોલિંગની સાથે જિયો ડેટા સર્વિસને જરૂરિયાતમંદ ભારતીયોની પહોંચમાં લાવી હતી. જ્યારે નોન-જિયો ઓપરેટર્સ 2જી ડેટાની નબળી ગુણવત્તા માટે જીબીદીઠ રૂ. 500થી વધારે ચાર્જ લેતાં હતાં, ત્યારે જિયોએ સંપૂર્ણપણે 4જી નેટવર્ક સૌથી વધુ ગુણવત્તાયુક્ત ડેટા સાથે સૌથી વધુ વાજબી ડેટા ચાર્જીસે પ્રદાન કર્યું છે. ઉપરાંત જિયોએ સામાન્ય ભારતીયોને વિશ્વનો સૌથી સસ્તો 4જી-સક્ષમ સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવ્યો હતો.

દરેક ભારતીયને ગર્વ છે કે, જિયો સ્માર્ટફોન એકમાત્ર સ્માર્ટફોન છે, જે ભારતમાં, ભારતીયો દ્વારા, ભારતીયો માટે અને ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ સાથે બને છે! રૂ.1,500ની કિંમતે જિયોફોન બજારમાં ઉપલબ્ધ સસ્તામાં સસ્તાં સ્માર્ટફોનની કિંમતથી 25 ટકા ઓછી કિંમતે મળે છે.

એનાં લોંચ પછી અત્યાર સુધી આશરે 7 કરોડ 2જી યુઝર્સને જિયોફોન પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા છે, જેમને પહેલીવાર ડિજિટલ સેવાઓની વિસ્તૃત રેન્જ મળી છે. એટલું જ નહીં ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન હજુ પણ સાકાર થવાનું બાકી છે.
આ કારણે હજુ 2જી નેટવર્ક ધરાવતાં 35 કરોડ ભારતીયો પાસે સ્માર્ટફોન નથી. તેઓ આપણાં દેશનાં સૌથી વંચિત લોકોમાં સામેલ છે, જેઓ માટે જિયોફોનની ઓછી કિંમત પણ વાજબી નથી. આ 35 કરોડ 2જી યુઝર્સ પાસે અત્યારે મુશ્કેલ પસંદગી છે, જેમને ડેટા સર્વિસીસ છોડવી પડશે અથવા નબળી ગુણવત્તાયુક્ત 2જી ડેટા માટે વધારે ડેટા રેટ ચુકવવો પડે છે. તેમને ન તો ફ્રી વોઇસ કોલનો લાભ મળે છે, ન તેઓ ઇન્ટરનેટની સુવિધા મેળવી શકે છે.

એટલે જિયોએ તમામ ભારતીયોનું ટોટલ ડિજિટલ ઇન્ક્લૂઝન કરવા વધુ એક મોટું પગલું લીધું છે. આજે જિઓએ જિયોફોન દિવાલી 2019 ઓફર નામની સ્પેશ્યલ વન-ટાઇમ ઓફર રજૂ કરી હતી.

દશેરા અને દિવાળીનાં તહેવારોની સિઝન દરમિયાન જિયો ફક્ત રૂ. 699ની સ્પેશ્યલ કિંમતે જિયોફોન ઉપલબ્ધ કરાવશે, જેની કિંમત અત્યારે રૂ. 1500 છે. આ રૂ. 800ની સ્પષ્ટ બચત છે, જેમાં કોઈ વિશેષ શરતો નથી, જેમ કે તમારાં જૂનાં ફોન સામે એક્સચેન્જ વગેરે.

આ કિંમત બજારમાં હાલનાં 2જી ફિચર ફોનથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. આ રીતે ફિચર ફોન યુઝર્સને 4જી સર્વિસમાં અપગ્રેડ થવાનો અંતિમ અવરોધ પણ હવે દૂર થયો છે.

રૂ. 700ની પ્રતિબદ્ધતા સામે જિયોફોનનાં ગ્રાહકને જિયોફોન ખરીદવા રોકાણ કરશે અને 2જીમાંથી 4જીમાં માઇગ્રેટ થશે ત્યારે જિયો એની તરફથી રોકાણ કરવાનું વચન આપે છે. આ જિયોનું ભારતીય સમાજને ઇન્ટરનેટ અર્થતંત્ર બનાવવા જરૂરિયાતમંદ વર્ગો તરફનું રોકાણ અને પ્રતિબદ્ધતા છે.

દિવાળી 2019 ઓફર દ્વારા જિયોફોનમાં સામેલ થયેલા ગ્રાહકો માટે જિયો રૂ. 700ની કિંમતે ડેટા બેનિફિટ ઓફર કરશે. પ્રથમ 7 રિચાર્જ પર જિયો રૂ. 99નો વધારાનો ડેટા ઉમેરશે.

રૂ. 700નો આ વધારાનો ડેટા જિયોફોનનાં યુઝર્સને મનોરંજન, પેમેન્ટ, ઇ-કોમર્સ, શિક્ષણ, લર્નિંગ, ટ્રેન અને બસ બુકિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્સ વગેરેની દુનિયામાં લઈ જશે.

જિયોફોન પર આ રૂ. 800ની બચત અને રૂ. 700નો ડેટા એમ દરેક જિયોફોન પર રૂ. 1,500નો મોટો લાભ. આ રૂ. 1500નો લાભ જિયોની ડિજિટલ ઇન્ડિયાને આગળ વધારવા માટેની દિવાળી ગિફ્ટ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ ડી અંબાણીએ કહ્યું હતું કે, “જિયો સુનિશ્ચિત કરશે કે કોઈ ભારતીય વાજબી ઇન્ટરનેટથી વંચિત નહીં રહે અને ડિજિટલ ક્રાંતિનાં ફળ બધાને મળશે. ‘જિયોફોન દિવાળી ગિફ્ટ’ ઓફર કરીને અમે રૂ. 1,500નું રોકાણ કરીને ઇન્ટરનેટ અર્થતંત્રમાં તળિયે રહેલી દરેક નવી વ્યક્તિ માટે રૂ. 1,500નું રોકાણ કરીશું. આ અમારી આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ઇન્ડિયા મિશનની સફળતામાં અમારી પ્રતિબદ્ધ પણ સૂચવે છે.
First published:

Tags: Diwali Gift, Jio phone, Telecom

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો