Reliance AGM 2020: જિઓ માર્ટ અને WhatsApp સાથે મળી કરિણાયાની દુકાનોને ઓનલાઇન લાવશે

News18 Gujarati
Updated: July 15, 2020, 7:23 PM IST
Reliance AGM 2020:  જિઓ માર્ટ અને WhatsApp સાથે મળી કરિણાયાની દુકાનોને ઓનલાઇન લાવશે
આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 43મી એજીએમમાં કરી મોટી જાહેરાત

જિઓ માર્ટ વોટ્સએપનું પ્લેટફોર્મ વાપરશે જેના દ્વારા ઇકોમર્સની દુનિયામાં કરિણાયાની દુકાનોનો પ્રવેશ થઈ શકશે

  • Share this:
આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGM (RIL 43rd AGM 2020) મળી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani) શેરહોલ્ડર્સને વીડિયો કૉન્ફરન્સથી સંબોધન કર્યુ હતું. આ એજીએમમાં રિલાયન્સ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી, જેમાંની એક જાહેરાત જિઓ માર્ટને લગતી છે. દેશના કેટલાક ઠેકાણે કાર્યરત જિયો માર્ટ હવે ભારતભરમાં વિકાસ પામશે. દેશના 200 શહેરોમાં શરૂ થયેલું જિઓ માર્ટ હવે દેશભરમાં પહોંચશે. ફેસબૂક સાથેના જિઓના જોડાણ બાદ હવે જિઓ માર્ટ કરિયણાની દુકાનોને ઓનલાઇન લાવવા માટે વોટ્સએપનો ઉપયોગ કરશએ.

આરઆઇએલની એજીએમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે દેશભરમાં 400 મિલિયન યૂઝર્સને જિઓ માર્ટ મદદ કરશે. જિઓના પ્લેટફોર્મની મદદથી દેશની ઓફાલાઇન કરિણાની દુકાનોને ઓનલાઇન લાવવામાં આવશે. આ પગલું સાકાર થતા નાના કરિણાયાના વેપારીઓનો ધંધો વિકાસ પામશે.

આ પણ વાંચો :  Jio આવતા વર્ષે લોન્ચ કરશે મેડ ઇન ઇન્ડિયા 5G સર્વિસ - મુકેશ અંબાણીની જાહેરાત

વર્તમાન સમયમાં અને નજીકના ભવિષ્યમાં જિઓ માર્ટનું ધ્યાન કરિયાણું અને ખાદ્ય પદાર્થો પર કેન્દ્રીત રહેશે. જોકે, ભવિષ્યમાં અન્ય ક્ષેત્રોના દ્વાર પણ ખુલશે. જિઓ માર્ટના આગામી તબક્કામાં ઇલેક્ટ્રોનિકનો સમાવેશ કરવામાં આવશે.

જાહેરાત મુજબ જિઓ માર્ટ દ્વારા નવા ગ્રાહકોને પ્રથમ ઓર્ડર સાથે કોવિડ કેર કીટ આપવામાં આવશે. જે રાજ્યોમાં અને ક્ષેત્રોમાં જિઓ માર્ટ આવશે ત્યાં માત્ર 40 મિનિટના નજીવા સમયમાં જિઓ માર્ટના પ્લેટફોર્મ એક કરિયાણાની દુકાનો ઓનલાઇન થઈ શકશે.
જિઓ માર્ટે જિઓ મીટ સાથે વિકસીત થશે. જિઓ મીટના માધ્યમથી સ્વાસ્થ્ય અને શિક્ષણના ટેકનોલોજી એરિયામાં ખૂબ મદદ મળી શકશે. જિઓ માર્ટ દેશા અનેક શહેરોમાં ખૂબ જ ઝડપથી વિકસવા માટે આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો :  Reliance AGM 2020: JioMeet એપને 14 દિવસમાં 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરાઈ

(ડિસ્કલેમર : ગુજરાતી.ન્યૂઝ18.કોમ નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટનો એક ભાગ છે જેનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આધીન છે. રિયાલન્સ જિઓ પણ તેનો જ ભાગ છે. )
Published by: Jay Mishra
First published: July 15, 2020, 7:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading