Home /News /business /

JioMartના ફ્રેન્ચાઇઝી પાર્ટનર બનશે કરિયાણા સ્ટોર્સ, રિલાયન્સ નહીં કરે ગ્રોસરી-FMCG પ્રોડક્ટ્સનું ડાયરેક્ટ વેચાણ

JioMartના ફ્રેન્ચાઇઝી પાર્ટનર બનશે કરિયાણા સ્ટોર્સ, રિલાયન્સ નહીં કરે ગ્રોસરી-FMCG પ્રોડક્ટ્સનું ડાયરેક્ટ વેચાણ

હવે જિયોમાર્ટ ફ્રેન્ચાઇઝી મોડલથી કરિયાણા સ્ટોર્સ જ પોતાના આસપાસના ગ્રાહકોને ગ્રોસરી અને FMCG પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકશે

હવે જિયોમાર્ટ ફ્રેન્ચાઇઝી મોડલથી કરિયાણા સ્ટોર્સ જ પોતાના આસપાસના ગ્રાહકોને ગ્રોસરી અને FMCG પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકશે

  નવી દિલ્હીઃ રિલાયન્સ રિટેલ (Reliance Retail) પોતાના ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર પેકેજ્ડ ફૂડ, ગ્રોસરી અને FMCG પ્રોડક્ટ્સનું વેચાણ નહીં કરે. આ પ્રોડક્ટસના વેચાણ માટે કંપની કરિયાણા સ્ટોર્સ ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સની મદદ લેશે જે પોતાના આસપાસના ગ્રાહકોને સીધી રીતે આ પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકશે. રિલાયન્સ રિટેલે અમેઝોન, ગ્રોફર્સ અને બિગબાસ્કેટને જોતાં પોતાની રણનીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

  બે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કરિયાણા સ્ટોર્સ રિલાયન્સ કે અન્ય સ્થળોથી પ્રોડક્ટ્સ ખરીદી શકશે. જો જિયોમાર્ટના માધ્યમથી કોઈ પ્રોડક્ટ ઓર્ડર કરવામાં આવે છે અને કરિયાણા સ્ટોર પર તે સ્ટોકમાં નથી તો રિલાયન્સ રિટેલ તેની સપ્લાય કરશે. માર્જિન બંનેની વચ્ચે સરખો વહેંચવામાં આવશે. જોકે, રિલાયન્સ ફળો અને શાકભાજીનું વેચાણ કરતી રહેશે.

  રિલાયન્સે પોતાના B2B કેશ એન્ડ કેરી સ્ટોર ફોર્મેટથી પણ નીકળવાની જાહેરાત કરી છે. રિલાયન્સ માર્કેટ હવે કરિયાણા સ્ટોર્સને B2B પ્રોડક્ટ ડિલીવશી માટે ફુલફીલમેન્ટ સેન્ટર તરીકે કામ કરશે. નજીકના કરિયાણા સ્ટોર્સ ઓનલાઇન ઓર્ડર કરી શકશે અને પછી તેમના સ્ટોર્સ સુધી પ્રોડક્ટ્સની ડિલીવરી કરવામાં આવશે.

  આ પણ વાંચો, મોંઘવારી! તેલ, સાબુ અને ટૂથપેસ્ટના વધવાના છે ભાવ, જાણો શું છે કારણ

  જૂન ક્વાર્ટરમાં જિયોમાર્ટ કરિયાણા સ્ટોર્સના માધ્યમથી ગ્રાહકોને પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની આ સિસ્ટમમાં 30 શહેરો માટે શરૂ કરશે. તેના માટે 56,000થી વધુ કરિયાણા સ્ટોર્સની સાથે કરાર કરવામાં આવી રહ્યો છે. પ્રારંભિક રીતે તેને ત્યાં લાગુ કરવામાં આવશે, જ્યાં જિયોમાર્ટ કામ કરી રહ્યા છે. હાલ એપ્રિલ સુધી 100 શહેરોમાં કરિયાણા સ્ટોર્સને જિયોમાર્ટથી જોડવાનું કામ ચાલી રહ્યું છે.

  અધિકારીએ જણાવ્યું કે, કરિયાણા સ્ટોર્સને સામેલ કરવા એક લાંબી પ્રક્રિયા છે. આગામી કેટલાક મહિના સુધી જિયોમાર્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ કરિયાણા સ્ટોર્સ અને પિન કોડના આધાર પર સેલ્સ ચાલુ રાખશે. તેઓએ કહ્યું કે, પરંતુ એક સમય બાદ FMCG અને ગ્રોસરીનું ડાયરેક્ટ વેચાણથી બહાર નીકળી જશે.
  ગત સપ્તાહે જ રિલાયન્સે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ કોન્ટ્રાક્ટ કે કોર્પોરેટ ફાર્મિંગનું કામ નહીં કરે. કંપની કૃષિ યુક્ત જમીન પણ નહીં ખરીદે. મૂળે, નવા કૃષિ કાયદાની વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનની આડમાં અરાજક તત્વોએ પંજાબ સ્થિત રિલાયન્સના સ્ટોર્સ એન જિયો ટાવરોને નુકસાન પહોંચાડ્યું હતું.

  અત્યાર સુધી, રિલાયન્સ પોતાના ઇ-કોમર્સ સાઇટ તથા એપ જિયોમાર્ટના માધ્યમથી પ્રાપ્ત ઓર્ડરોને પૂરા કરવા માટે પોતાના રિટેલ નેટવર્કના માધ્યમથી ગ્રોસરી અને FMCG પ્રોડક્ટસ પહોંચાડે છે. કોરોના વાયરસ મહામારીમાં ગ્રાહકો સ્ટોર જવાને બદલે ઓનલાઇન જ ખરીદી કરી રહ્યા છે. આ જ કારણ છે કે ફૂડ અને ગ્રોસરીના ઓનલાઇન સેલમાં તેજી જોવા મળી રહી છે.

  આ પણ વાંચો, Shripad Naik Accident: પરિવાર સાથે ગોકર્ણ પરત ફરી રહ્યા હતા શ્રીપદ નાઇક, હાઇવે પર શોર્ટકટ લેવો પડ્યો મોંઘો!

  જિયોમાર્ટ પર રોજ લગભગ 3 લાખથી વધુ ફૂડ અને ગ્રોસરીના ઓર્ડર આવે છે. તેમાંથી લગભગ 70 ખરીદી કરનારા રેગ્યૂલર ગ્રાહક છે. રિલાયન્સની પાસે 50થી 80 હજાર વર્ગ ફુટમાં ફેલાયેલા 51 રિલાયન્સ માર્કેટ છે. કંપનીએ તેમાં 26 સ્ટોર્સને રિલાયન્સ સ્માર્ટ સુપરમાર્કેટમાં ફેરવી દીધા છે. તેમાંથી બચેલા અન્ય સ્ટોર્સને B2B સેન્ટર તરીકે તૈયાર કરવામાં આવશે.

  ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Business news, FMCG, Reliance Retail

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन