JioMart Digital: રિલાયન્સની નવી પહેલથી અમેઝોન-ફ્લિપકાર્ટનું આધિપત્ય થશે ખતમ

JioMart Digitalથી મોબાઇલ રિટેલ માર્કેટમાં આવશે ક્રાંતિ, જિયોમાર્ટ ડિજિટલ સાથે દેશના અઢી લાખથી વધુ સ્માર્ટફોન રિટેલર્સ જોડાવાની આશા

JioMart Digitalથી મોબાઇલ રિટેલ માર્કેટમાં આવશે ક્રાંતિ, જિયોમાર્ટ ડિજિટલ સાથે દેશના અઢી લાખથી વધુ સ્માર્ટફોન રિટેલર્સ જોડાવાની આશા

  • Share this:
    નવી દિલ્હી. સ્માર્ટફોન (Smartphones) અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ (Electronic Products) ઓનલાઇન ખરીદવા માટે ફ્લિપકાર્ટ (Flipkart) અને અમેઝોન (Amazon) લોકોની પહેલી પસંદ બનેલી હતી. પરંતુ હવે રિલાયન્સ (Reliance Industries Limited)ના એક પગલાંથી ઇ-કોમર્સ (E-Commerce Business)ની આ દિગ્ગજ કંપનીઓ સામે વધુ સારો ઓફલાઇન વિકલ્પ ઊભો થવા જઈ રહ્યો છે. જિયોફોન નેક્સ્ટ (JioPhone Next)ને લૉન્ચ કરી રિલાયન્સ B2B એમ્પાયર (B2B Empire)માં પોતાનું આગવું સ્થાન ઊભું કરશે.
    હાલમાં સમગ્ર દેશની નજર જિયોફોન નેક્સ્ટ પર છે. લોકો આ ફોનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રિલાયન્સ તેના સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ રિટેલ બિઝનેસને સાચા અર્થમાં ફેરવવા માટે ઓફલાઇન નેટવર્ક બનાવી રહી છે.

    વેબસાઇટ Ken.Comના અહેવાલ મુજબ, જિયોમાર્ટ દેશના મોબાઇલ ફોન રિટેલર્સને ઓનબોર્ડ લાવવા માટે મોટાપાયે આયોજન કરી રહ્યું છે. જેમ છેલ્લા થોડાક વર્ષોમાં રિલાયન્સે જેવી રીતે કરિયાણાની દુકાનોને ઓનબોર્ડ લાવીને ધંધામાં વધારો કર્યો છે તેવી જ રીતે સ્માર્ટફોન માર્કેટમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરવા માટે બીટુબી ઇ-કોમર્સમાં નવું પગલું ભરવા જઈ રહી છે. કેન વેબસાઇટ મુજબ, આ નવા બિઝનેસને જિયોમાર્ટ ડિજિટલ (JioMart Digital) નામ આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, ખેડૂતો માટે Toyotaની શાનદાર ઓફર, મકાઈ અને સોયાબીનને બદલે ઘરે લઈ જાઓ SUV

    જિયોમાર્ટ ડિજિટલ (JioMart Digital)એ ભારતના સ્માર્ટફોન માર્કેટ એક મજબૂત પકડ જમાવવાનો રિલાયન્સનો પ્રયાસ છે. અમેઝોન અને ફ્લિપકાર્ટના ઇ-કોમર્સ બિઝનેસના કારણે ઓફલાઇન રિટેલ માર્કેટને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જેની સામે રિલાયન્સે દેશના સ્માર્ટફોન રિટેલર્સને ઓનબોર્ડ લાવવાનો પ્રયાસ કર્યો છે. અમેઝોન અને ફ્લિપકાર્ટ સ્માર્ટફોન કંપનીઓ સાથે ટાઇ-અપ કરીને 30થી 40 ટકા સ્માર્ટફોનનું વેચાણ કરી રહ્યા છે.

    વેબસાઇટ Ken.Comના અહેવાલ મુજબ, રિલાયન્સના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, રિલાયન્સનો હવે જ્યારે નવો ફોન લૉન્ચ થઈ રહ્યો છે, નાના રિટેલર્સ આ નવા ફોનને પોતોના સ્ટોર્સમાં વેચાણ માટે રાખવા ઉત્સાહિત જણાઈ રહ્યા છે. ઓનલાઇન બિટુબી ચેનલના માધ્યમથી આ સ્ટોર સંચાલકો નવા જિયોફોનનો સ્ટોક ખરીદી શકશે. રિલાયન્સને આશા છે કે આ પ્રયાસથી સ્માર્ટફોન રિટેલર્સ સાથેના સંબંધો વધુ મજબૂત થશે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: સતત 23મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

    અહેવાલ મુજબ, રિલાયન્સ પાસે હાલમાં 8200 જિયો સ્ટોર્સ અને 500 રિલાયન્સ ડિજિટલ આઉટલેટ્સ 700થી વધારે શહેરો અને નગરોમાં કાર્યરત છે. આ ઉપરાંત જિયોમાર્ટ ડિજિટલ નેટવર્ક ઊભું થતાં તેમાં 2,50,000 આઉટલેટ્સનો ઉમેરો થતાં રિલાયન્સનું કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક નેટવર્ક વધુ મજબૂત થશે.
    જિયોમાર્ટ ડિજિટલનું આ ઓફલાઇન નેટવર્કના માધ્યમથી રિલાયન્સ અન્ય ઇલેક્ટ્રોનિક નિર્માતા કંપનીઓ સાથે નેગોશિયેશન અને ડીલ કરવામાં વધુ પકડ જમાવી શકશે. જેના કારણે ગ્રાહકોને સ્માર્ટફોન ખરીદવાની વધુ વિકલ્પો અને વધુ ઓફર્સ ઓફલાઇન પણ મળી શકશે.

    માહિતી સૌજન્યઃ the-ken.com

    (Disclaimer- નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
    Published by:Mrunal Bhojak
    First published: