Jio-Facebook ડીલ : JioMart વૉટ્સએપ સાથે કરશે કામ, કરોડો કરિયાણા દુકાનદારોને જોડશે

News18 Gujarati
Updated: April 22, 2020, 1:18 PM IST
Jio-Facebook ડીલ : JioMart વૉટ્સએપ સાથે કરશે કામ, કરોડો કરિયાણા દુકાનદારોને જોડશે
પ્રતિકાત્મક તસવીર

રિલાયન્સે ગત 31મી ડિસેમ્બરના રોજ Amazon અને Flipkartને ટક્કર આપવા માટે પોતાનું નવું ઈ-કૉમર્સ સાહસ 'જિયો માર્ટ' (JioMart) લૉંચ કર્યું હતું.

  • Share this:
નવી દિલ્હી : દેશની સૌથી મોટી ટેલીકૉમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)માં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબુકે (Facebook) મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ જિયો પ્લેટફૉર્મ (Jio Platformર્મ, રિલાયન્સ રિટેલ (Reliance Retail) અને ફેસબુકના મેસેજિંગ પ્લેટફૉર્મ વૉટ્સએપમાં પણ એક કૉમર્શિયલ પાર્ટનરશિપ નક્કી કરવામાં આવી છે, જે ફેસબુક-રિલાયન્સ જિયો ડીલનો જ એક ભાગ હશે. આ ડીલ અંતર્ગત ફેસબુક 43,574 કરોડ રૂપિયામાં જિયોની 9.99 ટકા ભાગીદારી ખરીદશે.

હકીકતમાં આ ડીલથી ભારતમાં રિટેલ શૉપિંગની રીત જ બદલાઈ શકે છે. કારણ કે જિયોમાર્ટ (JioMart) અને ફેસબુકના વૉટ્સએપથી દેશના કરોડો કરિયાણા દુકાનદારો અને ગ્રાહકોને જોડવાની તૈયારીમાં છે. આ રીતે રિલાન્સ રિટેલ પહેલાથી જ બિઝનેસ કરી રહેલા અમેઝોન અને ફ્લિપકાર્ટને બરાબરની ટક્કર આપવા જઈ રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બુધવારે પોતાના એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વૉટ્સએપ સાથે રિલાયન્સની આ કૉમર્શિયલ પાર્ટનરશીપ JioMart પ્લેટફોર્મ પર બિઝનેસને આગળ ધપાવવા અને મેસેન્જર પર નાના વેપારીઓને જોડવા માટે કરવામાં આવી છે. વૉટ્સએપ પહેલા જ ભારતના નાના વેપારીઓને જોડવા માટે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.

આ પણ વાંચો : Jio અને Facebook વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ મુકેશ અંબાણી

ક્યારે શરૂઆત થઈ હતી?

રિલાયન્સે ગત વર્ષે 31મી ડિસેમ્બરના રોજ એમેઝોન અને ફ્લિપકાર્ડને પડકાર ફેંકવા માટે પોતાનું નવું ઈ-કૉમર્સ સાહસ 'જિયો માર્ટ' સૉફ્ટવેર લૉંચ કર્યું હતું. જેને 'દેશની નવી દુકાન' નામ આપવામાં આવ્યું હતું. હાલ નવી મુંબઈ, થાણે અને કલ્યાણ ક્ષેત્રમાં ઑનલાઇન ખરીદદારો જિયો માર્ટની સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે. બહુ ઝડપથી તેને બાકીને શહેરમાં લૉંચ કરવામાં આવશે. 

આ પણ વાંચો :  Reliance Jioમાં ભાગીદારી ખરીદવાથી Facebookને થશે આ ફાયદો!

શું પ્લાન છે?

MoneyControlના સમાચાર પ્રમાણે રિલાયન્સ ખૂબ લાંબા સમયથી દુનિયાનું સૌથી મોટું ઑનલાઇન-ટૂ-ઑફલાઇન ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ બનવા માટે તૈયારી કરી રહી છે. હાલ દેશમાં 15 હજાર કરિયાણા સ્ટોર ડિજિટાઇઝ થયા છે. રિલાયન્સ પોતાના હાઇસ્પીડ 4G નેટવર્કના માધ્યમથી ગ્રાહકોને તેના આસપાસના કરિયાણા સ્ટોર્સને જોડશે જેનાથી ગ્રાહકો ઘરબેઠાં સામાન મંગાવી શકશે.

આ પણ વાંચો :  જાણો Reliance Jio-Facebookની ડીલ કઈ રીતે દેશના ટેલીકૉમ સેક્ટરની તસવીર બદલી નાખશે

એટલું જ નહીં જિયો માર્ટ પોતાના યૂઝર્સને 50 હજારથી વધારે ગ્રોસરી પ્રોડક્ટ્સ, ફ્રી હોમ ડિલીવરી, સામાન પરત કરવા પર કોઈ પૂછપરછ નહીંની નીતિ, અને એક્સપ્રેસ ડિલીવરીનું વચન જેવી સેવા ઑફર કરી રહ્યું છે.

આ ડીલથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પોતાનું દેવું ઓછું કરવા માટે મદદ મળશે. ફેસબુકની ભારતમાં સ્થિતિ વધારે મજબૂત થશે. ફેસબુક માટે ભારત હાલમાં સૌથી મોટું બજાર છે.

(ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
First published: April 22, 2020, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading