JIOએ COAIના વલણ મામલે ટેલિકોમ મંત્રીને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી

News18 Gujarati
Updated: October 31, 2019, 5:13 PM IST
JIOએ COAIના વલણ મામલે ટેલિકોમ મંત્રીને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી
પ્રતિકાત્મક તસવીર

આ પત્રમાં જિયો(JIO)એ જણાવ્યું છે કે, DoTને લખેલા પત્રમાં અમારો મત શામેલ કરાયો નથી. જિયોએ COAI પર બે કંપનીઓને જ સાથ આપવાનો આક્ષેપ કર્યો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ટેલિકૉમ ક્ષેત્રની મોટી કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)એ કેન્દ્રિય ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદને એક પત્ર લખી સેલ્યૂલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (Cellular Operators Association of India- COAI) પ્રત્યે તેની નારાજગી વ્યક્ત કરી છે અને ટેલિકોમ સેક્ટર ચાલતી કેટલીક બાબતો વિશે તેનો મત વ્યક્ત કર્યો છે.

આ પહેલા જિઓએ સેલ્યૂલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (Cellular Operators Association of India- COAI) દ્વારા DoT (Department of Telcome)ને લખેલા પત્રનો જવાબ આપતા કહ્યું છે કે, ટેલિકૉમ સેક્ટરમાં કોઈ પણ પ્રકારની ક્રાઇસિસ (crisis) નથી. આ પત્ર –COAIનાં ડિરેક્ટર જનરલ રાજન મેથ્યુને લખ્યો હતો.

આ પત્રમાં જિયો(JIO)એ જણાવ્યું છે કે, DoTને લખેલા પત્રમાં અમારો મત શામેલ કરાયો નથી. જિયોએ COAI પર બે કંપનીઓને જ સાથ આપવાનો આક્ષેપ કર્યો છે.

જિયોએ COAIને લખેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, જિયો પ્રતિ COAIનું આવું વલણ સાબિત કરે છે કે COAI ઇન્ડસ્ટ્રીનું ઑર્ગેનાઇઝન નહીં પરંતુ બે મુખ્ય ટેલિકૉમ કંપનીનું મુખપત્ર છે. જિયો દ્વારા COAIને લખવામાં આવેલા પત્રના તમામ આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે. જિયોએ COAIનો ઉઘડો લેતા જણાવ્યું છે કે આ પત્રમાં અમારો મત લેવામાં આવ્યો નથી.

જિયોએ ટેલિકોમ મંત્રીને લખેલા પત્રની નકલ


જિયોએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, બે ઑપરેટરોની નિષ્ફળતાનો પ્રભાવ સમગ્ર ક્ષેત્ર પર પડ્યો નથી. આ સાથે આની અસર ડિઝીટાઇઝેશન અને સરકારી પ્રોગ્રામ પર નહીં પડે. COAIએ DoTને લખેલા પત્રમાં ટેલિકૉમ ક્ષેત્રમાં નાણાકીય દબાવ હોવાનો ઉલ્લેખ કર્યો છે.જિયોએ COAI પર ખોટી દલીલ કરવાનો આક્ષેપ કર્યો છે. જિયોએ COAI નું ધ્યાન સુપ્રીમ કોર્ટના એ આદેશ પર દોર્યુ છે અને કહ્યું છે કે ઑપરેટર્સ પાસે એટલી ક્ષમતા છે કે તે સરકારની બાકી રકમની ચુકવણી કરી શકે છે.

જિયોએ લખેલો પત્ર


જિયોએ જણાવ્યું છે કે, COAIએ એક સંસ્થા તરીકે કામ કરવું જોઈએ અને સુપ્રીમ કોર્ટના આદેશ પર સવાલ ઉઠાવવાના સ્થાને સંસ્થાના સદસ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ,”.

 
First published: October 31, 2019, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading