સરકાર COAIની નહીં, સુપ્રીમની વાત માને : ​Jioએ ટેલિકૉમ મંત્રીને પત્ર લખ્યો

News18 Gujarati
Updated: November 4, 2019, 4:19 PM IST
સરકાર COAIની નહીં, સુપ્રીમની વાત માને : ​Jioએ ટેલિકૉમ મંત્રીને પત્ર લખ્યો
રિલાયંસ જિયોના કાર્યાલયની ફાઇલ તસવીર

COAI દ્વારા બે ટેલિકૉમ કંપનીને બાકીની ચુકણી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ રાહત આપવાની માંગણી કરાઈ હતી. અગાઉ પણ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી ચુકેલા જિયોએ ટેલિકૉમ મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખ્યો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : સેલ્યુલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (COAI) દ્વારા રિલાયંસ જિયો (Reliance Jio)ને નજર અંદાજ કર્યા હોવાની રાવ જિયોએ ટેલિકૉમ મંત્રીને કરી હતી. આ ઘટના બાદ ફરી એક વાર જિયોએ ટેલિકૉમ મંત્રી રવિ શંકર પ્રસાદને પત્ર લખ્યો છે. જિયોએ ટેલિકૉમ મંત્રીને રજૂઆત કરી છે કે COAI ચોક્કસ એજન્ડાના ભાગરૂપે બે કંપની (એરટેલ અને વોડાફોન-આઇડિયા)ના હિતો બચાવવાની કોશિષ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણ વિરદ્ધ જવાનો પ્રયાસ
જિયોએ પ્રથમ પત્રને ટાંકતા લખ્યું છે કે COAI સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય વિરુદ્ધ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ લેટરમાં રિલાયન્સ ઇન્ફોકૉમ લિમીટેડે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે, એવામાં આ બંને કંપનીઓ સામે સરકારે કડક વલણ અખત્યાર કરવું જ રહ્યું. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ટ બંને કંપનીઓની દલીલોને ફગાવતાં ત્રણ મહિનામાં પૈસા ભરવાનો આદેશ આપ્યો હતો.

બંને ઑપરેટર્સ બાકી રકમ ચુકવવા માટે સક્ષમ
જિયોએ પત્રમાં લખ્યું છે કે બંને સર્વિસ પ્રોવાઇડર્સ સરકારને બાકી રકમ ચુકવવાની ક્ષમતા ધરાવે છે. બંને કંપનીઓ પોતાના રોકાણો અથવા ફ્રેશ ઇક્વિટી કે લોન દ્વારા આ રકમ ચુકવી શકે છે. જિયોએ કહ્યું કે 'અમે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર COAI દ્વારા આ બંને કંપનીને રાહત આપવાની માંગને ફગાવવાનો અનુરોધ કરીએ છીએ. તમામ ઑપરેટર્સે 3 મહિનામાં બાકી રકમ ચુકવવી અનિવાર્ય છે.'

રિલાયંસ જિયોએ ટેલિકૉમ મંત્રીને લખેલા પત્રની નકલ શું છે મામલો?
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા COAIના ડાયરેક્ટર જનરલ રાજન એસ. મૈથ્યૂએ ટેલીકૉમ મંત્રી રવિશંકર પ્રસાદને આ કંપનીઓની ખરાબ નાણાકિય સ્થિતિનો હવાલો આપતાં 1.42 લાખ કરોડ રૂપિયા બાકી રકમને માફ કરવાની માંગ કરી હતી. મૂળે, AGR (Adjusted Gross Revenue) હેઠળ ટેલીકૉમ કંપનીઓ સરકારની સાથે લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ યૂસેઝ ચાર્જ શેરિંગ કરે છે. AGRમાં શું શું સામેલ થશે તેની પરિભાષાને લઈ ટેલીકૉમ કંપનીઓ અને સરકારની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ ટેલીકૉમ કંપનીઓ (Telecom Companies)ને નિર્દેશ આપ્યા હતા કે તેઓ ત્રણ મહિનાની અંદર વ્યાજ સાથે મૂળ રકમ અને પેનલ્ટીને જમા કરાવે.એરટેલની માંગને જ COAIએ આગળ કરીમૈથ્યૂએ ટેલીકૉમ મંત્રીને એમ પણ લખ્યું કે, જો સરકાર માટે પૂરી રકમ માફ કરવું શક્ય ન હોય તો ઓછામાં ઓછું વ્યાજ, પેનલ્ટી અને પેનલ્ટી પર લાગનારા વ્યાજને માફ કરી દે. કારણ કે, છેલ્લા 14 વર્ષથી તેની ચૂકવણી નથી થઈ શકી, એવામાં અમે અનુરધો કરીએ છીએ કે અગાઉની બાકી રકમ ચૂકવવા માટે બે વર્ષનો સમય આપવામાં આવે.નોંધનીય છે કે, COAI તરફથી આ માંગ બિલકુલ એ જ છે જે ભારતી એરટેલના માલિક સુનીલ ભારતી મિત્તલ (Sunil Bhart Mittal) તથા તેમના ભાઈ રાજન મિત્તલ (Rajan Mittal)એ રવિશંકર પ્રસાદ અને ટેલીકૉમ સેક્રેટરી અંશુ પ્રકાશને મળીને કરી હતી.

રવિશંકરને પત્ર લખીને જિયોએ વ્યક્ત કર્યો હતો વિરોધ

જિયોએ ટેલીકૉમ મંત્રી રવિશંકર પ્રસાદને અલગથી એક પત્ર લખીને ટેક્સપેયર્સની કિંમત પર આ ટેલીકૉમ કંપનીઓને રાહત આપવાનો વિરોધ કર્યો છે. જિયોએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો છે કે COAIને ટેલીકૉમ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ તરીકે ન જોવા જોઈએ.
(ડિસ્ક્લેમર : ગુજરાતી ન્યૂઝ 18 ડૉટ કૉમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)


First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading