Jioના માધ્યમથી UPમાં થશે 10 હજાર કરોડનું રોકાણઃ મુકેશ અંબાણી

News18 Gujarati
Updated: February 21, 2018, 11:59 AM IST
Jioના માધ્યમથી UPમાં થશે 10 હજાર કરોડનું રોકાણઃ મુકેશ અંબાણી
સમિટને સંબોધન કરતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી

  • Share this:
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ યુપી ઇન્વેસ્ટર્સ સમિટને સંબોધન કરતા કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં જિયો પ્રદેશમાં 10 હજાર કરોડનું રોકાણ કરશે. એટલું જ નહીં ત્રણ વર્ષમાં જિયોના માધ્યમથી 1 લાખથી વધારે લોકોને રોજગારી મળશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ રાજધાની લખનઉના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે બુધવારે યુપી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉત્તર પ્રદેશની આર્થિક સ્થિતિ સુધારવા, ખેડૂતોની આવક ડબલ કરવા અને યુવાઓને રોજગારી આપવા માટે બે દિવસના ઉદ્યોગપતિઓના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

બીજુ શું કહ્યું મુકેશ અંબાણીએ?

- 'વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા માંગે છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશને આગળ લઈ જવા માંગે છે.'

- 'યોગીએ મુંબઈમાં કહ્યું હતું કે તેઓ જિયોને યુપીના દરેક ગામમાં પહોંચાડવા માંગે છે. મને એ કહેતા આનંદ થાય છે કે ડિસેમ્બર 2018 સુધી જિયો ઉત્તર પ્રદેશના દરેક ગામ સુધી પહોંચી જશે.'

- 'જિયો આગામી ત્રણ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં 10 હજાર કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત આગામી બે મહિનામાં બે કરોડ ફોન આપશે. આગામી ત્રણ વર્ષમાં એક લાખ લોકોને રોજગારી આપશે. નમામિ ગંગે પ્રોજેક્ટમાં રિલાયન્સ ફાઉન્ડેશન માટે જે પણ સહકારની માંગ કરવામાં આવશે તે પૂરી કરવામાં આવશે.'

ગૌતમ અદાણીએ શું કહ્યું?અદાણી જૂથના ગૌતમ અદાણીએ યુપી ઇન્વેસ્ટર્સ સમિટને સંબોધન કરતા કહ્યું કે, 'કંપની ઉત્તર પ્રદેશમાં 35 હજાર કરોડનું રોકાણ કરશે. અમે પ્રદેશમાં 6 લાખ ટન સ્ટોરેજ કેપેસિટીનું નિર્માણ કરીશું. કંપની મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક્સમાં રોકાણ કરશે. આ ઉપરાંત 1000 મેગાવોટ સોલાર પાવર, 5000 મેગાવોટની ક્ષમતાનો સોલાર પાર્ક અને વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીનું નિર્માણ કરશે.'

કુમાર મંગલમ બિરલાએ શું કહ્યું?

બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે, 'અત્યાર સુધી અમે ઉત્તર પ્રદેશમાં 25 હજાર કરોડનું રોકાણ કર્યું છે. અમે ઉત્તર પ્રદેશના સૌથી મોટા ખાનગી રોકાણકાર છીએ. અમે ઉત્તર પ્રદેશમાં અમારો બિઝનેસ વધારવા માટે રોકાણ કરી રહ્યા છીએ તેમજ ભવિષ્યમાં પણ સૌથી મોટા રોકાણકાર રહીશું.'

આનંદ મહિન્દ્રાએ શું કહ્યું?

'અમે વારાણસીમાં અનેક ક્ષેત્રમાં રોકાણ કરીશું. વારાણસીમાં રિસોર્ટ બનાવીશું. ઉત્તર પ્રદેશ સાથે અમારો જૂનો સંબંધ છે. હું લખનઉમાં જ ભણ્યો અને મોટો થયો છું. હું પ્રવાસી છું, દરેક જગ્યાએ ફરીને હવે સ્વઘરે પરત ફર્યો છું. ઉત્તર પ્રદેશને યુપીની જેમ નહીં પરંતુ, બીજા દેશની જેમ જોવું જોઈએ. અમે અહીં 25 હજાર કરોડનું રોકાણ કરીશું.'

આ સમિટમાં પીએમ મોદી પણ હાજર રહ્યા છે. ઉદ્યોગપતિઓની વાત કરીએ તો તેમાં મુકેશ અંબાણી, આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ બિરલા, અડાણી જૂથના ગૌતમ અદાણી, મહિન્દ્રા જૂથ અધ્યક્ષ આનંદ મહિન્દ્રા, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખર સામેલ થયા છે.

આ ઉપરાંત ટોરન્ટ પાવરના સુધીર મહેતા, કેડિલા હેલ્થકેરના અધ્યક્ષ પંકજ પટેલ, અરવિંદ મિલ્સના એજ્યુકેશન ડિરેક્ટર કુલીન લાલભાઈ, એએસડબ્લ્યૂ જૂથના ચેરમેન સજ્જન જિંદાલ, એસ્સેલ જૂથના અધ્યક્ષ સુભાષ ચંદ્રા, જીએમઆર જૂથના અધ્યક્ષ જીએમઆર રાવ સહિત જાણીતી હસ્તીઓ હાજર રહી છે.
First published: February 21, 2018
વધુ વાંચો
अगली ख़बर