દિલ્હી હાઈકોર્ટેના શુક્રવારે આપેલા આદેશ પર દૂરસંચારની વરિષ્ઠ કંપની એરટેલે આશ્વાસન આપતા કહ્યું છે કે, તે 'લાઈવ અને ફ્રી એક્સેસ'ની વિજ્ઞાપનમાં બદલાવ કરશે.
ટેલિકોમ ક્ષેત્રની મોટી કંપની એરટેલે શુક્રવારે હાઈકોર્ટને આશ્વાસન આપ્યું કે, તે આઈપીએલ કવરેજને લઈ પોતાના નવા વિજ્ઞાપન કેંપેનમાં જરૂરી ફેરફાર કરશે. આ બધુ રિલાયયન્સ જીયોની ફરિયાદ બાદ થયું છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જીયો દ્વારા એરટેલ સામે ફરિયાદ કરવામાં આવી હતી કે, એરટેલ મોબાઈલ કસ્ટમર્સને ભ્રમિત કરે છે.
આઈપીએલ સમયે એરટેલના વિજ્ઞાપનમાં "લાઈવ ઔર મુફ્ત" કહેવામાં આવે છે, જેના પર જીયોને વિરોધ દર્શાવ્યો હતો. હવે એરટેલે કોર્ટમાં કહ્યું કે, તેમના વિજ્ઞાપનમાં જરૂરી ફેરફાર કરી તે સમજાવવામાં આવશે કે, આમાં માત્ર હોટસ્ટાર પ્લેટફોર્મ પર વીડિયો સ્ટ્રીમિંગ ફ્રી રહેશે. પરંતુ ડેટા માટે ગ્રાહકોએ પ્લાન અનુસાર ખર્ચ કરવો પડશે.
રિલાયન્સ જીયોની એક અરજી પર સુનાવણી દરમ્યાન એરટેલે ન્યાયાધિશ યોગેશ ખન્ના સમક્ષ આશ્વાસન આપ્યું છે. જીયોએ એરટેલ સંબંધિત વિજ્ઞાપનને ભ્રામક બતાવ્યું હતું. જીયોના વકિલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, એરટેલનો ટી-20 કવરેજની લાઈવ અને ફ્રીનો દાવો કરતી એડ ગ્રહકોને ભ્રામક કરતી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર