Home /News /business /

Jio Q4 result : રિલાયન્સ JIO ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 15.4 ટકા વધીને રૂ. 4,173 કરોડ થયો

Jio Q4 result : રિલાયન્સ JIO ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 15.4 ટકા વધીને રૂ. 4,173 કરોડ થયો

રિલાયન્સ જીયો ચોથા ક્વાર્ટરનું પરિણામ

Jio Q4 result : મનીકંટ્રોલના એક સમાચાર અનુસાર, આ સમયગાળા દરમિયાન રિલાયન્સ જીયો (Reliance Jio) આવક 8 ટકા વધીને 20,901 કરોડ થઈ છે, જે અગાઉના ક્વાર્ટરમાં 19,502 કરોડ રૂપિયા હતી.

    નવી દિલ્હી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની, રિલાયન્સ જિયો ઇન્ફોકોમે (Reliance Jio) 6 મેના રોજ નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરના પરિણામો (Jio Q4 result) ની જાહેરાત કરી છે. માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં, Jio Infocommનો ચોખ્ખો નફો ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે 15.4 ટકા વધ્યો છે અને આ આંકડો 4,173 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

    મનીકંટ્રોલના એક સમાચાર અનુસાર, આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 8 ટકા વધીને 20,901 કરોડ થઈ છે, જે અગાઉના ક્વાર્ટરમાં 19,502 કરોડ રૂપિયા હતી.

    કુલ આવકમાં વાર્ષિક ધોરણે 9.6 ટકા

    31 માર્ચ, 2021 ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોની કુલ આવક રૂ. 20,945 કરોડ હતી, જ્યારે 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ. 19,502 હતી. આ ક્વાર્ટર-ટુ-ક્વાર્ટર આવક છે. જો આપણે વાર્ષિક ધોરણે વાત કરીએ તો 31 માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં Jioની કુલ આવક 77,204 કરોડ રૂપિયા રહી છે, જ્યારે ગયા વર્ષે 31 માર્ચ 2021ના રોજ આ આવક 70,436 કરોડ રૂપિયા હતી. વાર્ષિક ધોરણે આ વૃદ્ધિ 9.61 ટકા રહી છે.

    વાર્ષિક ધોરણે ખર્ચમાં 5% વધારો

    31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો કુલ ખર્ચ રૂ. 15,353 કરોડ રહ્યો છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા પાછલા ક્વાર્ટરમાં Jioનો કુલ ખર્ચ 14,655 કરોડ રૂપિયા નોંધાયો હતો. જો આપણે વાર્ષિક ધોરણે જોઈએ તો, 31 માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રિલાયન્સ જિયોનો કુલ ખર્ચ રૂ. 57,339 કરોડ રહ્યો છે, જ્યારે 31 માર્ચ 2021ના રોજ પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ ખર્ચ રૂ. 54,349 કરોડ નોંધાયો હતો. આ રીતે વાર્ષિક ધોરણે આ આવક 5.50 ટકા છે.

    આ પણ વાંચોPrice Hike: બ્રાન્ડેડ કપડા થશે મોંઘા, ફેશન રિટેલરો ભાવમાં વધારો કરવાની તૈયારીમાં

    મનીકંટ્રોલના સમાચાર મુજબ, 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર માટે રિલાયન્સ જિયોનો EBITDA, ત્રિમાસિક ધોરણે 10.5 ટકા વધીને રૂ. 10,510 કરોડ થયો છે જે સમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 9,514 કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં, રિલાયન્સ જિયોનું EBITDA માર્જિન ત્રિમાસિક ધોરણે 49.2 ટકા વધીને 50.3 ટકા રહ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Jio, Jio News, Reliance group, Reliance Industries, Specifications reliance jio, રિલાયન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રિલાયન્સ જીયો, રિલાયન્સ જીયો 4જી

    આગામી સમાચાર