7 સપ્તાહમાં 10મી ડીલ, જિયો પ્લેટફોર્મ્સમાં L Catterton કરશે 1,894.50 રૂપિયાનું રોકાણ

News18 Gujarati
Updated: June 14, 2020, 7:30 AM IST
7 સપ્તાહમાં 10મી ડીલ, જિયો પ્લેટફોર્મ્સમાં L Catterton કરશે 1,894.50  રૂપિયાનું રોકાણ
પ્રતિકાત્મક તસવીર

દુનિયાની સૌથી મોટી કન્ઝયૂમર-ફોકસ્ડ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ L Cattertonએ જિયો પ્લેટફોર્મ્સમાં 0.39 ટકાનો સ્ટેક ખરીદવાની જાહેરાત કરી

  • Share this:
મુંબઈઃ દુનિયાની સૌથી મોટી કન્ઝયૂમર-ફોકસ્ડ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ L Cattertonએ જિયો પ્લેટફોર્મ્સમાં 0.39 ટકાનો સ્ટેક માટે 1,894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તેની સાથે જ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ડિજિટલ યૂનિટ જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)ને 7 સપ્તાહની અંદર 10મું રોકાણ મળ્યું છે. L Cattertonની સાથે આ ડીલની જાહેરાત બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયો પ્લેટફોર્મ્સના 22.38 ટકા સ્ટોક વેચીને 1 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂડી એકત્ર કરી લીધી છે.

ભારતમાં 200થી વધુ ઇન્વેસ્ટમેન્ટ

આ સ્ટેક સેલથી જિયો પ્લેટફોર્મ્સની પાસે અત્યાર સુધી 1,04,326.65 કરોડ રૂપિયા આવ્યા છે. L Cattertonએ ભારતની મુખ્ય કન્ઝયૂમર બ્રાન્ડ્સમાં 200થી વધુ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. પ્રાઇવેટ ઇક્વિટી ફર્મએ જિયોની ઇક્વિટી વેલ્યૂએશન 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂએશન 5.16 લાખ કરોડ રૂપિયા આંકી છે. આ ડીલના થોડા સમય પહેલા પણ Jio Platformsમાં 0.93 ટકા સ્ટેકને બદલે 4,546.80 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો, ‘તારક મહેતા...’માં દયાબેનની થશે વાપસી, આ ધમાકેદાર ટ્વિસ્ટની સાથે!

આ કંપનીઓએ પણ જિયોમાં રોકાણની કરી છે જાહેરાત

જિયોમાં આટલા મોટા સ્તરે રોકાણની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે 22 એપ્રિલે સોશિયલ મીડિયા કંપની ફેસબુકે 9.99 ટકા હિસ્સેદારી માટે 43,574 કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી અત્યાર સુધી જનરલ અટલાન્ટિક, સિલ્વર લેક પાર્ટનર્સ (બે વાર), વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, KKR, મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપની ADIA અને ટીપીજીએ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું છે.ડિસ્કેલમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

આ પણ વાંચો, ભારતીયો માટે ખરાબ સમાચાર! વધતી બેરોજગારીના કારણે ટ્રમ્પ H1B વીઝા કરી શકે છે સસ્પેન્ડ
First published: June 14, 2020, 7:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading