જિયો પ્લેટફોર્મ્સમાં 11મું રોકાણ, સાઉદી અરબની PIF ખરીદશે 2.32 ટકા સ્ટેક

જો કે હાલ ઝૂમને JioMeet સાથે પ્રતિસ્પર્ધા કરવાનો વારો આવ્યો છે. જિયોમીટના લોન્ચ થવાની સાથે જ અસિમિત મફત વીડિયો કોલિંગ આપે છે. અને લૉન્ચના એક સપ્તાહની અંદર જ 10 લાખ લોકો તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે. ઝૂમના પ્લેટફોર્મમાં મફતમાં 40 મિનિટનો વીડિયો કોલિંગ કરી શકાય છે.

છેલ્લા 9 સપ્તાહમાં સતત 10 નિવેશકો પછી હવે સાઉદી અરબની સોવરેન વેલ્થ ફંડ PIF 2.32 ટકા ભાગીદારી માટે જિયો પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

 • Share this:
  મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) ગુરુવારે જિયો પ્લેટફોર્મ્સમાં (Jio Platforms)માં 11માં રોકાણકારની જાહેરાત કરી છે. છેલ્લા 9 સપ્તાહમાં સતત 10 નિવેશકો પછી હવે સાઉદી અરબની સોવરેન વેલ્થ ફંડ PIF 2.32 ટકા ભાગીદારી માટે જિયો પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 22 એપ્રિલ પછી જિયો પ્લેટફોર્મ્સમાં આ 11મું નિવેશ છે. આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) આ એકમે છેલ્લા 9 સપ્તાહમાં વૈશ્વિક રોકાણકારોને 24.7 ટકા ભાગીદારી વેચીને 1.15 લાખ કરોડ રૂપિયા ભેગા કર્યા છે.

  જિયો પ્લેટફોર્મ્સમાં અત્યાર સુધી 24.7 ટકા સ્ટેકના બદલે કુલ 1,15,693.95 કરોડ રૂપિયા આવી ગયા છે. જિયોમાં રોકાણ કરનાર કંપનીઓની લિસ્ટમાં દુનિયાભરની ટેકનોલોજી કંપનીઓના સૌથી મોટા રોકાણકાર સામેલ છે. પીઆઈએફએ જિયોની ઇક્વિટી વેલ્યૂએશન 4.91 કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂએશન 5.16 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવ્યો છે. હાલમાં જ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ એલ કેટરટન અને ટીપીજીએ જિયોમાં રોકાણની જાહેરાત કરી હતી.  આ કંપનીઓએ પણ જિયોમાં રોકાણની જાહેરાત કરી છે

  જિયોમાં આટલા મોટા સ્તર પર રોકાણની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે 22 એપ્રિલે સોશિયલ મીડિયા કંપની ફેસબુકે 9.99 ટકાની ભાગીદારી માટે 43,574 કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ પછી અત્યાર સુધી જનરલ એટલાંટિક, સિલ્વર લેક પાર્ટનર્સ (બે વખત) વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, KKR, મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપની અને ADIA, TPG અને એલ કેટરટને જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું છે.

  વર્તમાનમાં જિયોમાં કુલ સબ્સક્રાઇબર્સની સંખ્યા 40 કરોડથી વધારે છે અને આ કંપની શાનદાર ક્વોલિટી અને ઓછા દરમાં ડિજિટલ સર્વિસ આપે છે. જિયોએ પોતાના ડિજિટલ ઇકોસિસ્ટમમાં ઘણા મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. જેમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ડિવાઇસેઝ, ક્લાઉડ એન્ડ એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગ્મેન્ટેડ એન્ડ મિક્સ રિયલ્ટી અને બ્લોકચેન સામેલ છે.  પીઆઇએફ એ સાઉદી અરેબિયાનું સોવેરિયન વેલ્થ ફંડ છે અને પોતાના અર્થતંત્રમાં ડાઇવર્સિફિકેશન લાવવાના ભાગરૂપે અત્યાર સુધી ભારતીય અર્થતંત્રમાં મોટું રોકાણ કર્યું છે. આ રોકાણ પીઆઇએફની સ્ટ્રેટેજીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. સાઉદી અરેબિયાના વિઝન 2030નો ઉદ્દેશ આર્થિક પરિવર્તનને આગળ વધારવા લાંબા ગાળે વાણિજ્યિક વળતર આપે એવા ક્ષેત્રો અને કંપનીઓમાં રોકાણ કરવાનો છે. આ ઉદ્દેશ પાર પાડવા જિયોમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણ પીઆઇએફને સાઉદી અરેબિયાના રોકાણને લાભદાયક ક્ષેત્રોમાં કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાત ક્ષેત્રો અને વિકસતી કંપનીઓ સાથે ગાઢ સંબંધો ઊભા કરવાના ભાગરૂપે પણ કરવામાં આવ્યું છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “અમે રિલાયન્સમાં ઘણા દાયકાઓથી સાઉદી અરેબિયાના કિંગ્ડમ સાથે લાંબા અને ફળદાયક સંબંધો ધરાવીએ છીએ. ઓઇલ ઇકોનોમીથી અમારા સંબંધો હવે ભારતની ન્યૂ ઓઇલ (ડેટા-સંચાલિત) ઇકોનોમી તરફ મજબૂત બનવા અગ્રેસર છે, જેનો પુરાવો જિયો પ્લેટફોર્મ્સમાં પીઆઇએફનું રોકાણ છે. હું સાઉદી અરેબિયાના કિંગ્ડમના આર્થિક પરિવર્તનને આગળ વધારવામાં પીઆઇએફની નિર્ણાયક ભૂમિકાની પ્રશંસા કરું છું. હું જિયો પ્લેટફોર્મ્સમાં કિંમતી પાર્ટનર તરીકે પીઆઇએફને આવકારું છું તથા અમે 1.3 અબજ ભારતીયોના જીવનને સમૃદ્ધ કરવા અને સક્ષમ બનાવવા ભારતના ડિજિટલ પરિવર્તનને વેગ આપવા મહત્ત્વાકાંક્ષી પગલાં લીધા હોવાથી તેમનો સતત સાથસહકાર અને માર્ગદર્શન મેળવવા આતુર છીએ.”

  પીઆઇએફના ગવર્નર મહામહિમ યાસિર અલ-રુમાય્યાને કહ્યું હતું કે, “અમને ઇનોવેટિવ બિઝનેસમાં રોકાણ કરવાની ખુશી છે, જે ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં મોખરે છે. અમે માનીએ છીએ કે, ભારતીય ડિજિટલ અર્થતંત્રમાં પુષ્કળ સંભવિતતા રહેલી છે અને જિયો પ્લેટફોર્મ્સ અમને એ વૃદ્ધિનો લાભ લેવાની ઉત્કૃષ્ટ તક પ્રદાન કરે છે. આ રોકાણ અમને સાઉદી અરેબિયાના અર્થતંત્ર તથા અમારા દેશના નાગરિકો ના લાભ માટે લાંબા ગાળે મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક વળતર જનરેટ કરવા સક્ષમ બનાવશે, જે કિંગ્ડમની રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવા અને એની વૃદ્ધિને સુસંગત છે.”
  Published by:Ashish Goyal
  First published: