જિયોની હેપ્પી ન્યૂ યર ધમાકા ઓફર, કસ્ટમર્સને મળશે ફાયદો

Nisha Kachhadiya | News18 Gujarati
Updated: December 23, 2017, 12:19 PM IST
જિયોની હેપ્પી ન્યૂ યર ધમાકા ઓફર, કસ્ટમર્સને મળશે ફાયદો

  • Share this:
જિયો પોતાના કસ્ટમર્સ માટે હેપ્પી ન્યૂ યર ઓફર લાવવાની તૈયારીમાં છે. જિયોના આ પ્લાનનું નામ છે હેપ્પી ન્યૂ યર 2018. જે અંતર્ગત ગ્રાહકોને 2 ઓપ્શન આપવામાં આવશે. હેપ્પી ન્યૂ યર 2018 પ્લાન અંતર્ગત ગ્રાહક ઓછા ભાવમાં વધુ ડેટાનો ફાયદો ઉઠાવી શકશે.

જિયોના પહેલા પ્લાનની કિંમત 199 રૂપિયા હશે. આ પ્લાનમાં ગ્રાહકને ફ્રી વોયસ કોલિંગ, અનલિમિટેડ ડેટા (1.2 gb 4g હાઈસ્પીડ ડેટા પ્રતિ દિવસ), અનલિમિડેટ SMS અને પ્રાઈમ જિયો એપ્સનું સબસ્ક્રિપશન મળશે. પરંતુ આ પ્લાન માત્ર જિયોના પ્રાઈમ મેમ્બરશિપ પ્લાન લેનારા ગ્રાહકોને જ મળશે.

આ સિવાય બીજો પ્લાન પણ જિયો દ્વારા પોતાના ગ્રાહકોને આપવામાં આવશે. આ પ્લાનની કિંમત હશે 299 રૂપિયા. આ પ્લાનમાં ગ્રાહકને ફ્રી વોયલ કોલિંગ, અનલિમિટેડ ડેટા(2 gb 4g હાઈસ્પીડ ડેટા પ્રતિ દિવસ), અનલિમિડેટ SMS અને પ્રાઈમ જિયો એપ્સનું સબસ્ક્રિપશન મળશે. આ પ્લાન પણ માત્ર જિયોના પ્રાઈમ મેમ્બરશિપ પ્લાન લેનારા ગ્રાહકોને જ મળશે.આ દિવસોમાં પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. તમને જણાવી દયે કે આ જીયોના મંથલી પ્લાન્સ છે. જેમા ગ્રાહકોને હાઈ ડેટાનો ફાયદો થશે.

ડિસ્કલેમર: ન્યૂઝ 18 ગુજરાતી નેટવર્ક 18 સમૂહનો જ એક ભાગ છે. ન્યૂઝ 18 ગુજરાતી અને અન્ય ડિજિટલ, પ્રિંટ અને ટીવી ચેનલ નેટવર્ક 18ના જ સમૂહમાં આવે છે. નેટવર્ક 18ની માલિકી અને મેનેજમેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાથમાં જ છે. 
First published: December 23, 2017, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading