Home /News /business /

Jioએ કર્યો 612 કરોડનો નફો, RILનો નફો 4.5 ટકા વધી 9485 કરોડ થયો

Jioએ કર્યો 612 કરોડનો નફો, RILનો નફો 4.5 ટકા વધી 9485 કરોડ થયો

    નાણાકીય વર્ષ 2019ની પ્રથમ ત્રિમાસીકમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝનું પરિણામ ધાર્યા પ્રમાણેનું રહ્યું છે, પ્રથમ ત્રિમાસીકમાં આરાઇએલનો નફો 4.5 ટકા વધી ગયો છે, આ દરમિયાન કંપનીને 9485 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ગત નાણાકીય વર્ષે RILને 9079 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. તો આ દરમિયાન ટેલિકોમ વર્ટિકલ જિયોનો નફો 612 કરોડ રૂપિયા થઇ ગયો છે.

    RILના જીઆરએમ ત્રિમાસીક આધારે ઘટીને 10.50 ડોલર પ્રતિ બેરલ રહ્યો છે. નાણાકીય વર્ષ 2018ની ચોથી ત્રિમાસીકમાં આ 11 ડોલર પ્રતિ બેરલ અને ત્રીજી ત્રિમાસીકમાં 11.60 ડોલર પ્રતિ બેરલ, બીજી ત્રિમાસીકમાં 12 ડોલર પ્રતિ બેરલ હતો.

    કંપનીના એબિટડા માર્જિન 16 ટકા રહ્યું છે, નાણાકીય વર્ષ 2019ની પ્રથમ ત્રિમાસીકમાં RILની આવક 90537 કરોડથી વધીને 1.29 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. પ્રથમ ત્રિમાસીક દરમિયાન રિટેલની આવક 2.2 ગણી વધીને 25890 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ દરમિયાન પેટકેમની આવક 58 ટકા વધી છે. પેટકેમની એબિટમાં 94.9 ટકા વધારો નોંધાયો હતો.

    સતત વધી રહ્યો છે જિયોનો નફો

    રિલાયંસ જિયોને નાણાકીય વર્ષ 2019ની પ્રથમ ત્રિમાસીકમાં 612 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2018ની ચોથી ત્રિમાસીકમાં જિયોને 510 કરોડ અને ત્રીજી ત્રિમાસીકમાં 504 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જિયોના એબટિડા માર્જિન 38.8 ટકા રહ્યો છે, જે વેલ્યૂમાં 3147 કરોડ રૂપિયા છે. તો જિયોની એવરેજ રેવેન્યૂ પ્રતિ યૂઝર 134.5 રૂપિયા થઇ ગઇ છે. જિયોના અત્યારસુધીમાં 19 કરોડથી વધુ ગ્રાહકો થઇ ચૂક્યા છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Jio, Mukesh aambani, રિલાયન્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन