ડિજિટલ સ્વિકૃતિમાં જેન્ડર તફાવતને ઘટાડવા માટે Jioની પહેલ

News18 Gujarati
Updated: July 16, 2019, 10:34 AM IST
ડિજિટલ સ્વિકૃતિમાં જેન્ડર તફાવતને ઘટાડવા માટે Jioની પહેલ
ભારતમાં મહિલાઓમાં ડિજીટલ સ્વિકૃતિ અને ડિજીટલ સાક્ષરતા વધારવા અને જેન્ડર ગેપને દૂર કરવા માટે કંપની જિયો જી.એસ.એસ.એ.ની કનેક્ટેડ વિમેન ઇનિશ્યેટીવ સાથે જોડાઇ છે.

ભારતમાં મહિલાઓમાં ડિજીટલ સ્વિકૃતિ અને ડિજીટલ સાક્ષરતા વધારવા અને જેન્ડર ગેપને દૂર કરવા માટે કંપની જિયો જી.એસ.એસ.એ.ની કનેક્ટેડ વિમેન ઇનિશ્યેટીવ સાથે જોડાઇ છે.

  • Share this:
વિશ્વનું સૌથી મોટું મોબાઇલ ડેટા નેટવર્ક જિયોએ ભારતમાં મહિલાઓ વચ્ચે ડિજિટલ જીવન અપનાવવા અને ડિજિટલ સાક્ષરતામાં જેન્ડર તફાવતને દૂર કરવા જીએસએમની કનેક્ટેડ વુમન પહેલ સાથે ભાગીદારી કરવાની જાહેરાત કરી છે. જેનાથી મહિલાઓને વધુ સશક્ત બનાવવા માટે સાથે મળીને કામ કરશે જ્યારે ડિજિટલ સેવાઓમાં તેમની ઍક્સેસને વધુ સરળ અને ખાસ બનાવશે.

ભારતમાં મહિલાઓમાં ડિજીટલ સ્વિકૃતિ અને ડિજીટલ સાક્ષરતા વધારવા અને જેન્ડર ગેપને દૂર કરવા માટે કંપની જિયો જી.એસ.એસ.એ.ની કનેક્ટેડ વિમેન ઇનિશ્યેટીવ સાથે જોડાઇ છે. જિયો અને જી.એસ.એમ.એ. મહિલાઓમાં ડેટાનો વપરાશ વધે અને જીવનને સમૃધ્ધ બનાવતી ડિજીટલ સર્વિસીસનો ઉપયોગ વધે તે માટે મહિલાઓને વધારે સશક્ત બનાવવાની દિશામાં કામ કરશે.

કનેક્ટેડ વિમેન ઇનિશ્યેટીવના ભાગરૂપે, મોબાઇલ ઇન્ટરનેટની પહોંચ અને મોબાઇલ ઇન્ટરનેટ મની સર્વિસીસમાં મહિલાઓને નડતી અડચણો દૂર કરવા માટે જી.એસ.એમ.એ. મોબાઇલ ઓપરેટરો અને તેમના ભાગીદારો સાથે વૈશ્વિક સ્તરે કામ કરે છે. જી.એસ.એમ.એ. અને સર્વિસ પ્રોવાઇડરો સાથે મળીને મહત્વપૂર્ણ સમાજિક-આર્થિક લાભો આપી શકે છે અને અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાની સાથે મોબાઇલ ઉદ્યોગ માટે પણ મોટા પ્રમાણમાં રહેલી બજારની તકોનો પણ લાભ મેળવી શકે છે.

ડિજીટલમાં સમાવેશ માટે જિયોના ફોક્સ અંગે વાત કરતાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ડાયરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક દશકામાં મોબાઇલ અને ઇન્ટરનેટ ટેકનોલોજીની વૃધ્ધિ ખૂબ જ ઝડપી અને નોંધપાત્ર રહી છે. તે મહિલાઓના સશક્તિકરણ માટે તકો પૂરી પાડે છે અને માહિતી અને શિક્ષણની પહોંચ, ફાયનાન્શ્યલ ઇન્ક્લુઝનને મદદ કરવી અને જીવનને સમૃધ્ધ બનાવતી સેવાઓ તથા રોજગારીની તકો પૂરી પાડીને તે જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આ જ કારણે જિયોની સંકલ્પના રજૂ કરવામાં આવી હતી અને તમામ ભારતીયોનું આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

ભારતનો પોતાનો સ્માર્ટફોન જિયોફોન એ ડિજીટલ સમાવેશની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે, પેહલી વખત મોબાઇલનો ઉપયોગ કરી રહેલા લોકોને ડિજીટલ લાઇફમાં આવરી લીધા છે. માત્ર 501 રુપિયા (લગભગ 7 ડોલર)ની કિંમતેમાં 49 રુપિયાનો મહિનાનો ખર્ચ સાથે અનલિમિટેડ વોઇસ અને ડેટા સર્વિસ પૂરી પાડતો જિયોફોન વધારેને વધારે લોકોને ડિજીટલ સર્વિસનો ઉપયોગ કરવા પ્રોત્સાહન પૂરું પાડે છે અને સક્ષમ પણ બનાવે છે.

જિયોએ દેશમાં લાખો મહિલાઓને ડિજીટલ રીતે સશક્ત બનાવવા માટે અનેક સરકારી પહેલોમાં ભાગીદારી નોંધાવી છે.
First published: July 16, 2019, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading