FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ, Jio ફાઇબરમાં છે આવા પ્લાન

FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ, Jio ફાઇબરમાં છે આવા પ્લાન
FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ, Jio ફાઇબરમાં છે આવા પ્લાન

699 રુપિયા વાળો પ્લાન ‘બ્રોન્ઝ પ્લાન’છે, તેમાં તમને 100Mbpsની સ્પીડ મળશે

  • Share this:
    રિલાયન્સ જિયો ફાઇબર (Jiofiber) આજે એટલે 5 સપ્ટેમ્બર 2019ના રોજ લોન્ચ થયું છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જિયો ફાઇબર લેનાર ગ્રાહકો માટે વેલકમ ઓફર પ્રમાણે ફ્રીબીજ આપવાની જાહેરાત કરી છે. જો તમે પણ જિયો ફાઇબર લેવા માંગો છો તો તેના પ્લાન વિશે જરુર જાણો. તમને જણાવી રહ્યા છીએ જિયો ફાઇબરના પ્લાન અને કેટલી છે તેની કિંમત.

    - ડેટા પ્લાન 100 Mbpsથી શરુ થશે અને 1Gbps સુધી જશે. જિયો ફાઇબરના 100Mbps સ્પીડ વાળા ડેટા પ્લાનની કિંમત 699 રુપિયા છે. જ્યારે તેના મોંઘા 1 Gbps ડેટા સ્પીડની કિંમત 8499 રુપિયા છે.



    - 699 રુપિયા વાળો પ્લાન‘બ્રોન્ઝ પ્લાન’છે. જેની કિંમત 699 રુપિયા છે અને તેમાં તેમને 100Mbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં 100gb+5gb એકસ્ટ્રા ડેટા મળશે. આ બેસ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, TV વીડિયો કોલિંગ, ગેમિંગ સપોર્ટ વગેરે જેવી સુવિધા મળશે.

    - સિલ્વર પ્લાન 849 રુપિયાનો છે. જેમાં તમને 100gb+5gb એકસ્ટ્રા ડેટા મળશે. સિલ્વર પ્લાનમાં પણ તમને 100Mbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે.

    જિયો ફાઇબર પ્લાન


    - આ પછી ગોલ્ડ અને ડાયમંડ પ્લાન છે. ગોલ્ડ પ્લાનમાં 500Mbpsની સ્પીડ મળશે. જ્યારે ડાયમંડ પ્લાનમાં 500Mbpsની સ્પીડ મળશે. ગોલ્ડ પ્લાનમાં તમને 500gb+250gb એકસ્ટ્રા ડેટા મળશે. જ્યારે ડાયમંડમાં 1250gb+250gb ડેટા મળશે. ગોલ્ડ પ્લાનની કિંમત 1299 રુપિયા છે અને ડાયમંડ પ્લાનની કિંમત 2499 રુપિયા છે. ગોલ્ડ પ્લાનમાં પણ દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે.

    - આવી જ રીતે 1Gbpsની સ્પીડ વાળો પ્લેટિનમ પ્લાન 3999 રુપિયામાં લઈ શકો છો. તેમાં તમને 2500gb ડેટા મળશે. આ પ્લાનમાં દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ કન્ટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે.

    તેનો સૌથી મોંઘો પ્લાન ‘ટાઇટેનિયમ’ છે. આ પ્લાનમાં તમને 1Gbps સ્પીડ અને 5000gb અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનમાં પણ પ્લેટિનમ પ્લાન જેવા દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ કન્ટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે.
    Published by:News18 Gujarati
    First published:September 05, 2019, 20:31 IST

    ટૉપ ન્યૂઝ