ફેસબુક-રિલાયન્સ જિયોની ડિલે ભારતીય ડિજિટલ સેક્ટરનું ઉજ્જવળ ભવિષ્ય લખ્યું- બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમ

ફેસબુક-રિલાયન્સ જિયોની ડિલે ભારતીય ડિજિટલ સેક્ટરનું ઉજ્જવળ ભવિષ્ય લખ્યું- બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમ
BIFનું માનવું છે કે ફેસબુક અને જિયો વચ્ચેની પાર્ટનરશીપ 5 કરોડ માઇક્રો, નાના અને મધ્યમ વેપારોને ફાયદો અપાવશે

BIFનું માનવું છે કે ફેસબુક અને જિયો વચ્ચેની પાર્ટનરશીપ 5 કરોડ માઇક્રો, નાના અને મધ્યમ વેપારોને ફાયદો અપાવશે

 • Share this:
  મુંબઈઃ દેશમાં ડિજિટલ કોમ્યુનિકેશનમાં સ્વતંત્ર થિન્ક-ટેન્ક અને પોલિસી ફોરમ બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમ (Broadband India Forum-BIF) ફેસુબુક (Facebook)એ  રિલાયન્સ જિયો (Reliace Jio)માં કરેલા રોકાણને આવકાર્યું છે. ગત સપ્તાહે ફેસબુકે અધિકૃત રીતે જાહેરાત કરી હતી કે કંપની ભારતની ટેલિકોમ્યુનિકેશન જાયન્ટ રિલાયન્સ જિયોનો 9.9 ટકાનો હિસ્સો 5.7 મિલિયન ડૉલર (43574 કરોડ રૂપિયા)માં ખરીદશે. બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમે આ ડિલને ભારતના ડિજિટલ સર્વિસ સેક્ટર માટે મોટું હકારાત્મક પગલું ગણાવ્યું છે.

  બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમનું માનવું છે કે, કોવિડ-19ની મહામારીએ જ્યારે સમગ્ર વિશ્વને પોતાના સકંજામાં લીધું છે ત્યારે અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી છે. આવી કપરી સ્થિતિમાં ફેસબુક અને રિલાયન્સ જિયોનું જોડાણ ડિજિટલ સેક્ટરના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરશે. BIFનું માનવું છે કે ફેસબુક અને જિયો વચ્ચેની પાર્ટનરશીપ 5 કરોડ માઇક્રો, નાના અને મધ્યમ વેપારોને ફાયદો અપાવશે.  બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમે આ ઉપરાંત જણાવ્યું કે, આ ડિલથી કરોડો ખેડૂતો, 30 કરોડ જેટલા નાના વેપારીઓ અને અસંખ્ય નાના-મોટા વ્યવસાયીકોને ફાયદારૂપ રહેશે.

  જિયો પ્લેટફૉર્મ (Jio Platform, રિલાયન્સ રિટેલ (Reliance Retail) અને ફેસબુકના મેસેજિંગ પ્લેટફૉર્મ વૉટ્સએપમાં પણ એક કૉમર્શિયલ પાર્ટનરશિપ નક્કી કરવામાં આવી છે, જે ફેસબુક-રિલાયન્સ જિયો ડીલનો જ એક ભાગ હશે. આ ડીલ અંતર્ગત ફેસબુક 43,574 કરોડ રૂપિયામાં જિયોની 9.99 ટકા ભાગીદારી ખરીદશે. હકીકતમાં આ ડીલથી ભારતમાં રિટેલ શૉપિંગની રીત જ બદલાઈ શકે છે. કારણ કે જિયોમાર્ટ (JioMart) અને ફેસબુકના વૉટ્સએપથી દેશના કરોડો કરિયાણા દુકાનદારો અને ગ્રાહકોને જોડવાની તૈયારીમાં છે. આ રીતે રિલાન્સ રિટેલ પહેલાથી જ બિઝનેસ કરી રહેલા અમેઝોન અને ફ્લિપકાર્ટને બરાબરની ટક્કર આપવા જઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વૉટ્સએપ સાથે રિલાયન્સની આ કૉમર્શિયલ પાર્ટનરશીપ JioMart પ્લેટફોર્મ પર બિઝનેસને આગળ ધપાવવા અને મેસેન્જર પર નાના વેપારીઓને જોડવા માટે કરવામાં આવી છે. વૉટ્સએપ પહેલા જ ભારતના નાના વેપારીઓને જોડવા માટે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.

  આ પણ વાંચો, ફ્રેન્કલિન ટેમ્પલટન સંકટ બાદ Mutual Funds પર દબાણ વધ્યું, RBIએ 50 હજાર કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત

  બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમના પ્રેસિડન્ટ ટી.વી. રામચંદ્રન (TV Ramachandran)એ જણાવ્યું કે, ફેસબુક એન જિયો બને અમારા માનવંતા સભ્યો છે અને તેમના સંબંધિત બિઝનેસ વર્ટિકલમાં લીડર્સ છે. બંનેએ હાથ મેળવીને મજબૂતીથી દર્શાવી દીધું છે કે ભારતમાં ડિજિટલ સર્વિસ સેક્ટરમાં કેટલી પ્રબળ શક્યતાઓ રહેલી છે અને તેનું ઉજળું ભવિષ્ય છે. કોરોનાની મહામારી વચ્ચે આર્થિક સંકટના વાદળો છવાયેલા છે તેવા સમયે બંને કંપનીઓનું સાથે આવવું ખૂબ જ મહત્વપૂર્ણ અને હકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ થશે. BIFએ આ રોકાણના નિર્ણય પર ખુશી વ્યક્ત કરે છે, અને તેના માધ્યમથી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કોમ્યુનિટી ભારતમાં ખાસ કરીને ડિજિટલ ડોમેનમાં રોકાણ કરવા ચોક્કસ આકર્ષાશે એવું લાગી રહ્યું છે.

  ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

  આ પણ વાંચો, WhatsAppની સીક્રેટ ટ્રિકઃ ફોન જોયા વગર જાણો કોનો મેસેજ આવ્યો છે, ખૂબ સરળ રીત

   
  Published by:News18 Gujarati
  First published:April 27, 2020, 15:51 pm

  ટૉપ ન્યૂઝ