Home /News /business /Jio Diwali Celebration Offer: સિમ એક વર્ષ માટે એક્ટિવ રહેશે, મળશે 3699નો લાભ
Jio Diwali Celebration Offer: સિમ એક વર્ષ માટે એક્ટિવ રહેશે, મળશે 3699નો લાભ
Jioએ આપી દિવાળી ઓફર
Jio Diwali Celebration Offer: Jio એ દિવાળીના અવસર પર દિવાળી સેલિબ્રેશન ઑફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ યુઝર્સને રિચાર્જ પર 3,699 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. જો કે, આ ઓફર માત્ર એક જ રિચાર્જ પ્લાન પર ઉપલબ્ધ છે. આ રિચાર્જમાં યુઝર્સને એક વર્ષની વેલિડિટી મળે છે. ચાલો જાણીએ તેની વિગતો...
Jio Diwali Celebration Offer: Jioએ Diwali Celebration Offerની જાહેરાત કરી છે. યૂઝર્સને 1 વર્ષના રિચાર્જ પ્લાન પર આ ઑફરનો લાભ મળી રહ્યો છે. જો કે, Jioની આ ઓફર નવી નથી, તે પહેલા પણ મળી રહી હતી. જો કે આ પ્લાનમાં પહેલાની સરખામણીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. Disney + Hotstar અગાઉ આ પ્લાનમાં ઉપલબ્ધ હતું, જે હવે ઉપલબ્ધ નથી.
આ ઉપરાંત, વધારાના લાભોમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. એક વર્ષની વેલિડિટી સાથેનો આ પ્લાન દૈનિક ડેટા, SMS અને અમર્યાદિત કૉલિંગ ઑફર સાથે આવે છે. આમાં યુઝર્સને ઘણા ખાસ ફાયદા મળી રહ્યા છે. આવો જાણીએ Jio દિવાળી સેલિબ્રેશન ઓફરની વિગતો...
Jio 2,999 રૂપિયાનો રિચાર્જ પ્લાન
Jio દિવાળી સેલિબ્રેશન ઑફરનો લાભ 2,999 રૂપિયાના રિચાર્જ પ્લાન પર ઉપલબ્ધ છે. ઑફર પહેલાં, ચાલો આ પ્લાનમાં ઉપલબ્ધ ટેલિકોમ લાભો વિશે વાત કરીએ...
Jio રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી મળે છે. આમાં યુઝર્સને દરરોજ 2.5GB ડેટા, 100 SMS અને અમર્યાદિત કોલિંગનો લાભ મળે છે. આખા પ્લાનમાં યુઝર્સને કુલ 912.5GB ડેટા મળે છે.
આ ઉપરાંત, તમને Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloudની મફત ઍક્સેસ મળે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝર્સને 64Kbpsની સ્પીડથી ડેટા મળશે.
શું છે Jio Diwali Celebration Offer
આ ઑફર હેઠળ ગ્રાહકોને Zoomin તરફથી 299 રૂપિયાના 2 મિની મેગ્નેટ મફતમાં મળશે. જોકે, યુઝર્સે શિપિંગ ચાર્જ ચૂકવવો પડશે.
આ સિવાય Ferns & Petalsથી 799 રૂપિયાની ખરીદી પર 150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકોને Ixigo પર 4500 રૂપિયા અને તેનાથી વધુની ફ્લાઇટ ટિકિટ પર 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Ajioમાંથી રૂપિયા 2990 કે તેથી વધુની ખરીદી પર 1000 એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ થશે. આ સિવાય યુઝર્સને અર્બન લેડરથી શોપિંગ કરવા પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે યુઝર્સને કુલ 3699 રૂપિયાની ઓફર મળશે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર