Jio-BP Mobility Station: જિયો-બીપીએ લૉંચ કર્યું પ્રથમ મોબિલિટી સ્ટેશન, મળશે આ તમામ સુવિધા

નવડે ખાતે પ્રથમ જિયો-બીપી મોબિલિટી સ્ટેશન શરૂ.

Jio bp launches its first Mobility Station: જિયો-બીપીની યોજના વિશ્વ સ્તરના મોબિલિટી સ્ટેશનનું એક નેટવર્ક લાવવાની છે, જે ગ્રાહકોને ઇંધણના અનેક વિકલ્પ આપશે.

  • Share this:
    મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને બીપીના ફ્યૂઅલ એન્ડ મોબિલીટી જોઈન્ટ વેન્ચર (Mobility joint venture), રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડે (RBML) આજે મહારાષ્ટ્રના નવડે, નવી મુંબઈ ખાતે પોતાનું પ્રથમ જિયો-બીપી બ્રાન્ડેડ મોબિલિટી સ્ટેશન લૉંચ કર્યું છે. જિયો-બીપીની યોજના વિશ્વ સ્તરના મોબિલિટી સ્ટેશનનું એક નેટવર્ક લાવવાની છે, જે ગ્રાહકોને ઇંધણના અનેક વિકલ્પ આપશે. 1400થી વધારે ઇંધણ સ્ટેશનોના વર્તમાન નેટવર્કને જિયો-બીપી રૂપમાં રીબ્રાન્ડ (1400 fuel pumps will be rebranded) કરવામાં આવશે.

    ભારતમાં ફ્યૂઅલ એન્ડ મોબિલિટીનું બજાર ઝડપથી વધી રહ્યું છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આગામી 20 વર્ષમાં દુનિયામાં સૌથી આગળ વધી રહેલા ઇંધણ બજારમાનું એક હશે. જિયો-બીપી મોબિલીટી સ્ટેશન આ વધી રહેલી માંગને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, આ સ્ટેશનોનું લોકેશન પણ સારું છે. આ સ્ટેશન ગ્રાહકો માટે સેવાઓની એક સિરીઝ રજૂ કરશે, જેમાં ઉત્તમ ઇંધણ, ઈવી ચાર્જિંગ, ચા-પાણી અને ભોજન સામેલ છે. તેની યોજના ભવિષ્યમાં ઓછું કાર્બન ઉત્સર્જન કરવાના સમાધાન તરીકે રજૂ કરવાની છે.

    આ સંયુક્ત સાહસથી દેશભરના ગ્રાહકોને લાભ મળશે. જિયો અને રિલાયન્સ રિટેલના કરોડો ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળું ઇંધણ, લુબ્રિકેન્ટ્સ, રિટેલ અને એડવાન્સ લો કાર્બન મોબિલિટી સોલ્યૂશનમાં બીપીના બહોળા વૈશ્વિક અનુભવોનો ફાયદો પણ મળશે.

    દેશરમાં જિયો-બીપી મોબિલિટી સ્ટેશન, નિયમિત ઇંધણના બદલે કોઈ જ વધારાના ચાર્જ વગર એડિટિવાઇઝ્ડ ફ્લૂઅલ ઑફર કરશે. ઇંધણમાં આંતરરાષ્ટ્રીય ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. જે ઇંધણને સ્વચ્છ રાખવામાં મદદ કરશે અને એન્જીનના મહત્ત્વના પાર્ટ્સ પર એક સુરક્ષા કવચ બનાવી દેશે.

    Jio bp launches its first Mobility Station
    મોબિલિટી સ્ટેશન ખાતે ઈવી ચાર્જિંગ સુવિધા હશે.


    જિયો-બીપી પોતાના મોબિલિટી સ્ટેશનો અને અન્ય સ્ટેન્ડ અલોન લોકેશન્સ (મોબિલીટી પોઇન્ટ્સ) પર ઈવી ચાર્જિંગ સ્ટેશનો અને બેટરી બદલતા સ્ટેશનોનું એક નેટવર્ક સ્થાપિત કરશે. સંયુક્ત સાહસનો ઉદેશ્ય ભારતમાં ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્ત્વનો હિસ્સો બનવાનો છે. વાઇલ્ડ બીન કેફે (Wild Bean Café)ના માધ્યમથી સ્ટેશન્સ પર આવતા લોકોને જલપાન પૂરૂં પાડવામાં આવશે.

    આ પણ વાંચો: JioPhone Next: દેશના સૌથી સસ્તા 4G સ્માર્ટફોનમાં તમને મળશે આ સાત ફીચર

    કેસ્ટ્રોલ (Castrol) સાથે ભાગીદારીમાં જિયો-બીપી પોતાના મોબિલિટી સ્ટેશનો પર એક્સપ્રેસ ઓઇલ ચેન્જ (Express Oil Change) આઉટલેટ્સનું એક નેટવર્ક બનાવશે, અહીં જાણકારી લોકો દ્વારા મફતમાં વાહન તપાસની સેવા આપવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published: