JIO અને Samsungએ IMCમાં વિવિધ ક્ષેત્રોમાં 5G-LTE અસરકારકતા પ્રદર્શિત કરી

News18 Gujarati
Updated: October 15, 2019, 3:15 PM IST
JIO અને Samsungએ IMCમાં વિવિધ ક્ષેત્રોમાં 5G-LTE અસરકારકતા પ્રદર્શિત કરી
પ્રતિકાત્મક તસવીર

સેમસંગ નેટવર્ક્સ સાથે ભાગીદારીમાં જિયોએ દુનિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ અને આઇપી આધારિત 4જી એલટીઇ નેટવર્ક ઊભું કર્યું છે.

  • Share this:
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો)  (Reliance Jio Infocom Limited)અને સેમંસગ ઇલેક્ટ્રોનિક્સએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી) 2019માં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપોયગ ધરાવતા વાસ્તવિક વિશ્વમાં ઉપયોગમાં લેવાતા કિસ્સાઓ રજૂ કર્યા હતા. ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ ડિજીટલ ટેકનોલોજી માટેની ભારત અને દક્ષિણ એશિયાની સૌથી મોટી વાર્ષિક ઇવેન્ટ છે.

સેમસંગ નેટવર્ક્સ (Samsung Networks) સાથે ભાગીદારીમાં જિયોએ (JIO)દુનિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ (Greenfield)અને સંપૂર્ણપણે આઇપી આધારિત 4જી એલટીઇ (4G LTE) નેટવર્ક ઊભું કર્યું છે, જે ઓગસ્ટ, 2019 સુધીમાં 340 મિલિયનથી વધારે એલટીઇ સબસ્ક્રાઇબર્સને સપોર્ટ કરે છે.

આઇએમસી 2019માં બંને કંપનીઓએ ડ્યુલ-કનેક્ટેડ મોડ નેટવર્ક તરીકે કોમ્બિનેશનમાં અત્યાધુનિક 4જી એલટીઇ અને 5જી ટેકનોલોજીનાં ઉપયોગ સાથે 5જી એનએસએ મોડનો ઉપયોગ કરીને નવી વ્યાવસાયિક તકો પ્રસ્તુત કરશે. એમાં ઇનોવેશનથી ગ્રાહકો, ઉદ્યોગો અને સમાજને કેવી રીતે ફાયદો થઈ શકે છે એનો ચિતાર રજૂ થશે.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડનાં પ્રેસિડન્ટ મેથ્યૂ ઓમ્મેને કહ્યું હતું કે, “ડેટા અને મોબાઇલ ઇન્ટરનેટની સ્વીકાર્યતામાં અભૂતપૂર્વ વૃદ્ધિ તથા પરિવર્તનથી જિયોએ દરેક ભારતીયનાં જીવનમાં મૂળભૂત પરિવર્તન કર્યું છે. અમે જિયોમાં સેમસંગ જેવા પાર્ટનર સાથે ખભેખભો મિલાવીને કામ કરશે, જેથી સુનિશ્ચિત થશે કે અમે ભારતને પરંપરાગત ટેકનોલોજીઓથી અત્યાધુનિક હાલની 4જી ઓલ-આઇપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હરણફાળ ભરવાનું જાળવી રાખીશું તથા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ તરફ એન્ડ-ટૂ-એન્ડ ફાઇબર, 5જી અને આઇઓટી ઇકોસિસ્ટમ્સનો ઉપયોગ કરીશું. આ ડિજિટલ પ્લેટફોર્મ તમામ ભારતીય, આપણાં વ્યવસાયોની આકાંક્ષા પૂરી કરશે તેમજ ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરશે, જે ડિજિટલ અર્થતંત્રને મૂળભૂત વેગ આપશે અને ભારત માટે ડિજિટલ સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે.”

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સનાં નેટવર્ક્સ બિઝનેસનાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને હેડ પૉલ ક્યુંગવ્હૂને કહ્યું હતું કે, “5જી યુગ તરફ આગળ વધવા માટે ઓપરેટર્સ માટે શ્રેષ્ઠ એલટીઇ નેટવર્ક મુખ્ય એસેટ છે અને જિયોએ આ અનિવાર્ય ક્ષમતા ધરાવે છે. સેમસંગે સાત વર્ષ ભારતમાં 4જી નેટવર્ક ઊભું કરવા અને દેશને 4જી માર્ગે અગ્રેસર કરીને ડિજિટલ પરિવર્તન લાવવા જિયો સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું છે. સેમસંગ અને જિયો સમગ્ર દેશમાં અત્યાધુનિક ઇનોવેશન લાવવા સંયુક્તપણે કામ કરવાનું જાળવી રાખશે, ડિજિટલ ઇન્ડિયાનાં વધુ વિકાસ માટે 5જીની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરશે.”

સેમસંગ અને જિયો સંયુક્તપણે 5જીની સંપૂર્ણ અને લાઇવ એપ્લિકેશન્સ ધરાવે છે, જે ભારતમાં 5જીની ક્ષમતા અને મૂલ્ય પ્રદર્શિત કરશે. ટ્રાયલમાં સેમસંગ નેટવર્કનો 5જી પ્રોડક્ટ પોર્ટફોલિયો સામેલ હશે, જેમાં 5જી મેસિવ મિમો યુનિટ (એમએમયુ) માટે 3.5 ગીગા હર્ટ્ઝ સોલ્યુશન, એનું 28 ગીગા હર્ટ્ઝ એક્સેસ યુનિટ (એયુ) અને સીપીઇ ડિવાઇઝ, એનું વર્ચ્યુલાઇઝ રેડિયો એક્સેસ (વીઆરએએન) અને કોર તથા 5જી મોબાઇલ ઉપકરણો સામેલ હશો. ડેમોમાં વર્ચ્યુઅલ ક્લાસ, મેસિવ ફૂલ હાઇ-ડેફિનિશન (એચડી) કન્ટેન્ટ સ્ટ્રીમિંગ સામેલ હશે. અહીં ઉપસ્થિત તમામ લોકો વર્ચ્યુઅલ ક્લાસરૂમ થકી મુંબઈમાં જિયોનાં રિલાયન્સ કોર્પોરેટ પાર્ક (આરસીપી)માં ક્લાસરૂમમાંથી વર્ચ્યુલ લેક્ચરને 360-ડિગ્રી રીતે જોઈ શકશે, તો મેસિવ ફૂલ એચડી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ વિવિધ સ્માર્ટફોન (ગેલેક્સી એસ10 5જી) પર એફએચડી વીડિયો સ્ટ્રીમિંગ અને 4કે વીડિયો સ્ટ્રીમિંગની મજા માણી શકશે, જેમાં વિવિધ 5જી ટેબ્લેટ સામેલ હશે.ઉપરાંત બંને કંપનીઓ એલટીઈ ફીચરિંગ મિશન-ક્રિટિકલ-પુશ-ટૂ-એક્સ (એમસીપીટીએક્સ) પર પબ્લિક સેફ્ટી નેટવર્ક ઇવેન્ટમાં લાઇવ ડેમો આપશે. ભારતનાં વિકસતાં કમ્યુનિકેશન નેટવર્કની સંભવિતતા “વનનેટ” તરીકે કલ્પિત આ નિયંત્રિત અને “જિયો-ફેન્સ્ડ” રીતે બ્રોડબેન્ડ નેટવર્કનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડાવા પ્રથમ રિસ્પોન્ડર્સ સક્ષમ બનશે.

એમસીપીટીએક્સનો ઉપયોગ કરીને પબ્લિક સેફ્ટી એલટીઈ (પીએસ-એલટીઇ) ઉપલબ્ધ ટેકનોલોજીઓ મારફતે નવી સંભાવનાઓ ઊભી કરશે, જે વોઇસ-ઓરિએન્ટેડ કમ્યુનિકેશન્સ પ્રદાન કરવા પૂરતી મર્યાદિત હતી. અત્યંત જરૂરિયાત હોય એવા સ્થિતિસંજોગો દરમિયાન વીડિયો અને હાઈ-ડેફિનિશન ઇમેજનાં રિયલ-ટાઇમ સ્ટ્રીમિંગ માટે એલટીઇનાં ઉપયોગને પ્રદર્શિત કરીને આ મલ્ટિકાસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકસાથે વીડિયો, ઇમેજ અને વોઇસ ટ્રાન્સફર કરવા મલ્ટિ-લેટર કમ્યુનિકેશનને સક્ષમ બનાવશે. અતિ અસરકારક કમ્યુનિકેશન્સમાં સંકળાયેલા નિયંત્રિત ટાવર્સ અને પ્રથમ રિસ્પોન્ડર્સ તરીકે પીએસ-એલટીઇ છેવટે તેમને મુશ્કેલનાં સમયમાં વધારે સારો નિર્ણય લેવા સક્ષમ બનાવશે.

જિયોએ ભારતનાં દરેક ખૂણામાં પહોંચવા અત્યાધુનિક અને સૌથી મોટું એલટીઈ નેટવર્ક ઊભું કર્યું હોવાથી પીએસ-એલટીઇ માટે એમસીપીટીએક્સ 1.3 અબજથી વધારે લોકો માટે જાહેર સલામતી પૂરી પાડવા હાલનાં એલટીઇ નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવા સૌથી અસરકારક રીતોમાંની એક છે.

સેમસંગ કોરિયા અને અમેરિકામાં મિડ-બેન્ડ અને એમએમવેવ એમ બંને માટે ચિપસેટ, રેડિયો, કોર નેટવર્ક સોલ્યુશન્સ અને સ્માર્ટફોન્સમાંથી એનાં એન્ડ-ટૂ-એન્ડ 5જી સોલ્યુશન્સનો ઉપયોગ કરીને 1એચ 219માં 5જી કમર્શિયલ નેટવર્ક લોંચ કરનાર પ્રથમ કંપનીઓમાંની એક છે.

ઉલ્લેખનીય છે કે, આઇએમસી ભારત અને દક્ષિણ એશિયામાં ડિજિટલ ટેકનોલોજી માટેની સૌથી મોટી એન્યૂઅલ ઇવેન્ટ છે, જે ભારતનાં નવી દિલ્હીમાં 14થી 16 ઓક્ટોબર વચ્ચે યોજાઈ છે.
First published: October 15, 2019, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading