200 રૂપિયા સુધી કોણ આપી રહ્યું છે બેસ્ટ પ્લાન, જિયો-એરટેલ કે વોડાફોન

Margi | News18 Gujarati
Updated: November 27, 2017, 5:13 PM IST
200 રૂપિયા સુધી કોણ આપી રહ્યું છે બેસ્ટ પ્લાન, જિયો-એરટેલ કે વોડાફોન
દેશભરની લગભગ બધી જ ટેલિકોમ કંપનીઓએ 200 રૂપિયાની અંદરના પ્લાન લોન્ચ કર્યાં છે. જિયોના આવ્યા બાદ બધી જ ટેલિકોમ કંપનીઓ પૂરેપૂરી કોશિશ કરે છે કે, જિયો જેવા અથવા સસ્તા પ્લાન લોન્ચ કરવામાં આવે.

દેશભરની લગભગ બધી જ ટેલિકોમ કંપનીઓએ 200 રૂપિયાની અંદરના પ્લાન લોન્ચ કર્યાં છે. જિયોના આવ્યા બાદ બધી જ ટેલિકોમ કંપનીઓ પૂરેપૂરી કોશિશ કરે છે કે, જિયો જેવા અથવા સસ્તા પ્લાન લોન્ચ કરવામાં આવે.

  • Share this:

દેશભરની લગભગ બધી જ ટેલિકોમ કંપનીઓએ 200 રૂપિયાની અંદરના પ્લાન લોન્ચ કર્યાં છે. જિયોના આવ્યા બાદ બધી જ ટેલિકોમ કંપનીઓ પૂરેપૂરી કોશિશ કરે છે કે, જિયો જેવા અથવા સસ્તા પ્લાન લોન્ચ કરવામાં આવે. તેથી સમયે-સમયે ટેરિફ પ્લાનમાં પણ બદલાવ આવતા રહે છે, ક્યારેક ડેટા વધારવામાં આવે છે તો ક્યારેક કિંમતોમાં ઘટાડો કરવામાં આવે છે.


એરટેલ અને વોડાફોને હાલમાં જ 199 રૂપિયાની અંદરના પ્લાન કર્યા છે. આ પ્લાન એક બીજાથી અલગ છે. પરંતુ ખાસિયત તે છે કે, બંને કંપનીઓએ પોતાના પ્લાન જિયોના 149 રૂપિયાવાળા કાઉન્ટર પ્લાનને પછાડવા માટે તૈયાર કર્યા છે. હવે તમારી પાસે આ ત્રણેય કંપનીઓના એક જેવા જ પ્લાન છે. તમે વિચારી રહ્યાં છો કે, તમારા માટે આ ત્રણેય પ્લાનમાંથી ક્યો સૌથી બેસ્ટ છે, તો અમે તમને જણાવીશું કે, તમારો બેસ્ટ પ્લાન


Airtel 198 પ્લાનઅસલમાં આ ડેટા સેટ્રિક પ્લાન છે અને તે માટે કસ્ટમર્સને 198 રૂપિયા આપવા પડશે. 198 રૂપિયામાં દરેક દિવસ 1GB ડેટા મળશે અને તેની વેલિડિટી 28 દિવસની રહેશે. એટલે 198 રૂપિયામાં 28 જીબી ડેટા મળશે.વોડાફોન 199 રૂપિયાનો પ્લાન

વોડાફોને હાલમાં જ 199 રૂપિયાવાળો પ્લાન લોન્ચ કર્યો છે, જે માત્ર પ્રીપેડ કસ્ટમર્સ માટે છે. આ પ્લાન હેઠળ યૂઝર્સને 28 દિવસ સુધી 1GB ડેટા આપવામાં આવે છે. તે ઉપરાંત આમાં લોકલ એસટીડી કોલિંગ પણ અનલિમિટેડ છે. જોકે, તેની સાથે શરતો પણ છે. એટલે લોકલ અને એસટીડી કોલ પ્રતિદિવસ અધિકત્તમ તમે 250 મીનિટ સુધી જ વાપરી શકો છે. અઠવાડિયામાં 1,000 મીનિટથી વધારે કોલિંગ ફ્રી આપવામાં આવશે નહી. જો લીમિટ ખતમ થઈ જાય છો 30 પૈસા સેકન્ડના દરે પૈસા લાગશે.Airtel નો 149 રૂપિયાવાળો પ્લાન


જિયોની જેમ 149 રૂપિયાનો પ્લાન એરટેલે પણ લોન્ચ કર્યો છે. આ પેક હેઠળ કંપની અનલિમિટેડ કોલિંગ સાથે 300એમબી ડેટા આપે છે. આની વેલિડિટી 28 દિવસની છે. પરંતુ આમાં માત્ર 4G હેન્ડસેટવાળા કસ્ટમર્સને જ 300એમબી ડેટા મળશે જ્યારે 3જી કસ્ટમર્સને માત્ર 50 એમબી જ ડેટા મળશે.


Jio 149 રૂપિયાવાળો પ્લાન


રિલાયન્સ જિયોના આ બેસિક પ્લાનમાં પહેલા વધારે ફાયદો મળતો નહતો. પરંતુ દિવાળી પર કંપનીએ આ પ્લાનમાં ફેરફાર કરીને ડેટામાં ઘટાડો કરી દીધો છે. આ પ્લાનમાં કસ્ટમર્સને 4.2 જીબી ડેટા મળે છે. તે સાથે જ લોકલ એસટીડી કોલિંગ ફ્રી છે. આમ જોવા જઈએ તો હજું પણ એરટેલ અને વોડાફોન કરતાં જિયોની પસંદગી તમે કરી શકો છો, જો તમારા વિસ્તારમાં જિયોનું વ્યવસ્થિત રીતે નેટવર્ક ઉપલબ્ધ હોય તો.


First published: November 27, 2017, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading