Home /News /business /Jimmy Tata: શું તમે માની શકો કે ઉદ્યોગપતિ રતન ટાટાના નાના ભાઈ 2 BHK ફ્લેટમાં રહે છે? મોબાઇલ પણ નથી રાખતા

Jimmy Tata: શું તમે માની શકો કે ઉદ્યોગપતિ રતન ટાટાના નાના ભાઈ 2 BHK ફ્લેટમાં રહે છે? મોબાઇલ પણ નથી રાખતા

જિમી ટાટા. (તસવીર સૌજન્ય: @hvgoenka/ Twitter)

Jimmy Tata lifestyle: રતન ટાટાના નાના ભાઈ જિમી ટાટા અપરિણીત છે. તેઓ સમાચારમાં સમકવાથી દૂર રહે છે. આ જ કારણ છે કે બહુ ઓછા લોકો તેમના વિશે જાણે છે. રિપોર્ટ્સ પ્રમાણે તેઓ પોતાની સાથે મોબાઇલ પણ નથી રાખતા.

મુંબઈ: ટાટા સન્સ (Tata sons)ના ચેરમેન રતન ટાટા (Ratan Tata) દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં સામેલ છે. પોતાની સાદગી અને દરિયાદિલી માટે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. રતન ટાટા દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. જોકે, તેમના નાના ભાઈ જિમી ટાટા (Jimmy Tata) વિશે બહુ ઓછા લોકો જાણે છે. આનું કારણ એવું છે કે જિમી ટાટાને લાઇમલાઇટમાં રહેવાનું પસંદ નથી. તેઓ શાંતિથી પોતાનું કામ કરે છે. આ જ કારણ છે કે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિના નાના ભાઈ હોવા છતાં લોકો તેમના વિશે વધારે જાણતા નથી.

હર્ષ ગોયન્કાનું ટ્વીટ

ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા (Harsh Goenka) એ તાજેતરમાં જિમી ટાટા વિશે એક ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં જિમી ટાટા વિશે કેટલિક માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે જિમી ટાટાએ પણ રતન ટાટાની જેમ લગ્ન (Jimmy Tata unmarried) નથી કર્યાં. તેઓ રતન ટાટાથી બે વર્ષ નાના છે. તેમણે ટાટામાં નોકરી કરી છે. વર્ષ 1990માં તેઓ નિવૃત્ત થઈ ગયા હતા.

બે બેડરૂમ હોલ-કિચનના ફ્લેટમાં રહે છે જિમી ટાટા

હર્ષ ગોયન્કાએ સોશિયલ મીડિયા પર જિમી (Jimmy Tata)ના મુંબઈના કોલાબા સ્થિત 2 BHK ફ્લેટની તસવીર શેર કરી છે. સાથે જ તેમણે લખ્યું છે કે, "શું તમને રતન ટાટાના નાના ભાઈ જિમી ટાટા વિશે જાણ હતી? તેઓ મુંબઈના કોલાબામાં 2 BHK ફ્લેટમાં નિવૃત્ત જિવન વિતાવી રહ્યા છે. તેઓ પણ ટાટા ગ્રુપની જેમ હંમેશા લાઇમલાઇટથી દૂર રહે છે." હર્ષ ગોયન્કાના કહેવા પ્રમાણે જિમી ટાટાએ બિઝનેસમાં ક્યારેય રસ દાખવ્યો નથી. હર્ષ ગોયન્કાએ વધુમાં લખ્યું છે કે, "તેઓ સ્ક્વૉશના ખૂબ સારા ખેલાડી છે. તેઓ દર વખતે મને હાર આપે છે."

આ પણ વાંચો: દેશના દરેક ઘરમાં હાજર છે ટાટા, જાણો ટાટા જૂથ કઈ કઈ વસ્તુઓનું કરે છે ઉત્પાદન

જિમી ટાટા, રતન ટાટાના નાનાભાઈ છે. નોએલ ટાટા (Noel Tata) તેમના સાવકા ભાઈ (step-brother) છે. જિમી ટાટાએ 1990માં નિવૃત્તિ પહેલા ટાટા જૂથની અનેક કંપનીઓમાં કામ કર્યું છે. એટલું જ નહીં, જિમી ટાટા સન્સ સહિત અનેક કંપનીઓમાં શેર ધારક પણ છે. આ ઉપરાંત તેઓ સર રતન ટાટા ટ્ર્સ્ટમાં ટ્રસ્ટી પણ છે. રિપોર્ટ્સ પ્રમાણે જિમી ટાટા પોતાની સાથે મોબાઇલ પણ નથી રાખતા. વર્તમાનપત્રોમાંથી જ તેઓ દેશ-વિદેશની માહિતી મેળવે છે. આ ઉપરાંત તેઓ ટાટા જૂથમાં થનારી તમામ પ્રવૃત્તિથી વાકેફ રહે છે.
First published:

Tags: Ratan Tata, TATA, Tata group