સુરત ખાતે સરકાર દ્વારા ડાયમંડ બુર્સ બનાવવાનું નક્કી કર્યું છે ત્યારે હાલમાં જ મુંબઇ ખાતે જ્વેલરી પાર્ક બનાવવાનું નક્કી કરી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે આ જ્વેલરી પાર્કથી સુરતના ડાયમંડ બુર્સને કોઇપણ તકલીફ થવાની શક્યતાઓ દેખાતી નથી.
સુરત ખાતે ડાયમંડ બુર્સ બનાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમાં હાલ કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે હાલમાં જ સરકાર દ્વારા મુંબઇ ખાતે જ્વેલરી પાર્ક બનાવવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે અને જાહેરાત પણ કરી દેવામાં આવી છે, ત્યારે આ જાહેરાત બાદ સુરતના ડાયમંડ બુર્સને પણ ઇફેક્ટ આવવાની શક્યતાઓ દેખાતી હતી, પરંતુ સુરતના હીરા ઉદ્યોગકારો આ વાતને નકારી રહ્યા છે. મુંબઇ ખાતે જ્યારે જ્વેલરી પાર્ક બનવા જઇ રહ્યું છે ત્યારે આ ફક્ત મુંબઇ ઝવેરી બજારની માંગ હતી એને લઇને જ સરકાર દ્વારા પગલું ભરવામાં આવ્યું છે.
સુરત જીજેઇપીસી રીજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, સુરતનું હીરા બુર્સ અને મુંબઇનું જ્વેલરી પાર્ક બન્ને ડિફરન્ટ વસ્તુ છે. મુંબઇના જ્વેલરી પાર્કની માંગ 10 વર્ષથી હતું. મુંબઇના ઝવેરી બજારની માંગ હતી જેનું કારણ છે કે ઝવેરી બજારના સોની લોકો મેન્યુફેક્ચરીંગ અને ટ્રેડિંગ એક જ જગ્યાએ કરતા હતા જેની ચીમનીને કારણે લોકોને તકલીફ થતી હોવાથી આ માંગને પૂર્ણ કરવામાં આવી હતી.
મુંબઇ ખાતે જે જ્વેલરી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે તેનું મુખ્ય કારણ મુંબઇનું ઝવેરી બજાર છે. ઝવેરી બજારમાં અનેક લોકો કાર્ય કરે છે ત્યાં અવારનવાર થતી હડતાલોને લઇને એક અલગ જગ્યાએ આ પ્રકારની કામગીરી કરવામાં આવે તેને લઇને આ માંગ હતી. જે સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. જો કે આ જ્વેલરી પાર્ક બની રહ્યું છે ત્યાં કોઇપણ પ્રકારનું વેચાણ થવાનું ન હોઇ હાલ સુરતના હીરા ઉદ્યોગકારોની પણ ચિંતા દુર થઇ છે.
સરકાર દ્વારા ડાયમંડ બુર્સને સુરત, તો જ્વેલરી પાર્કને મુંબઇ ખાતે આપવાની જાહેરાત કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર