પાયલટ્સે હડતાળની ચીમકી આપતા જેટ એરવેઝ ડિસેમ્બરનો પગાર ચુકવશે

પાયલટ્સે સોમવારથી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ જેટ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

News18 Gujarati
Updated: March 31, 2019, 9:48 AM IST
પાયલટ્સે હડતાળની ચીમકી આપતા જેટ એરવેઝ ડિસેમ્બરનો પગાર ચુકવશે
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: March 31, 2019, 9:48 AM IST
નવી દિલ્હી : નાણા ભીડનો સામનો કરી રહેલા જેટ એરવેઝે તેના પાયલટ્સ અને એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિનિયર્સનો પગાર ચુકવવાનો નિર્ણય કર્યો છે. જેટના ચીફ એક્ઝિક્યુટિવે આ વાત કહી હતી. પાયલટ્સે સોમવારથી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ જેટ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કર્મચારીઓના પાછળના બાકી પગાર ક્યારે ચુકવાશે તેનો કોઈ નિર્ણય લેવાયો નથી.

એક બિલિયન ડોલર કરતા પણ વધારે દેવું થઈ ગયા બાદ જેટ એરવેઝ તરફથી પાયલટ્સ, સપ્લાયર્સ અને બીજા લોકોને પેમેન્ટ આપવાનું છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ કરી દીધું હતું.

આ માટે જેટ એવરેઝે એવું બહાનું કાઢ્યું હતું કે, ઇંધણના વધતા ભાવ અને હરિફાઇને કારણે એરલાઇનને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જેના કારણે એરક્રાફ્ટ ભાડે આપનાર કંપનીઓએ જેટની અનેક ફ્લાઇટો બંધ કરી દીધી હતી, આજ કારણે જેટ એરવેઝે તેને અનેક ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.

સોમવારે જેટને ઉગારવા માટે રાજ્યની બેંકોએ રાહત પેકેજ આપ્યું હતું. આ માટે બેંકોએ હંગામી ધોરણે જેટ એરવેઝનો મોટો સ્ટેક પોતાની પાસે રાખ્યો છે અને તેના બદલામાં લોન આપી છે.

જેટના ચીફ એક્ઝિક્યુટિવ વિનય દુબેએ કર્મચારીઓને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, "આ એક ઝટીલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં અમને આશા હતી તેનાથી વધારે સમય લાગ્યો છે. અમે તમારો ડિસેમ્બર, 2018નો પગાર આપી શકીએ છીએ. કંપની આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે જરૂરી તમામ પગલાં ભરી રહી છે."

"અમે એ વાત સારી રીતે જાણીએ છીએ કે અમારી આ ચુકવી તમે જે નાણાકીય કટોકટોની સામનો કરી રહ્યા છો તેની સામે લડવા માટે પુરતી નથી. અમે વહેલામાં વહેલી તકે તમારો બાકીનો પગાર તેમજ એરિયર્સ ચુકવવાનો પ્રયાસ કરીશું."
First published: March 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...