જેટ એરવેઝ 25 સપ્ટેમ્બરથી ઇકોનોમી ક્લાસમાં ફ્રીમાં ખાવાનું નહીં આપે, આ છે કારણ

પ્રતિકાત્મક તસવીર

હાલમાં ડોમેસ્ટિક સેક્ટરમાં 'ઇકોનોમી લાઇટ' અને 'ઇકોનોમી ડીલ' કેટેગરીમાં આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે. એરલાઇનનો દાવો છે કે આવું કર્યા બાદ ટિકિટનો ભાવ ઘટી જશે.

 • Share this:
  નવી દિલ્હીઃ નાણાકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝે બુધવારે જણાવ્યું કે 25મી સપ્ટેમ્બરથી શરૂ થનારા બુકિંગ માટે કંપની ઇકોનોમી ક્લાસ માટે ફ્રીમાં ખાવાનું આપવાનું બંધ કરી દેશે. જોકે, એરલાઇન ચા-કોફી અને પાણી સહિતના પીણા મફતમાં આપવાનું ચાલુ રાખશે.

  હાલમાં ડોમેસ્ટિક સેક્ટરમાં 'ઇકોનોમી લાઇટ' અને 'ઇકોનોમી ડીલ' કેટેગરીમાં આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે. એરલાઇનનો દાવો છે કે આવું કર્યા બાદ ટિકિટનો ભાવ ઘટી જશે.

  નોંધનીય છે કે બે વર્ષ પહેલા એરલાઇને 'ફેઅર ચોઇસ' શરૂ કરી હતી, જેમાં યાત્રિકો પોતાની જરૂરિયાત પ્રમાણે ફેઅર સ્કિમ પસંદ કરી શકે છે.

  આવકવેરા વિભાગે શરૂ કરી તપાસ

  ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવારે મુશ્કેલીમાં ફસાયેલી જેટ એરવેઝના ખાતાઓની તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ લેવડ દેવડ અને ખાતાઓમાં ગરબડના કથિત આરોપને ધ્યાનમાં રાખીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે.

  જેટ એરવેઝ પહેલાથી જ નાણાકિય સંકટનો સામનો કરી રહી છે. એરલાઇન પહેલાથી જ સેબી અને ભારતીય કોર્પોરેટ બાબતોના મંત્રાલયની તપાસના ઘેરામાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્કમટેક્સ મુંબઈ હેડક્વાર્ટર ધરાવતી એરલાઈનની ખાતાઓની તપાસ બુધવારે શરૂ કરી છે. એરલાઇનના ચાર પરિસરમાં આ તપાસ ચાલી રહી છે. આમાંથી બે પરિસર દેશની રાજધાની દિલ્હી અને બે આર્થિક પાટનગર મુંબઈમાં છે.

  આ અંગે સંપર્ક કરવામાં આવતા એરલાઇન પ્રવક્તાએ કહ્યું કે ઇન્કમટેક્સના અધિકારીએ જેટ એરવેઝની ઓફિસોમાં સર્વે કરી રહ્યા છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ગયા મહિને કંપનીના ખાતાઓ અને દસ્તાવેજોની તપાસના આદેશ કર્યા હતા. જૂનમાં આવેલા ત્રિમાસિક રિઝલ્ટમાં જેટ એરવેઝે રૂ. 1323 કરોડની ખોટ કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: