ન્યૂઝ18 ગુજરાતી: પ્રાઇવેટ એવિએશન કંપની જેટ એરવેઝે બોઇંગ 737 MAXની ઉડાન બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપની તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ટેક્નિકલી ખામીઓ અંગે બોઇંગ સાથે વાતચીત ચાલુ છે. તમને જણાવી દઇએ કે ઇથિયોપિયન એરલાઇન્સનું બોઇંગ 737 મેક્સ-8 પ્લેન રવિવારે સવારે ઉડાન બાદ 8600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યા બાદ અચાનક 441 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીચે આવી ક્રેશ થયું હતું. આમાં સવાર ચાર ભારતીયો સહિત 157 લોકોનું મોત થયું હતું. આ વિમાન બોઇંગ 737 મેક્સ-8 હતું. પાંચ મહિનામાં બીજી વખત બોઇંગના આ મોડલનું વિમાન ક્રેશ થયું છે.
તમને જણાવી દઇએ કે, બોઇંગ 737 મોડલના દુનિયાભરમાં 10 હજાર પ્લેનનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યાં જ, એરબસના એ320 મોડલના 8000થી વધુ વિમાનનો ઉપયોગ થઇ રહ્યો છે. બોઇંગ 737 મેક્સ-8 સૌથી વધુ વેચાવનાર પેસેન્જર એરક્રાફ્ટ છે. કંપનીએ આને 2017માં લોન્ચ કર્યો હતો. તે 50 વર્ષ જૂના બોઇંગ 737નું નવું વર્ઝન છે.
- ઇથિયોપિયામાં પ્લેન ક્રેશ બાદ બોઇંગને 777 એક્સ મોડલની લોન્ચિંગ રોકવી પડી છે. તે મેક્સ 8થી પણ મોટું વિમાન છ. જેમાં 425 મુસાફરો બેસી શકે છે. તેનું લોન્ચિંગ બુધવારે હતું. પહેલાં 777 એક્સની ડિલિવરી 2020માં થવાની હતી.
- ચીની કંપનીઓ બોઇંગ 737 મેક્સ 8ની સૌથી મોટી કન્ઝ્યુમર છે. દેશમાં આ બોઇંગ 737ના 97 મોડલનો ઉપયોગ થઇ રહ્યો છે.
- આ વિમાન એર ચાઇના, ચાઇના ઇસ્ટર્ન અને ચાઇના સદર્ન ધરાવે છે. ત્રણેય કંપનીઓએ મેક્સ 8 વિમાનનો ઉપયોગ હાલ પૂરતો રોક્યો છે.
- ઇન્ડોનેશિયાની વિમાન કંપની ગરુડ ઇન્ડોનેશિયાને સરકારે બોઇંગ મેક્સ-8નો અત્યારે ઉપયોગ ન કરવા નિર્દેશ આપ્યા છે.
- ગરુડ એક અને લોયન એર 10 બોઇંગ મેક્સ-8નો ઉપયોગ કરે છે.
- કેરેબિયાઇ કંપની કેયમેન એરલાઇન્સે પણ બોઇંગ 737 મેક્સને ઓપરેશનન્સમાંથી હટાવી લીધા છે.
ભારતમાં કેટલા છે મેક્સ બોઇંગ- ભારતમાં જેટ એરવેઝે મેક્સ કેટેગરીના બોઇંગના 225 વિમાનનો ઓર્ડર આપ્યો હતો. આમાંથી કેટલાકની ડિલિવરી થઇ ચૂકી છે. જેટ એરવેઝ પાસે અત્યારે 8 મેક્સ-8 વિમાન છે. સ્પાઇસ જેટે પણ 155 મેક્સ-8 વિમાન સહિત 205 બોઇંગ પ્લેનનો ઓર્ડર આપ્યો છે. સ્પાઇસ જેટ પાસે અત્યારે 13 મેક્સ-8 વિમાન છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર