ન્યૂઝ18 ગુજરાતી: છેલ્લા ઘણા સમયથી નાણાભીડનો સામનો કરી રહેલા જેટ એરવેઝ કંપનીના માલિક નરેશ પટેલ હાથ ઉંચા કરી લીધા છે. સૂત્રોના હવાલે મળેલા રિપોર્ટ પ્રમાણે સોમવારે નરેશ પટેલ અને તેની પત્નીએ કંપનીનું બોર્ડ છોડી દીધું છે, જેનો સીધો અર્થ થયો કે જેટ એરવેઝ પર હવે બેંકની માલિકી રહેશે. બેંકે જેટ એરવેઝનું મેનેજમેન્ટ કન્ટ્રોલ પોતાની પાસે લઇ લીધું છે. આ દરમિયાન જેટ એરવેઝે 13 આંતરરાષ્ટ્રીય ઉડાન પણ રદ કરી છે.
નરેશ ગોયલને પોતાની ભાગીદારી ઘટાડીને 10 ટકા સુધી લાવી પડશે. આ પછી બેંક પ્રોફેશનલ્સ સાથે મળીને જેટને ચલાવવાનો પ્રયાસ કરશે. નવા રોકાણકાર તરીકે ટાટા અથવા બીજા કોઇ ઘરેલુ રોકાણકાર સાથે પણ વાતચીત કરવામાં આવશે.
પેસેન્જર્સની મુશ્કેલી વધી ગઇ છે. કેમ કે, 30 એપ્રિલ સુધી એરલાઇન્સે 30 ઉડાન રદ કરી છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે, આવનારા દિવસોમાં બીજી પણ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે. કેમ કે, ચર્ચાય છે કે 100થી વધુ પાયલોટ બીજી એરલાઇન્સ કંપનીઓમાં જોડાઇ શકે છે.
Sources: Jet Airways Chairman Naresh Goyal and his wife Anita Goyal step down from Jet Airways Board due to financial crisis; bank-led board to run the airlines. pic.twitter.com/f3NVDOhFNs
ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝે તેના એન્જિનિયરો અને પાયલોટ સહિતના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ચૂકવ્યો નથી. નેશનલ એવિએટર્સ ગિલ્ડ 1,000 ઘરેલુ પાયલોટનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંગઠન લગભગ એક દાયકા પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું. સંગઠને કહ્યું કે, જો સમાધાન પ્રક્રિયા સ્પષ્ટ નહીં થાય અને પગારની ચૂકવણી 31 માર્ચ સુધી નહીં થાય તો અમે એક એપ્રિલથી ઉડાન બંધ કરી દઇશું.
જેટ એરવેઝના સંસ્થાપક અધ્યક્ષ નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ગોયલ આજે પદ છોડી શકે છે. ધ ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, આ સ્વામિત્વ પરિવર્તન યોજનાનો ભાગ છે. જે એરલાઇનને બચાવવાનો એક પ્રયાસ છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર