જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલને પત્ની સાથે વિદેશ જતા રોકવામાં આવ્યા

News18 Gujarati
Updated: May 26, 2019, 7:55 AM IST
જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલને પત્ની સાથે વિદેશ જતા રોકવામાં આવ્યા
નરેશ ગોયલ (ફાઇલ તસવીર)

અધિકારીઓએ જણાવ્યું કે જેટ એરવેઝના સંસ્થાપકની વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલની મુશ્કેલીઓ ખતમ નથી થઈ રહી. શનિવારે મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને અને તેમની પત્નીને વિદેશ જવાથી રોકી દીધા. પીટીઆઈ અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે જેટ એરવેઝના સંસ્થાપકની વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યો છે.

ગોયલ દંપતિ એમિરેટ્સની ફ્લાઇટ EK 507થી દુબઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઇમિગ્રેશન અધિકારીઓએ પ્લેન રોકાવીને તેમને નીચે ઉતાર્યા. આ ઉપરાંત તેમના સામાનને પણ ઉતારી લેવામાં આવ્યા. નરેશ ગોયલ અને તેમની પત્ની બપોરે 3.35 વાગ્યે ફ્લાઇટથી પ્રવાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો, દેશના મોટા ગ્રૂપમાંથી એક આ કંપની ખરીદશે Jet Airways

ઉલ્લેખનીય છે કે, આર્થિક સંકટમાં ઘેરાયેલી જેટ એરવેઝની ફ્લાઇટ્સ 17 એપ્રિલથી અસ્થાઈ રીતે બંધ કરી દેવામાં આવી છે. જેટ એરવેઝ પર 1.2 અબજ ડોલરનું દેવું છે. તેની પર આ દેવું લોન, લેણદારો, પાયલટોપ સપ્લાયર્સ અને ઓઇલ કંપનીઓના છે.

આ વર્ષે માર્ચમાં લોન સંકટના કારણે નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ગોયલે નિદેશક મંડળથી રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત એરલાઇન્સના અનેક ટોપ અધિકારીઓએ પણ પોતાના રાજીનામા આપી દીધા હતા.

હાલમાં જેટ એરવેઝની ખરીદવાની ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ હાલ તેની પર હજુ કંઈક ખાસ પ્રગતિ નથી દેખાઈ રહી. નરેશ ગોયલે 26 વર્ષ પહેલા જેટ એરવેઝની સ્થાપના કરી હતી.
First published: May 26, 2019, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading