જેટ અરવેઝની તમામ ફ્લાઇટ રદ! પૈસા ન મળતાં લીધો નિર્ણય: રિપોર્ટ

પ્રાઇવેટ સેક્ટરની એરલાઇન્સ કંપની જેટ એરવેઝે પોતાની ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને 18 એપ્રિલ સુધી રોકવાની જાહેરાત કરી છે.

News18 Gujarati
Updated: April 16, 2019, 2:27 PM IST
જેટ અરવેઝની તમામ ફ્લાઇટ રદ! પૈસા ન મળતાં લીધો નિર્ણય: રિપોર્ટ
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 16, 2019, 2:27 PM IST
પ્રાઇવેટ સેક્ટરની એરલાઇન્સ કંપની જેટ એરવેઝે પોતાની ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને 18 એપ્રિલ સુધી રોકવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પૈસાની તંગીનો સામનો કરી રહેલી કંપનીના લોનદાતા, એરલાઈન્સને ઇમરજન્સી સ્થિતિ માટે પૈસા આપવા પર નિર્ણય નથી લઈ શક્યા. સીએનબીસી આવાજના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, કંપનીના પૂર્વ પ્રમોટર નરેશ ગોયલ બોલી લગાવવાની રેસમાંથી બહાર થઈ ગયા છે. બીજી તરફ, જેટ અસ્થાઈ રીતે કામકાજ બંધી કરી શકે છે.

સૂત્રોનું કહેવું છે કે જેટના રિવાઇવલ પેકેજ પર કામ ચાલુ છે. બીજી તરફ, જેટના ઓપરેશન પર બોર્ડ અંતિમ નિર્ણય લેશે. આપને જણાવી દઈએ કે કંપનીના બોર્ડની બેઠક મંગળવારે થશે. આ પહેલા કંપનીના સીઈઓ વિનય દુબેએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને 19 એપ્રિલ, ગુરુવાર સુધી રદ કરવામાં આવી છે, બાદમાં તેઓએ સ્પષ્ટીકરણ આપતાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર રોક 18 એપ્રિલ સુધી ચાલુ રહેશે.

તેઓએ કહ્યું કે લોનદાતાઓની સાથે વાતચીતની હાલની સ્થિતિ તથા અન્ય સંબંધિત મામલાઓને મંગળવારે બોર્ડની સમક્ષ રજૂ કરવામાં આવશે. એરલાઇન્સની લાંબા અંતરના સંચાલન માટે મોટા આકારના બોઇંગ બી 777 અને એરબસ એ330 પ્લેન દ્વારા કરવામાં આવે છે. બીજી તરફ, એરલાઇન્સે પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયન વિસ્તાર અને દક્ષિણ પૂર્વ એશિયન બજારો માટે નાના બી737 પ્લેન લગાવવામાં આવ્યા છે.


Loading...

નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જેટ એરવેઝથી સંબંધિત મુદ્દાઓને સમીક્ષા માટે બેઠક બોલાવી છે. પ્રભુએ નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખરોલાએ કહ્યું કે પેસેન્જર્સના અધિકારો અને સુરક્ષાની રક્ષા માટે જરૂરી પગલા ઉઠાવવામાં આવશે. જેટ એરવેઝ હાલમાં ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહી છે અને તેના 10થી પણ ઓછા પ્લેન પરિચાલનમાં છે. આ ઉપરાંત તેને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને પણ અસ્થાઈ રીતે કેટલાક સમય માટે બંધ કરવા મજબૂર થવું પડ્યું છે.

પ્રભુએ એક ટ્વિટમાં લખ્યું કે, જેટ એરવેઝ સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવા માટે નાગરિક ઉડ્ડયન સચિવને નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મુદ્દાઓમાં વધતા ભાડા અને ફ્લાઇટ્સ રદ થવા સામેલ છે. આ ઉપરાંત સચિવને એમ પણ કહેવામાં આવ્યું છે કે પેસેન્જર્સના અધિકારો અને સુરક્ષાના મુદ્દે જરૂરી પગલા ઉઠાવવામાં આવે. પ્રભુએ કહ્યું છે કે હિતધારકોને ધ્યાને રાખીને કામ કરવામાં આવે.
First published: April 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...