Home /News /business /Jet Airwaysની બીજી વખત શરુ થવાની આશા સમાપ્ત, હવે લેવાશે આ પગલાં

Jet Airwaysની બીજી વખત શરુ થવાની આશા સમાપ્ત, હવે લેવાશે આ પગલાં

એરલાઇનના કુલ 36,500 કરોડ રૂપિયા બાકી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં જેટ એરવેઝનું કુલ નુકસાન 13,000 કરોડ રૂપિયાનુ થયું છે. આમ એરલાઇનના કુલ 36,500 કરોડ રૂપિયા બાકી છે.

ન્યૂઝ 18 ગુજરાતી: દેવામાં ડૂબેલી જેટ એરવેઝની બીજી વખત ઉડાનની આશા હવે સમાપ્ત થતી જોવા મળી રહી છે. ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ની આગેવાની હેઠળ બેન્કોના સમૂહે જેટ એરવેઝના ભવિષ્ય અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં એરલાઇનને ફરીથી ઊભા કરવાના પ્રયત્નોને છોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેટ એરવેઝ સામે બેંકોએ એનસીએલટીમાં દીવાલિયા અરજી દાખલ કરી છે, જેના પર આજે સુનાવણી શરૂ કરશે.

જેટ એરવેઝને એક સમયે દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એરલાઇન તરીકે ઓળખવામાં આવી હતી. 25 વર્ષ પહેલાં નરેશ ગોયલએ આ એરલાઇનને ટિકિટ એજન્ટ દ્વારા ઉદ્યોગસાહસિક તરીકે શરૂ કરી હતી. રોકડ કટોકટી અને એરલાઇનને વિમાન આપનારી કંપનીઓને ચુકવણી નહીં કરવાને લીધે 17 એપ્રિલથી જેટ એરવેઝનું સંચાલન બંધ થઇ ગયું છે.

જેટ એરવેઝના કર્મચારીઓની સેલેરી 3,000 કરોડ બાકી

જેટને ધિરાણ આપનાર બેંક છેલ્લા પાંચ મહિનાથી એરલાઇનને વેચવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, પરંતુ વિવિધ કારણોસર તેમના પ્રયાસો સફળ રહ્યા નહીં. બેંકો ઉપરાંત એરલાઈન પાસે તેનો સામાન અને સેવાઓ આપનારના 10,000 કરોડ રુપિયા અને કર્મચારીઓની સેલેરીના 3,000 કરોડ રુપિયા બાકી છે. જેટ એરવેઝના કર્મચારીઓની સંખ્યા 23,000 છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, જેટ એરવેઝનું કુલ નુકસાન 13,000 કરોડ રૂપિયા થયું છે. આમ એરલાઇનના કુલ 36,500 કરોડ રૂપિયા બાકી છે. એરલાઇન્સના સ્થાનિક વિમાનમથકો પર એરલાઇનના સ્લોટને સરકારે અન્ય ઉડ્ડયન કંપનીઓને આપી દીધા છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર તેના કેટલાક સ્લોટ્સ અન્ય એરલાઇન્સને આપવામાં આવ્યા છે.

ઇતિહાદ-હિન્દુજા ગઠજોડે એરલાઇને રસ દેખાડ્યો પરંતુ ખરીદવામાં નિષ્ફળ રહી

બેંકોના અત્યાર સુધીના પ્રયાસમાં દેવામાં ડૂબેલી એર લાઇન્સના પુનરોદ્ધાર માટે કોઈ કંપની તરફથી કોઇ પ્રસ્તાવ પ્રાપ્ત થયો નહીં. ઇતિહાદ-હિન્દુજા ગઠજોડે એરલાઇનમાં રસ દાખવ્યો પરંતુ તેના તરફથી કોઇ પ્રસ્તાવ પ્રાપ્ત થયો નહીં, આ કારણે બેંકોએ એક બેઠક બોલાવી એરલાઇનના મામલાને NCLT માં મોકલવા માટે નિર્ણય લીધો છે.

આ નિર્ણય એ અહેવાલો બાદ લેવામાં આવ્યો છે કે સંઘીય વિધિ એજન્સીઓએ ગોયલના મોનિટરીંગ નોટિસમાં રાખ્યો છે. સાથે જ તે મની લોન્ડરિંગ તપાસ શરૂ કરવા જઇ રહ્યા છે.
First published:

Tags: Aviation, Business, જેટ એરવેઝ, ફ્લાઇટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો