Home /News /business /

Jet Airwaysના હાલ કિંગફિશર જેવા? કર્મચારીઓના પગારમાં કર્યો 25 %નો ઘટાડો

Jet Airwaysના હાલ કિંગફિશર જેવા? કર્મચારીઓના પગારમાં કર્યો 25 %નો ઘટાડો

પ્રાઇવેટ સેક્ટરની મોટી કંપની જેટ એરવેઝની આર્થિક હાલાત સતત ખરાબ થઇ રહી છે.

    પ્રાઇવેટ સેક્ટરની મોટી કંપની જેટ એરવેઝની આર્થિક હાલાત સતત ખરાબ થઇ રહી છે. કંપનીએ પોતાના કર્મચારીઓને કહ્યું છે કે ખર્ચા ઓછા નહીં કરવામાં આવે તો કંપનીને 60 દિવસ પછી ચલાવવી મુશ્કેલ બનશે. તમને જણાવીએ કે બે દિવસ પહેલા કંપનીના મેનેજમેન્ટે કર્મચારીઓનો પગાર ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. કર્મચારીઓની આશરે 25 ટકા જેટલી સેલેરી ઓછી થઇ શકે છે. 12 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર 5 ટકા સેલેરી ઓછી થશે. જ્યારે એક કરોડથી વધારે વાર્ષિક પેકેજમાં 25 ટકા સુધીની સેલેરી કપાઇ શકે છે. પાયલોટની સેલેરી આશરે 17 ટકા ઓછી થશે.

    બિઝનેસ ન્યૂઝ 'ઇકોનોમિક્સ ટાઇમ્સ'ની ખબર પ્રમાણે કંપનીને બે મહિના પછી ચલાવવી અસંભવ છે અને મેનેજમેન્ટને સેલેરી કટ અને બીજા ખર્ચાઓ ઘટાડવાની જરૂર છે. જો આવું થશે તો જ 60 દિવસ પછી આનું કામકાજ ચાલુ રહેશે. અમે તે વાતથી ચિંતીત છે કે કંપનીએ અમને આટલા વર્ષો દરમિયાન આ અંગે કોઇ માહિતી આપી નથી. જેના કારણે મેનેજમેન્ટ પર કર્મચારીઓનો વિશ્વાસ ઓછો થયો છે. જે અંગે કર્મચારીઓએ કંપનીને સવાલો કરતો ઇમેઇલ મોકલ્યો પરંતુ તેનો કોઇ જવાબ મળ્યો નથી.

    એરલાઇન ઇગ્ઝેક્યુટિવે કહ્યું કે કંપનીના કર્મચારીઓને કાઢવાના શરૂ કરી દીધા છે. તેની શરૂવાત એન્જિનીયરિંગ ડિપાર્ટમેન્ટથી કરવામાં આવી છે. કર્મચારીઓને 25 ટકા સુધીની સેલેરી કટ સહન કરવી પડશે. જેના કારણે કંપનીને વાર્ષિક 500 કરોડ રૂપિયાની બચત થઇ શકે છે.


    એરલાઇનની મેનેજમેન્ટ ટીમે મુંબઇમાં એમ્પલોઇઝ સાથે મુલાકાત કરી તેમને સેલેરી કટની વાત કરી હતી. મેનેજનેન્ટે પોતાની મુશ્કેલીઓનું કારણ કાચા તેલના ભાવમાં વધારો અને બજારના મોટા ભાગ પર ઇન્ડિગોનો કંટ્રોલ જણાવ્યાં છે. તેમણે જણાવ્યું કે કંપની છેલ્લા 6 વર્ષથી કોઇ વિકાસ નથી કરી શકી જેને લીધે તેની નાણાંકીય સ્થિતિ કમજોર થઇ ગઇ છે. 2016 અને 2017 સુધી સતત બે વર્ષના નફા પછી વિત્ત વર્ષ 2018માં જેટને 767 કરોડનું નુકસાન થયું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kingfisher, Naresh Goyal, જેટ એરવેઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन