નાણાંકીય સંકટથી જજુમી રહેલી પ્રાઇવેટ એરલાઇન જેટ એરવેઝે એરક્રાફ્ટ એન્જિનિયર્સને 3 મહિનાનો પગાર ચુક્વ્યો નથી. એરક્રાફ્ટ એન્જિનિયર્સે યૂનિયને કહ્યું છે કે જેટ એરવેઝે એરક્રાફ્ટ એન્જિનિયર્સને 3 મહિનાનો પગાર મળ્યો નથી. જેટ એરવેઝના ચેરમેન નરેશ અગ્રવાલને તેમના કર્મચારીઓએ પત્ર લખીને કંપની પર ભરોસો બનાવી રાખવા કહ્યું છે. ગોયલે કહ્યુ, સ્થિરતા સ્થિરતાને પુનર્સ્થાપિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેની આ સમયે કંપનીની ખૂબ જ જરૂર છે. આ ઉપરાંત પરિસંચાલન પણ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે.
જેટ એરવેઝમાં નાણાકીય કટોકટીને લીધે લગભગ 40 ફ્લાઇટ્સ ઉડાન ભરી શકતી નથી. હકીકતમાં જેટ એરવેઝ લીઝ્ડ પર લીધેલા વિમાનોનું ભાડુ ચુકવવામાં નિષ્ફળ ગઈ છે. જેટ એરવેઝ પાસે 119 વિમાનોનો કાફલો છે. જેમા પાંચ બોઇંગ 737 મેક્સ પણ છે.
આ દરમિયાન જેટ એરવેઝે બીજી વખત વિદેશી દેવાની ચૂકવણી કરી શકી નહી. કંપનીએ જણાવ્યું હતું કે ડિબેન્ચર ધારકોને વ્યાજ ચૂકવવા માટે પૈસા નથી. જેટ એરવેઝ ક્હયું કે અવરોધોને લઇને ડિબેન્ચર ધારકોને 19 માર્ચ 2019માં આપવામાં આવી રહેલા વ્યાજની સાથે ચુકવવામાં આવશે." આ પહેલા જેટ એરવેઝ 2 જાન્યુઆરીના રોજ ચુકવણી કરી શકી નથી.
જેટ એરવેઝ ઘરેલુ પાઇલોટના રાષ્ટ્રીય વિમાનચાલકો ગિલ્ડ (NAG) ની વાર્ષિક સામાન્ય સભા યોજાનાર છે. આ બેઠકમાં જેટ એરવેઝમાં ચાલી રહેલી કટોકટીની ચર્ચા થવાની શક્યતા છે. એરલાઈન કહેવું છે કે એરવેઝ તેમના એન્જિનિયર અને પાયલટ્સ સહિતના અન્ય વરિષ્ઠ કર્મચારીઓને ત્રણ મહિનાની ચૂકવણી કરવામાં અસમર્થ છે. નેશનલ એવિએટર ગિલ્ડ 1,000 સ્થાનિક પાઇલોટ્સનું પ્રતિનિધિત્વ કરે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર