ન્યૂઝ18 ગુજરાતી : પ્રાઇવેટ એવિએશન કંપની જેટ એરવેઝને મોટો આંચકો લાગ્યો છે. કંપનીના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યૂટિવ અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અમિત અગ્રવાલે પોતાના પદથી રાજીનામું આપી દીધું. રાજીનામા બાદ તેઓએ કહ્યું કે, હું જણાવવા માંગું છું કે પોતાના અંગત કારણોને લઈ મારી સેવાઓથી રાજીનામું આપી રહ્યો છું. આપને જણાવી દઈએ કે, પૈસાની તંગીના કારણે એક મહિનાથી જેટ એરવેઝની સેવાઓ અસ્થાઈ રીતે બંધ છે. માર્ચ મહિનાથી પાયલટ અને અન્ય કર્મચારીઓને પગાર નથી મળ્યો. જોકે, હવે જેટ એરવેઝમાં હિસ્સેદારી ખરીદવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગી એતિહાદે ઈચ્છા વ્યક્ત કરી છે.
જેટ એરવેઝમાં એતિહાદની 24 ટકા ભાગીદારી છે. દુનિયામાં ભારત સૌથી ઝડપથી વિકસી રહેલું બજાર છે. એતિહાદ છેલ્લા 15 મહિનામાં ભારતમાં મહત્વપૂર્ણ સ્ટેકહોલ્ડર્સની સાથે મળી વાતચીત કરી રહ્યું હતું.
હવે આગળ શું થશે?
એતિહાદ જેટમાં 1700 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. એતિહાદે જેટની ઉધારી ચૂકાવવા વિશે કોઈ વાયદો નથી કર્યો. છેલ્લા શુક્રવારે જેટ માટે બોલી લગાવવાની સમયસીમા ખતમ થઈ ગઈ અને ત્યાં સુધી માત્ર એતિહાદે જ બોલી લગાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, જેટને હાલ 15,000 કરોડના રોકાણની જરૂર છે. જેટ એરવેઝને બેંકોએ પણ મદદ આપવાથી હાથ ઊંચા કરી દીધા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર