Home /News /business /દુનિયાના 31 દેશોની GDPથી વધુ સંપત્તિ દાન કરી ચૂકી છે જેફ બેઝોસની પૂર્વ પત્ની મૈકેંજી સ્કોટ

દુનિયાના 31 દેશોની GDPથી વધુ સંપત્તિ દાન કરી ચૂકી છે જેફ બેઝોસની પૂર્વ પત્ની મૈકેંજી સ્કોટ

મૈકેંજી સ્કોટે હાલમાં જ ઘોષણા કરી હતી કે તેઓએ અને તેમની ટીમે 286 સંગઠનોને 2.74 બિલિયન ડૉલરનું દાન આપ્યું છે. (તસવીર- AP)

જેફ બેઝોસની પૂર્વ પત્ની મૈકેંજી સ્કોટે 286 સંસ્થાઓને 2.7 બિલિયન ડૉલરનું કર્યું દાન, કુલ દાનની રકમ 8.5 બિલિયન ડૉલરે પહોંચી

નવી દિલ્હી. જેફ બેઝોસ (Jeff Bezos)ની પૂર્વ પત્ની મૈકેંજી સ્કોટ (MacKenzie Scott) હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તેનું કારણ છે તેઓએ 286 સંગઠનોને 2.76 બિલિયન ડૉલરનું દાન આપ્યું છે. જેફ બેઝોસ સાથે છૂટાછેડા લીધા બાદ ત્રીજું અને બીજા લગ્ન કર્યા બાદ આ તેમનું પહેલું દાન છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મૈકેંજીએ છૂટાછેડા લીધા બાદ અત્યાર સુધીમાં 8 બિલિયન ડૉલરથી વધુનું દાન કર્યું છે. ખાસ વાત એ છે કે આટલી રકમ તો દુનિયાના 31 દેશોની કુલ જીડીપી (GDP) કરતાં પણ વધુ છે. નોંધનીય છે કે દુનિયામાં સૌથી વધુ દાન બિલ-મેલિન્ડા ગેટ્સ (Bill-Melinda Gates)એ આપ્યું છે. જે 27 વર્ષમાં 50 બિલિયન ડૉલરનું છે.

મૈકેંજી સ્કોટે હાલમાં જ ઘોષણા કરી હતી કે તેઓએ અને તેમની ટીમે 286 સંગઠનોને 2.74 બિલિયન ડૉલરનું દાન આપ્યું છે. જોકે દાનની રકમ અલગ-અલગ હોય છે, તે સરેરાશ પ્રતિ સંગઠન 10 મિલિયન ડૉલર થાય છે. ત્યારબાદ તેઓએ પોસ્ટ મીડિયમમાં આ દાન વિશે એક લેખ પણ લખ્યો છે. ખાસ વાત એ છે કે જેફ બેઝોસથી છૂટાછેડા લીધા બાદ તેઓ બે વર્ષમાં 8 બિલિયન ડૉલરથી વધુનું દાન કરી ચૂક્યા છે. તેમના દાનનો આ ત્રીજો હપ્તો છે.

આ પણ વાંચો, 25 પૈસાનો આ સિક્કો આપને કરાવી શકે છે લાખોની કમાણી! જાણો કેવી રીતે ઓનલાઇન વેચશો

બે વર્ષમાં 8 બિલિયન ડૉલરનું દાન કોઈ નાની અમથી રકમ નથી. આ દાન બિલ-મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન બાદ કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. ખાસ વાત એ છે કે હાલના સમયમાં દુનિયામાં 31 દેશોની અંદાજિત GDP પણ આટલી નથી. લાઇબેરિયા અને બારબાડોસથી લઈને લૂસિયા અને ડોમિનિકા જેવા દેશોની જીડીપી 8 બિલિયન ડૉલરથી ઓછી છે.

આ પણ વાંચો, ગંગામાં વહેતા લાકડાના બોક્સમાંથી મળી માસૂમ બાળકી, નવજાતની સાથે મૂકી હતી કુંડળી
" isDesktop="true" id="1105529" >

ઉલ્લેખનીય છે કે, મૈકેંજી સ્કોટે લગભગ બે વર્ષ પહેલા જૈફ બેઝોસથી છૂટાછેડા લીધા હતા. તે દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા હતા. મૈકેંજી સ્કોટે છૂટાછેડા બાદ દુનિયાની સૌથી અમીર મહિલાઓમાં સામેલ થઈ ગઈ હતી. જેમ-જેમ અમેઝોનના શૅરોના ભાવ વધતા ગયા તેમ-તેમ તેની સંપત્તિ પણ વધતી ગઈ. હાલમાં જ તેમને એક ટીચર સાથે લગ્ન કર્યા છે.
First published:

Tags: Business news, Donation, Jeff Bezos, MacKenzie Scott, અમેઝોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો