આ વર્ષે અમેઝોનના CEOનું પદ છોડશે Jeff Bezos! એન્ડી જેસીને મળી શકે છે જવાબદારી

આ વર્ષે અમેઝોનના CEOનું પદ છોડશે Jeff Bezos! એન્ડી જેસીને મળી શકે છે જવાબદારી
અમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેઝોસ 2021ના ત્રીજા ક્વાર્ટરમાં પોતાના પદ પરથી હટી જશે. (Image: Reuters)

અમેઝોનના કર્મચારીઓને એક પત્રમાં જેફ બેઝોસે કહ્યું કે, તેઓ પોતાના ‘પરોપકારી પ્રયાસો’ તરફ વધુ ધ્યાન આપશે

 • Share this:
  નવી દિલ્હીઃ અમેઝોન (Amazon)ના મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેઝોસ (Jeff Bezos) 2021ના ત્રીજા ક્વાર્ટરમાં પોતાના પદ પરથી હટી જશે. Amazon.com Inc તરફથી કહેવામાં આવ્યું છે કે બેઝોસ પોતાના ‘અન્ય પેશન્સ’ પર ફોકસ કરવા માંગે છે. બેઝોસનું સ્થાન અમેઝોન વેબ સર્વિસિસ (AWS)ના મુખ્ય કાર્યકારી એન્ડી જેસી (Andy Jassy) લઈ શકે છે. સાથોસાથ બેઝોસ હવે બોર્ડના કાર્યકારી અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે. આ અહેવાલો ત્યારે આવી રહ્યા છે જ્યારે કંપનીએ પહેલીવાર સતત ત્રીજી વાર રેકોર્ડ પ્રોફિટ અને ક્વાર્ટરનું વેચાણ US100 બિલિયન ડૉલરથી વધુનું નોંધાવ્યું છે.

  હવે એ સવાલનો જવાબ પણ મળી ગયો કે કંપનીમાં દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનું પદ કોણ ગ્રહણ કરશે. 53 વર્ષીય જૈસી 1997માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી ગ્રેજ્યુએશન કર્યા બાદ અમેઝોન સાથે જોડાયા હતા. તેઓએ અમેઝોન વેબ સર્વિસિસની સ્થાપના કરી અને તેને લાખો લોકો દ્વારા ઉપયોગ કરનારા ક્લાઉડ પ્લેટફોર્મમાં વિકસિત કર્યું. જેસીને આ પદ માટે લાંબા સમયથી દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.  આ પણ વાંચો, CAAના નિયમો તૈયાર થવામાં હજુ 6 મહિનાથી વધુ સમય લાગશે, NRC પર હજુ નિર્ણય નહીં- કેન્દ્ર સરકાર

  જેસી પર બેઝોસે વ્યક્ત કર્યો ભરોસો

  જેસીને ટેકનીકલ બાબતોના ઉત્તમ જાણકાર માનવામાં આવે છે. તેઓએ હંમેશાથી જ ઓરેકોલ કોર્પ અને ક્લાઉડ પ્રતિદ્વંદી માઇક્રોસોફ્ટ કોર્પથી અગ્રેસર રહ્યા છે. એડબલ્યૂએસ વેચાણના મામલમાં આગળ રહ્યા છે. જેસી પર બેઝોસે ભરોસો વ્યક્ત કર્યો છે.

  ‘નિવૃ્ત્ત થવાની વાત નથી’

  અમેઝોનના કર્મચારીઓને એક પત્રમાં જેફ બેઝોસે કહ્યું કે, તેઓ અમેઝોનના અગત્યના પાસાઓ સાથે જોડાયેલા રહેશે. પરંતુ હવે તેઓ પોતાના ‘પરોપકારી પ્રયાસો’ તરફ વધુ ધ્યાન આપશે. જેમાં ડે વન ફંડ, બેઝોસ અર્થ ફંડ અને અંતરિક્ષણ અન્વેષણ તથા પત્રકારત્વ સાથે જોડાયેલા અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામેલ છે. બેઝોસે લખ્યું કે આ નિવૃત્ત થવાની વાત નથી. હું આ સંસ્થાના પ્રભાવને લઈને ઘણો ઉત્સાહિત છું.

  આ પણ વાંચો, NASAની કાર્યકારી ચીફ તરીકે ભારતીય મૂળની ભવ્યા લાલની નિમણૂક, જાણો તેમનાં વિશે બધું જ

  બેઝોસે 1994માં અમેઝોનની કરી હતી સ્થાપના

  નોંધનીય છે કે, જેફ બેઝોસે વર્ષ 1994માં અમેઝોનની સ્થાપના કરી હતી. એક ઓનલાઇન બુક સ્ટોરથી અમેઝોન આજે મેગા ઓનલાઇન રિટેલરમાં ફેરવાઈ ગઈ છે. જે દુનિયાભરમાં તમામ પ્રકારની પ્રોડક્ટસને વેચે છે અને વિતરિત કરે છે. જેફ બેઝોસે પોતાના કર્મચારીઓને એક પત્ર લખીને કંપનીમાં એન્ડી જેસીની નવી ભૂમિકા માટે તેમની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published:February 03, 2021, 07:43 am

  ટૉપ ન્યૂઝ