Home /News /business /ડિવોર્સ પછી દુનિયાની ત્રીજી સૌથી અમિર મહિલા બની મૈકેંજી!

ડિવોર્સ પછી દુનિયાની ત્રીજી સૌથી અમિર મહિલા બની મૈકેંજી!

જેફ બેજોસ પૂર્વ પત્ની સાથેની ફાઇલ તસવીર

ડિવોર્સ પછી તરત બેજોસની પૂર્વ પત્ની મૈકેંજી દુનિયાની ચોથી સૌથી અમીર મહિલા બની ગઇ છે.

ન્યૂઝ 18 ગુજરાતી: દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસની છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જે પછી તરત બેજોસની પૂર્વ પત્ની મૈકેંજી દુનિયાની ચોથી સૌથી અમીર મહિલા બની ગઇ છે. તેમના ભાગમાં ઇ-કોમર્સ કંપની એમેઝોનની 4 ટકા ભાગેદારી આવી ગઇ છે. અત્યારે તેની વેલ્યૂ 36.5 અરબ ડોલર (2.52 લાખ કરોડ રૂપિયા) છે. મૈકેંજીને ભાગ આપ્યા પછી પણ જેફ બેજોસ 114 અરબ કરોડ (7.87 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થની સાથે દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ છે. તમને જણાવી એ કે તેઓ ઇ-કોમર્સ કંપની એમેઝોનનાં સંસ્થાપક અને સીઇઓ છે.

કઇ રીતે બની દુનિયાની ત્રીજી સૌથી અમીર મહિલા

ફોર્બ્સ મેગેઝીન પ્રમાણે મૈકેંજી 50 ટકા શેર લેતી તો બેજોસ દુનિયાનાં સૌથી અમીર માણસ ન રહેતા. જેફ બેજોસ અને મૈકેંજીએ આ વર્ષનાં જાન્યુઆરીમાં ડિવોર્સની જાહેરાત કરી હતી. ત્યારે માનવામાં આવતું હતું કે મૈકેંજી દુનિયાની સૌથી અમીર મહિલા બની જશે. આ બંન્નેનાં લગ્ન 1994માં થયા હતાં અને તેમને ચાર બાળકો છે.

કોણ છે મૈકેંજી

મૈકેંજી નોવેલિસ્ટ છે અને તેઓએ ધ ટેસ્ટિંગ ઓફ લૂથર અલબ્રાઇટ અને ટ્રેપ્સ સહિત અનેક પુસ્તકો લખ્યા છે. વર્ષ 1992માં જોબ ઇન્ટરવ્યુ દરમિયાન જેફ બેજોસ સાથે તેમની પહેલી મુલાકાત થઇ હતી. તે હેજ ફંડ કંપનીની ડી ઇ શોમાં ઇન્ટરવ્યૂ માટે ગઇ હતી. જેફ બેજોસે જ તેનો ઇન્ટરવ્યૂ લીધો હતો.

જેફ બેજોસ પૂર્વ પત્ની સાથે


લગ્ન પછી શરૂ કરી હતી એમેઝોન

વર્ષ 1993માં જેફ અને મેકેન્ઝીના લગ્ન થયા હતા. તે સમયે બંને હેજ ફંડ કંપની ડી ઇ શોમાં કામ કરતા હતા. લગ્ન પછી 1994માં જેફ બેજોસે એમેઝોનની શરૂઆત કરી. શરૂમાં એમેઝોન પર માત્ર પુસ્તકો વેચાતી હતી આ સાથે જેફ એક ગેરેજમાં કામ કરતા હતા. જેથી તે એમેઝોન પર ધીરે ધીરે વિવિધ વસ્તુઓ વેચવા લાગ્યાં. એમેઝોન પહેલાં કોન્ટ્રાક્ટ માટે મેકેન્ઝીએ જ ડીલ કરી હતી. આજે વિશ્વની ટોપ-3 કંપનીઓમાં સામેલ છે. કંપનીની માર્કેટ કેપ 893 અબજ ડોલર છે.

વોશિંગ્ટન કાયદા અનુસાર, લગ્ન બાદ એકઠી થયેલી સંપત્તિ ડિવોર્સ સમયે પતિ-પત્નીમાં સરખા ભાગે વહેંચવામાં આવે છે. આવું થાય છે તો જેફ બેજોસ વિશ્વના અમીરોના લિસ્ટમાં પેહલા નંબરેથી હટીને ચોથા નંબરે આવી જતા. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (નેટવર્થ 102 અબજ ડોલર) બીજાં નંબરે છે.

જેફ બેજોસ પૂર્વ પત્ની સાથે


મૈકેંજીએ  25 ટકા ભાગ જ પોતાની પાસે રાખ્યો

ડિવોર્સ માટેના એગ્રીમેન્ટ પ્રમાણે મૈકેંજી સંયુક્ત શેર્સમાંથી 75 ટકા બેજોસને આપવા અને 25 ટકા પોતાની પાસે રાખવા માટે રાજી થઇ. બંનેની પાસે એમેઝોનના 16 ટકા શેર હતા. તેમાંથી 4 ટકા હવે મેકેન્ઝી પાસે છે. જો કે, મેકેન્ઝીએ પોતાના ભાગનાં શેર્સના વોટિંગ રાઇટ્સ બેજોસને આપ્યા છે. બેજોસના ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટ અને સ્પેસ કંપની બ્લૂ ઓરિજિનમાં પણ તેણે કોઇ ભાગીદારી નથી માંગી.

મેકેન્ઝીની પાસે એમેઝોનનાં 4 ટકા શેર્સ આવ્યા બાદ જેફ બેજોસની પાસે એમેઝોનના 12 ટકા શેર્સ રહી ગયા છે. તેઓ એમેઝોનના સૌથી મોટાં શેરધારક છે. બીજા નંબરે ઇન્વેસ્ટમેન્ટ ગ્રુન વેનગાર્ડ છે. મેકેન્ઝી ત્રીજી સૌથી મોટી શેર હોલ્ડર બની ગઇ છે.

ડિવોર્સનું મૂળ કારણ પૂર્વ ટીવી એન્કર લોરેન સાથેનાં સંબંધો

જેફ બેજોસ અને મેકેન્ઝીના ડિવોર્સની જાહેરાતના એક દિવસ બાદ અમેરિકન મેગેઝીન ધ ઇન્ક્વાયરે ખુલાસો કર્યો હતો કે, બેજોસના ડિવોર્સ લેવાનું કારણ પૂર્વ ટીવી એન્કર લોરેન સેન્ચેઝ છે. બેજોસ અને સેન્ચેઝ રિલેશનશિપમાં છે. મેગેઝીને બંનેની પર્સનલ તસવીરો અને મેસેજ સાર્વજનિક કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, બેજોસ સેન્ચેઝને અશ્લીલ મેસેજ અને તસવીરો મોકલે છે. બેજોસે તેની તપાસ કરાવી કે તેના મેસેજ લીક કેવી રીતે થયા. થોડાં દિવસો અગાઉ તપાસ ટીમે જણાવ્યું કે, બેજોસના ફોન હેક થયો હતો, તેમાં સાઉદી અરેબિયાનો હાથ હતો.
First published:

Tags: Divorce, Jeff Bezos