Home /News /business /

ભારતના અનેક ધનવાનોની કુલ સંપત્તિ જેટલી તો આ માણસે એક જ દિવસમાં ગુમાવી

ભારતના અનેક ધનવાનોની કુલ સંપત્તિ જેટલી તો આ માણસે એક જ દિવસમાં ગુમાવી

જેફ બેજોસની ફાઇલ તસવીર

આટલા મોટા કડાકા પછી પણ 136 અબજ ડોલર( 10 લાખ કરોડ રૂપિયા) સાથે જેફ આખી દુનિયાના સૌથી અમીર માણસ છે.



    અમેરિકાના શેર બજારમાં હાલ ભારે મંદી વ્યાપેલી છે. શેરોમાં એટલો કડાકો થાય છે કે શુક્રવારે એટલે 26 ઓક્ટોબરે વિશ્વનો સૌથી ધનવાન જેફ બેઝોસે 14 અરબ ડોલર ગુમાવ્યાં છે. ભારતીય કરન્સી પ્રમાણે આ રકમ એટલે 11 અબજ ડોલર એટલે કે 81 હજાર કરોડ રૂપિયા છે. થોડા જ કલાકોમાં આખી દુનિયા આ કડાકાને જોઇને અચંબિત થઇ ગઇ હતી. મહત્વની વાત તો એ છે કે તેને એક દિવસમાં જેટલુ નુકસાન થયું છે તેટલું તો ભારતના ટોપ 10 ધનિકોમાંથી 6 પાસે એટલી સંપત્તિ પણ નથી. આટલા મોટા કડાકા પછી પણ 136 અબજ ડોલર( 10 લાખ કરોડ રૂપિયા) સાથે જેફ આખી દુનિયાના સૌથી અમીર માણસ છે.



    જેફને નુકસાન એટલે થયુ કારણ કે એમેઝોનને ત્રીજા ત્રિમાસિકના અનુમાન કરતાં ઓછી રેવન્યૂ મળી. આ જ કારણે શુક્રવારે વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોનના સ્ટોકમાં અંદાજે 8 ટકાનો ઘટાડો નોંધાયો. જેની અસર બેજોસની સંપત્તિ પર પણ પડી. જેથી જ્યાં અમેઝોનની માર્કેટ વેલ્યૂ 68 અબજ ડોલર ઘટી છે તેનાથી તેની અંગત વેલ્થ પર આની અસર થઇ છે. બ્લૂમબર્ગ બિલેનોયર ઇન્ડેક્સ અનુસાર, જેફ બેજોસની સંપત્તિ 11 અબજ ડોલર ઘટી છે.

    આ પણ વાંચો: એક જ દિવસમાં રૂ. 75000 કરોડથી પણ વધારે વધી ગઈ આ માણસની સંપત્તિ

    ભારતના ટોપ 10માંથી 6 ધનિક એવા છે, જેમની સંપત્તિ 11 અબજ ડોલર કરતા ઓછી છે. તેનો અર્થ થાય છે કે આ લોકોની સંપત્તિ કરતા વધારે બેજોસને માત્ર એક દિવસમાં જ નુકસાન થયુ છે. નોંધનીય છે કે ભારતના 4 ટોપ ધનિક મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, લક્ષ્મી નિવાસ મિત્તલ અને શિવ નાદર એવા છે જેમની સંપત્તિ 11 અબજ ડોલરથી વધારે છે.

    આ પણ વાંચો: Forbes List 2018: બેજોસ વિશ્વની અને મુકેશ અંબાણી ભારતની સૌથી અમીર વ્યક્તિ

    ભારતના ટોપ 10 ધનિકો અને તેમની સંપત્તિ





















































    1 મુકેશ અંબાણી
    40 અબજ ડોલર
    2 અજીમ પ્રેમજી  16 અબજ ડોલર
    3 લક્ષ્મી મિત્તલ  15.3 અબજ ડોલર
    4 શિવ નાદર  13 અબજ ડોલર
    5 દિલીપ સંઘવી  10.3 અબજ ડોલર
    6 ઉદય કોટક  10.1 અબજ ડોલર
    7 સાઇરસ પુનાવાલા 7.92 અબજ ડોલર
    8 ગૌતમ અદાણી  7.40 અબજ ડોલર
    9 સાવિત્રી જિંદાલ 7.30 અબજ ડોલર
    10 રાધાકૃષ્ણ દમાણી  6.66 અબજ ડોલર
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Jeff Bezos, અમેઝોન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन