કર્મચારીઓને સપ્તાહમાં 3 દિવસ રજા આપવાથી Microsoftને થયો મોટો ફાયદો

News18 Gujarati
Updated: November 5, 2019, 2:21 PM IST
કર્મચારીઓને સપ્તાહમાં 3 દિવસ રજા આપવાથી Microsoftને થયો મોટો ફાયદો
કંપનીની પ્રોડક્ટવિટી 39.9 ટકા વધી ગઈ, વીજળી બિલમાં પણ 23.1 ટકાનો ઘટાડો નોંધાયો

કંપનીની પ્રોડક્ટવિટી 39.9 ટકા વધી ગઈ, વીજળી બિલમાં પણ 23.1 ટકાનો ઘટાડો નોંધાયો

  • Share this:
ટૉક્યો : માઇક્રોસોફ્ટ (Microsoft)એ જાપાનના પોતાના યૂનિટમાં કર્મચારીઓ માટે આગવી પહેલ કરી છે. કંપનીએ એક મહિના માટે જાપાનમાં વર્ક-લાઇફ ચોઇસ ચેલેન્જ સમર 2019 (Work Life Choice Challenge Summer 2019) આયોજિત કર્યું. વર્કિંગ રિફોર્મ પ્રોજેક્ટ (Working Reform Project)નામના આ કાર્યક્રમને એક મહિના માટે પ્રાયોગિક રીતે કરવામાં આવ્યો. તેમાં માઇક્રોસોફ્ટ જાપાન (Microsoft Japan)એ પોતાના 2300 કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસને બદલે ત્રણ દિવસની રજા (Three Day Weekend) આપી. આ કર્મચારીઓ પાસે સપ્તાહમાં માત્ર ચાર દિવસ જ કામ (Four days a Week) કરાવવામાં આવ્યું.

સપ્તાહમાં ત્રણ દિવસની રજાને બદલે કર્મચારીઓને કોઈ પણ પ્રકારની પોતાની બાકી રજાઓની સાથે કોઈ સમજૂતી નહીં કરવી પડે. માઇક્રોસોફ્ટ જાપાનના આ પગલાની અસર ખૂબ ઉત્સાહજનક રહી. ત્રણ દિવસની રજા આપવાતી કંપનીની પ્રોડક્ટિવિટી 39.9 ટકા વધી ગઈ.

એટલું જ નહીં, કર્મચારીઓએ આ દરમિયાન રજાઓ ઓછી લીધી અને કંપનીમાં વીજળીનો 23.1 ટકા ઓછો વપરાશ થયો. તેનાથી પણ કંપનીનો ખર્ચ ઓછો થયો.

મીટિંગોનો સમય ઘટ્યો

માઇક્રોસોફ્ટની ઉત્પાદક્તામાં આ વૃદ્ધિ મીટિંગના સમયમાં ઘટાડાને માનવામાં આવે છે. સપ્તાહમાં માત્ર ચાર દિવસ કામના કારણે કંપનીની અંદર મીટિંગો વહેલી ખતમ થવા લાથી. અનેક મીટિંગો તો સામ-સામે બેસીને કરવાને બદલે વર્ચ્યુઅલ થઈ ગઈ. નિર્ણય જલદી લેવામાં આવ્યા. તેનાથી કામમાં ઝડપ આવી અને ઉત્પાદક્તા વધી ગઈ.

મહિનો પૂરો થયા બાદ જ્યારે માઇક્રોસોફ્ટે પોતાના કર્મચારીઓને તેમને મત જાણ્યો તો 92.1 ટકાએ ચાર દિવસના સપ્તાહે ઉત્તમ આઇડિયા ગણાવ્યો.આ પ્રયોગની સફળતાને જોતાં માઇક્રોસોફ્ટ તેને ફરીથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે. ચાર દિવસના સપ્તાહ આ વખતની જેમ આગામી ઉનાળામાં કે પછી તેની સાથેસાથે વર્ષના અન્ય મહિનાઓમાં પણ લાગુ કરવામાં આવી શકે છે.

માઇક્રોસોફ્ટના આ પગલા પર કેટલા એક્સપર્ટ્સનો મત છે કે, આ દરેક કંપની માટે ફાયદારૂપ ન હોઈ શકે. જે કંપનીઓને સપ્તાહમાં સાત દિવસ કામ કરવાની આવશ્યકતા છે તેમને પોતાનું કામ ચલાવવા માટે વધારાના કર્મચારીઓની ભરતી કરવી પડશે. તેનાથી કંપનીના બજેટ પર ભારણ વધી શકે છે.

માઇક્રોસોફ્ટમાં બીજા પ્રકારનું કામ હોય છે તેથી ત્યાં આ પરંપરા કામ કરી શકે છે. જોકે, એ પણ સાચું છે કે વિકસિત દેશોમાં કર્મચારી સંતુષ્ટીના મામલે જાપાનની છબિ ખૂબ ખરાબ છે.

આ પણ વાંચો,

McDonald'sના CEOએ કર્મચારી સાથે બાંધ્યા સંબંધ, કંપનીએ હાંકી કાઢ્યા
Wagon R, Ertiga, Santro ક્રેશ ટેસ્ટમાં Fail, આ કાર સૌથી અસુરક્ષિત
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading