Home /News /business /

Flying Bike: વિશ્વનું પ્રથમ ફ્લાઇંગ બાઈક Xturismo લૉંચ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

Flying Bike: વિશ્વનું પ્રથમ ફ્લાઇંગ બાઈક Xturismo લૉંચ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ફ્લાઇંગ બાઇક

Flying car: કંપનીએ Xturismo Limited Edition હોવરબાઇકનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીએ જણાવ્યા અનુસાર, બાઇકની ડિલીવરી વર્ષ 2022 સુધીના પહેલા છ માસિક ગાળામાં થઇ શકે છે.

મુંબઈ: ફ્લાઇંગ બાઈક (Flying Bike)નું સપનું હવે ટૂંક સમયમાં જ સાકાર થનાર છે. ડ્રોન બનાવવા માટે જાણીતી જાપાનની એક સ્ટાર્ટ અપ કંપની A.L.I ટેક્નોલોજીસે (ALI Technologies) વિશ્વનું પહેલું (World’s First) Hoverbike (ફ્લાઇંગ બાઈક) લૉંચ કર્યું છે. આ ફ્લાઇંગ બાઇકનું નામ Xturismo Limited Edition (એક્સટૂરિઝ્મો લિમિટેડ એડિશન) રાખવામાં આવ્યું છે. કાળા અને લાલ રંગનું આ Hoverbikeની બોડી મહદઅંશે મોટરસાયકલ જેવી જ છે. કંપનીએ હાલમાં જ આ બાઇકનું સ્પીડનું પ્રદર્શન કરવા માટે ટોક્યો રેસટ્રેક પર તેનું પ્રદર્શન (Test Drive Video) કર્યું હતું. કંપનીએ Xturismo Limited Edition હોવરબાઇકનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીએ જણાવ્યા અનુસાર, બાઇકની ડિલીવરી વર્ષ 2022 સુધીના પહેલા છ માસિક ગાળામાં થઇ શકે છે.

કેટલી છે કિંમત?

વિશ્વની પહેલી હોવરબાઇક, Xturismo Limited Editionની કિંમત 5.1 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સીધી વાત છે કે કંપની આ કિંમતે આ બાઇક માત્ર અમીરો અને મોટી હસ્તીઓને વેચવા માટેનો લક્ષ્ય રાખે છે. સોકર ખેલાડી કીસુકે હોંડા દ્વારા સમર્થિત કંપનીએ 2017થી Xturismo Limited Editionના પ્રોટોટાઇપ પર કામ કર્યુ છે. કંપનીનો દાવો છે કે આ મોબિલિટી માટે નેક્સ્ટ જનરેશન હશે, જે 3D સ્પેસમાં ક્યાંય પણ આવવા જવાની સુવિધા આપશે.

આ પણ વાંચો: વોટ્સએપથી પેમેન્ટ કરવા પર મેળવો 51 રૂપિયા કેશબેક- જાણો કેવી રીતે 

કેવા છે ફીચર્સ?

હોવર બાઇકને 40 મિનિટ સુધી 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે, તેવો કંપનીએ દાવો કર્યો છે. XTURISMO નામની આ હોવર બાઇકની ટેસ્ટ ફ્લાઇટનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. કંપનીના સીઈઓનું કહેવું છે કે હાલમાં આ હોવર બાઇકને જાપાનમાં ટ્રાફિકથી ભરાયેલા રસ્તાઓ પર ઉડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ કટોકટીની ઘટનાઓમાં મુશ્કેલ સ્થળોએ જવા માટે બચાવ ટીમો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. Xturismo Limited Edition હોવરબાઇકનું વજન લગભગ 300 કિગ્રા છે, તો ઉડાન વાળી બાઇકની લંબાઇ 3.7 મીટર, પહોળાઇ 2.4 મીટર અને ઊંચાઇ 1.5 મીટર છે. આપને જણાવી દઇએ કે આ બાઇક સિંગલ સીટર છે.

કંપનીએ શેર કર્યો ફ્લાઇંગ ટેસ્ટનો વીડિયો

A.L.I. ટેક્નોલોજીઓએ માઉન્ટ ફુજી નજીક રેસ ટ્રેક પર XTURISMO નું ટૂંકૂ પરીક્ષણ પણ કર્યુ હતું. વીડિયોમાં જોઇ શકાય છે કે હોવર બાઈક જમીનથી સહેજ ઉપર ઉડી રહી છે. ટેસ્ટિંગના આ દ્રશ્યો કોઇ સાયન્સ ફિક્શન ફિલ્મના સીનના કોઇ રેસિંગ ટ્રેક જેવા લાગી રહ્યા હતા.. જોકે હાલ આ બાઈકની ટોપ સ્પીડ અંગે કોઇ ખુલાસો થયો નથી. આ બાઈક પેટ્રોલ એન્જીનની સાથે-સાથે ઈલેક્ટ્રિક એન્જીનથી સજ્જ છે. કંપનીનો લક્ષ્ય 2025 સુધીમાં આ ફ્લાઇંગ બાઇકને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વર્ઝન બનાવવાનો છે.કંપની વેચશે માત્ર 200 યૂનિટ્સ

બાઇકની કિંમત પરથી જાણી શકાય છે કે કંપની તેને લિમિટેડ એડિશન બનાવવા માંગે છે. A.L.I ટેક્નોલોજીની યોજના Xturismo Limited Editionના માત્ર 200 હોવરબાઇક્સ બનાવવાની છે. ખાસ વાત તે છે કે Xturismo Limited Edition હોવરબાઇક પરીસર કે એવી સાઇટો સુધી જ સિમીત હશે.
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन