Home /News /business /Jandhan Account: વાહ! હવે ખાતામાં કેટલું બેલેન્સ છે તે જાણવા બેંકનો ધક્કો નહીં ખાવો પડે, બસ એક મિસકોલ

Jandhan Account: વાહ! હવે ખાતામાં કેટલું બેલેન્સ છે તે જાણવા બેંકનો ધક્કો નહીં ખાવો પડે, બસ એક મિસકોલ

જો તમારું જન ધન ખાતું દેશની કોઈપણ બેંકમાં છે, તો તમે સરળતાથી તમારા ખાતાની બેલેન્સ ચેક કરી શકો છો. બેલેન્સ ચેક કરવા માટે તમારે માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમને ખબર પડશે કે તમારા એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે.

Jandhan Account: સરકારે આર્થિક રીતે નબળા લોકો માટે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે જનધન એકાઉન્ટ યોજના અંતર્ગત લાભ પ્રાપ્ત થાય છે. તેમાં કુલ 6 બેંકોમાંથી કોઈ પણ જગ્યાએ ખાતું છે તો, જાતેજ બેલેન્સ તપાસી શકાય છે.

    Jandhan Account: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા લોકો માટે બેંક એકાઉન્ટ ખોલવા માટે જન ધન એકાઉન્ટ યોજના શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ લોકોને કોઈપણ મિનિમમ બેલેન્સ વગર સરળતાથી બેંક એકાઉન્ટ ખોલવાની સુવિધા મળે છે. જો તમારું જન ધન ખાતું દેશની કોઈપણ બેંકમાં છે, તો તમે સરળતાથી તમારા ખાતાની બેલેન્સ ચેક કરી શકો છો. બેલેન્સ ચેક કરવા માટે તમારે માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમને ખબર પડશે કે તમારા એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે. જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક સહિત આ 6 બેંકોમાં છે, તો અહીં જાણો કે તમે કયા નંબર પર કોલ કરીને બેલેન્સની વિગતો મેળવી શકો છો.

    આ પણ વાંચોઃ Business ideas: ખાસ મહિલાઓ માટે; નાના રોકાણમાં ધોમ કમાણીની શક્યતા

    આ નંબરનો ઉપયોગ કરો


    જો જન ધનનું આ બેંકમાં ખાતું છે, તો તમારે કસ્ટમર કેર નંબર 18004253800 અને 1800112211 પર મિસ્ડ કોલ આપવો પડશે. અહીંથી તમારી ભાષા પસંદ કરો અને જો તમે તમારું બેલેન્સ અને છેલ્લા 5 વ્યવહારો જાણવા માંગતા હોવ તો 1 દબાવો. આ સિવાય સ્ટેટ બેંકના ગ્રાહકો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 92237 66666 પર કોલ કરીને બેલેન્સ ચેક કરી શકે છે.

    પંજાબ નેશનલ બેંક


    સ્ટેટ બેંક સિવાય જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે, તો તેના માટે પણ તમે એક નંબર પર મિસ્ડ કોલ કરીને બેલેન્સ જાણી શકો છો. અહીં તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 18001802223 અથવા 01202303090 પર મિસ્ડ કોલ આપવાનો રહેશે. જો તમે ઈચ્છો તો આ નંબર પર SMS દ્વારા પણ બેલેન્સ જાણી શકો છો.

    આ પણ વાંચો:Midcap Stocks: આ 8 મિડકેપ્સ શેરમાં તમારા રુપિયા 'રાજાની કુંવરી'ની જેમ ધડાધડ વધશે, નિષ્ણાતોના છે ફેવરિટ

    ICICI બેંક


    આ બે સરકારી બેંકો સિવાય, જો તમારું બેંક ખાતું ખાનગી ક્ષેત્રની બેંક એટલે કે ICICIમાં છે, તો તમે અહીંથી તમારું બેલેન્સ પણ ચકાસી શકો છો. તમારું બેંક બેલેન્સ જાણવા માટે તમારે 9594612612 પર મિસ્ડ કોલ આપવો પડશે. આ સિવાય ICICI બેંકના ગ્રાહકો IBAL લખીને 9215676766 પર મેસેજ મોકલીને પણ તેમનું બેલેન્સ જાણી શકે છે.

    HDFC બેંક


    જો HDFC બેંકમાં જન ધન ખાતું ખોલવામાં આવ્યું છે તો તમારે બેલેન્સ જાણવા માટે ટોલ ફ્રી નંબર 18002703333 પર કોલ કરવો પડશે. આ સિવાય મિની સ્ટેટમેન્ટ માટે 18002703355, ચેકબુક મંગાવવા માટે 18002703366 પર કૉલ કરવાનો રહેશે.

    આ પણ વાંચોઃ  કુબેરનો ખજાનો છે આ અમેરિકન સુપરફૂડની ખેતી, એક વીઘામાં લાખોની આવક

    બેન્ક ઓફ ઈન્ડિયા


    જો તમારું જન ધન ખાતું બેન્ક ઓફ ઈન્ડિયામાં છે, તો અહીં પણ તમે સરળતાથી તમારું મિનિમમ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે તમારે 09015135135 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમે અહીં મિસ્ડ કોલ આપીને તમારું બેલેન્સ ચેક કરી શકો છો.


    એક્સિસ બેંક


    એક્સિસ બેંકના ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 18004195959 પર કૉલ કરીને એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. તેમજ મિની સ્ટેટમેન્ટ માટે, તમે 18004196969 પર કૉલ કરી શકો છો.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Bank balance, Government scheme, Jan Dhan Account

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन