જનધન ખાતાધારકો માટે મહત્વના સમાચાર, જો આ કામ કર્યું તો ભરવો પડશે દંડ

ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત બેંકો ઝીરો બેલેન્સ માટે ચાર્જ નથી વસૂલતી. પરંતુ તમે ફ્રી લિમિટથી વધુ ટ્રાન્જેક્શન કરશો તો તમારા પર દંડ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત બેંકો ઝીરો બેલેન્સ માટે ચાર્જ નથી વસૂલતી. પરંતુ તમે ફ્રી લિમિટથી વધુ ટ્રાન્જેક્શન કરશો તો તમારા પર દંડ થઇ શકે છે.

  • Share this:
કેન્દ્ર સરકાર દેશની જનતાને જનધન બેન્ક એકાઉન્ટની સુવિધા આપે છે. જો તમે પણ આ સુવિધા અંતર્ગત બેઝિક સેવિંગ એકાઉન્ટ ખોલાવી રાખ્યું છે તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. આમ તો આ ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે. પરંતુ એક બાબતનું ધ્યાન નહીં રાખો તો ખાતા ધારકને દંડ ભરવો પડી શકે છે. અહીં અમે જણાવીશું કે કયા ખાતાધારકોને ક્યારે દંડ ભરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત બેંકો ઝીરો બેલેન્સ માટે ચાર્જ નથી વસૂલતી. પરંતુ તમે ફ્રી લિમિટથી વધુ ટ્રાન્જેક્શન કરશો તો તમારા પર દંડ થઇ શકે છે. બેન્ક આ દંડ બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝીટ એકાઉન્ટ્સ પર લગાવી રહી છે.

કેટલો લાગશે દંડ?

જો તમે જનધન બેઝિક સેવિંગ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમે એક મહિનામાં માત્ર 4 ફ્રી ટ્રાન્જેક્શન કરી શકો છો. જે બાદ વધુ ટ્રાન્જેક્શન કરવાથી દંડ લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, ફ્રી ટ્રાન્જેક્શન પૂર્ણ થયા બાદ પ્રતિ ટ્રાન્જેક્શન રૂપિયા 20નો દંડ લાગે છે. સાથે જ તેમાં UPI અને કોઈ પણ પ્રકારના ટ્રાન્જેક્શન સામેલ છે.

SBI અને PNBએ કરી આટલા રૂપિયા વસૂલ્યા

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI આ પ્રકારના ખાતાઓ પર 17.70 કરોડ જેટલો દંડ વસૂલે છે. SBIએ નાણાંકીય વર્ષ 2014-15થી 2019-20 5 વર્ષ સુધી લગભગ 12 કરોડ ખાતાધારકો પાસેથી લગભગ 300 કરોડ રૂપિયા વસૂલ્યા છે. જ્યારે પંજાબ નેશનલ બેંકે આવા 3.9 કરોડ ખાતાધારકો પાસેથી 9.9 કરોડ દંડ વસૂલ્યો છે. IIT બોમ્બેની એક સ્ટડી અનુસાર, SBI સહીત ઘણી બેંકો આવા ખાતામાંથી પેનલ્ટી, સર્વિસ ચાર્જ દ્વારા મોટી કમાણી કરી રહ્યા છે.

અમદાવાદ સિલિન્ડર બ્લાસ્ટ: વહેલી સવારે પાણી ગરમ કરવા જતા થયો જોરદાર ધડાકો, આસપાસના લોકોને લાગ્યું ભૂકંપ આવ્યો

જનધન એકાઉન્ટના ફાયદા

- 6 મહિના બાદ ઓવરડ્રાફ્ટની સુવિધા.
- 2 લાખ રૂપિયા સુધીનો આકસ્મિક વીમો
- 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર, જે લાભકર્તાના મૃત્યુ પર શરતોને આધારે મળે છે.
- થાપણો પર વ્યાજ મળે છે.
- એકાઉન્ટ સાથે નિ:શુલ્ક મોબાઇલ બેંકિંગ સુવિધા પણ મળે છે.
- જન ધન ખાતું ખોલાવનારને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે.
- જન ધન ખાતા દ્વારા વીમા, પેન્શન પેદાશો ખરીદવી સહેલી છે.
- જો જન ધન ખાતું હોય તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતા ખોલવામાં આવશે.
- દેશભરમાં મની ટ્રાન્સફર સુવિધા
- સરકારી યોજનાઓના ફાયદામાં નાણાં સીધા ખાતામાં જ આવે છે.

અમદાવાદ: હવે GMDC ગ્રાઉન્ડ ખાતે ગાડીમાં બેઠા બેઠા જ થશે RT PCR ટેસ્ટ, જાણી લો તમામ સુવિધાતાજેતરના આંકડા મુજબ, જનધન ખાતાની સંખ્યા 42 કરોડથી વધુ છે. જેમાં સરકારી બેંકોમાં 33.23 કરોડ, ક્ષેત્રીય ગ્રામીણ બેંકોમાં 7.52 કરોડ અને ખાનગી બેંકોમાં 1.25 ખાતા છે. જેમાં મહિલા ખાતાધારકોની સંખ્યા 23.27 કરોડ છે.
First published: