Jan Dhan account : બેંક ખાતામાં ન હોવા છતાં ઉપડશે 10 હજાર રૂપિયા, બસ ખોલાવી લો આ એકાઉન્ટ
Jan Dhan account : બેંક ખાતામાં ન હોવા છતાં ઉપડશે 10 હજાર રૂપિયા, બસ ખોલાવી લો આ એકાઉન્ટ
Pradhan Mantri Jan Dhan Yojana
PM Jan dhan Yojana: પીએમ જન ધન (Jan Dhan Account) યોજના હેઠળ, જો તમારા ખાતામાં રોકડ ન હોય તો પણ તમે 10 હજાર સુધી ઉપાડી શકો છો. એટલું જ નહીં, ખાતાધારકોને ઘણી સુવિધાઓ મળે છે.
જો તમારા બેંક ખાતામાં પૈસા ન હોય તો પણ તમે 10 હજાર રૂપિયા ઉપાડી શકો છો. પીએમ જન ધન (Jan Dhan Account) યોજના હેઠળ, જો તમારા ખાતામાં રોકડ ન હોય તો પણ તમે 10 હજાર સુધી ઉપાડી શકો છો. એટલું જ નહીં, ખાતાધારકોને ઘણી સુવિધાઓ મળે છે. ચાલો તમને જણાવીએ કે, તમે આ ખાતું કેવી રીતે ખોલાવી શકો છો અને તેનાથી સંબંધિત તમામ વિગતો.
નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) 2014માં સ્વતંત્રતા દિવસના અવસર પર જન ધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પછી, આ યોજના 28 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં જન ધન ખાતાની કુલ સંખ્યા 42 કરોડને પાર કરી ગઈ છે. આ યોજનાની સફળતાને જોઈને, સરકારે વર્ષ 2018 માં વધુ સુવિધાઓ અને લાભો સાથે તેનું બીજું સંસ્કરણ શરૂ કર્યું.